________________
પ્રકાશકનું નિવેદન સત્ત્વશીલ અને જીવનોપયોગી સાહિત્ય સમાજને ચરણે ધરવાની પરંપરામાં આ મણકો ઉમેરતા સમાજમાં તેનો રણકો ગૂંજી ઉઠશે એવી ભાવના સાથે અમે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ.
નામ પ્રમાણે ગુણ ધરાવતું આ પુસ્તક વાંચકને માટે MILESTONE ની ગરજ સારે તેવું છે. દરેક પ્રકરણની અંદર વાચકને પોતાની જ વાત હોય એમ અનુભવમાં આવે છે. આપણા રોજબરોજના જીવન માટેનું માર્ગદર્શન તેમાં મૂર્તિમંત થતું જોઇ શકાય છે, અને આ જ વાત અમારે મન પ્રસ્તુત પુસ્તકની વિશેષતા છે. વાચકને માત્ર કોરી વાતોમાં જ રસ ન હોઈ શકે, તેના વાંચનનો સબંધ વર્તમાન જીવનમાં પરિવર્તન સાથે હોવો પણ જરૂરી છે.
આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં કોઈ શબ્દોની ઝાકઝમાળ નથી, કે માત્ર શાસ્ત્રીય તથ્યોની વાત નથી; છતાં આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં પરિવર્તન લાવવા માટે તે FRIEND.PHILOSOPHER AND GUIDE ની ગરજ સારે છે તેથી ખરા અર્થમાં તે “આપણો સંસ્કાર વારસો” બની રહે છે.
આ પુસ્તકના લેખક પૂજ્ય આત્માનંદજી સાચા અર્થમાં જીવનની સમગ્રતાના સાધક હોવાથી અને લેખન-વિચારણા અને વર્તન તેમના જીવનમાં એકરૂપતા પામેલ હોવાથી, તેમણે રજૂ કરેલ વાતો આપણા અંતરને સ્પર્શી જાય છે. જો આપણે તેમની વાતોને પચાવીશું તો આપણું જીવન પણ અવશ્ય પલટાશે અને આપણા સૌના જીવનમાં એક સર્વતોમુખી પ્રકાશનો આપણને અનુભવ થશે.
આ પુસ્તકમાં ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ પ્રસ્તાવના ઘણી બધી બાબતો આપણને કહી જાય છે, તે ખાસ વાંચી જવા અમારી નમ વિનંતી છે
લી. કોબા.
જયંતભાઈ એમ. શાહ - પ્રમુખ ૯-૪-૯૮
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર - કોબા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org