________________
આપણો સંસ્કાર વારસો
તો રહેવાની, પણ તેનો ઉકેલ તે સાચી સમજણ, સમાધાનભર્યુ વલણ, પ્રેમ-સૌહાર્દ્રતાપૂર્ણ કૌટુંબિક વાતાવરણ અને આ બધાના મૂળમાં સંસ્કાર-પોષક જીવનઘડતર છે. નવા જમાનામાં, લોકોને આધુનિકતાના નામે કે ફેશનના નામે ધર્મ, સંતો અને શાસ્ત્રો પ્રત્યે જે સૂગ છે તે ઘણી જ મોટી વિડંબનાઓનું કારણ બની છે. આપણી સાંસ્કૃતિકપરંપરાઓ, ધર્મ અને શાસ્ત્રો તો સાચા જ છે પરંતુ તેને સમજવામાં અને તેની રજૂઆત કરવામાં આપણે કાચા પડ્યા છીએ. માટે આજે સાંપ્રદાયિક, હઠાગ્રહી અને ગતાનુગતિક સંતો કરતા મૂળ તત્ત્વોને સાચવીને વર્તમાન સંદર્ભમાં રજુ કરનારા શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી વિવેકાનંદ, સંત વિનોબાજી, સ્વામી શિવાનંદ કે રંગ અવધૂત જેવા પ્રબુદ્ધ અને નિઃસ્પૃહ મહાપુરુષોની આવશ્યકતા છે, કે જેઓએ સમષ્ટિના હિત માટે નિષ્પક્ષપણે પોતપોતાની રીતે, વિશિષ્ટ યોગદાન આપ્યું છે.
૧૭
આ સાથે નવી પેઢીને અને તથાકથિત આધુનિકવાદીઓને પણ સ્પષ્ટ જણાવવું આવશ્યક સમજું છું કે મૂળ ભારતીય પરંપરાઓના રહસ્યો અને સંતોની અનુભવવાણીનો મર્મ ત્રિકાળ સત્ છે અને તેને સાચા ગુરુના માધ્યમથી સમજીને જીવનમાં ઉતારવાથી આ જિંદગી પણ સુખરૂપ બનશે અને આગળની યાત્રા પણ આનંદદાયક થઇ જશે. વ્યક્તિ, કુટુંબ, ગામ, નગર, પ્રાંત, દેશ અને વિશ્વને તે બોધ પરમ ઉપકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org