SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો સંસ્કાર વારસો ૫૫ વગેરેમાં પ્રસંગોપાત રસ લઇ ધર્મરુચિ કેળવતો થઇ જાય છે; અને નિવૃત્તિ મળતાં, સાધનામાં પદ્ધતિસર અને ચીવટથી વિશેષપણે લાગી જાય છે. ભારતીય જીવનપદ્ધતિનું અંતિમ લક્ષ પરમાત્મદર્શન દ્વારા સાચી શાંતિ, દિવ્યજ્ઞાન અને છેવટે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરવી તે છે; માટે જ મહર્ષિઓએ સામાન્ય મનુષ્યને માટે ચાર આશ્રમોની વ્યવસ્થા કહી છે, જેનાથી ક્રમશ: દિવ્ય જીવનનો વિકાસ થઇ શકે છે. મૃત્યુ આપણું અસ્તિત્વ મટાડી શકતું નથી; કારણ કે આપણે અજર, અમર, આનંદદાન અને દિવ્યજ્યોતિ સ્વરૂપ છીએ. આવા અચિંત્ય માહાભ્યવાળા આપણા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરીને આપણે મૃત્યુંજયી બનીએ. ઉપસંહારમાં એમ કહી શકાય કે જો આપણે આ ઉંમરમાં, દુન્વયી ફરજાને ગૌણ કરીએ, યથાશક્તિ સંસ્થા, સમાજ અને રાષ્ટ્ર તરફના ઋણને અનાસક્તભાવે અદા કરીએ અને દેહદેવળમાં બિરાજમાન પરમાત્માના દર્શન કરવા માટે સત્સંગ-સદ્ગુણપ્રાપ્તિ અને વિચારોને જીવનમાં અગ્રિમતા આપીએ તો મનુષ્યભવ સફળ થાય અને સાચા અર્થમાં Retirement કાયમી બને. યથા – यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम - શ્રીમદ્ ભગવદ્ગીતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy