________________
આપણો સંસ્કાર વારસો
વધી જશે, સહજપણે સુયશ ફેલાશે અને જિંદગીની ગાડી સફળતાની દિશામાં જલ્દી જલ્દી દોડવા લાગશે. ૮. આશાવાદી અભિગમ : દરેક કાર્ય પોતાની શક્તિ, સાધન અને પ્રયોજનને લક્ષમાં રાખીને ચાલુ કરવું. એક વાર જેનો પ્રારંભ કર્યો તે કાર્યમાં પ્રારંભમાં અનેક મુશ્કેલીઓ આવે તો પણ ધીરજ અને ખંત રાખીને તેમાં લાગ્યા રહેવું અને અન્યનો સહયોગ લેવામાં પણ સંકોચ અનુભવવો નહીં. થાક, કંટાળો, વિરોધ, ટાંચા સાધનો અને સમયસર સફ્ળતા ન મળે તો પણ પ્રમાણિક અને વ્યવસ્થિત ઉદ્યમથી કાર્યની યથાપદવી સિદ્ધિ થઇ જાય છે. ૯. વ્યસનરહિતપણું : જેના જીવનમાં મોટા વ્યસન હોય તે પરાધીન, વ્યગ્ર, ચંચળ ચિત્તવાળો, નાદુરસ્ત, ખર્ચાળ અને ચીડિયા સ્વભાવવાળો બની જાય છે. માટે પ્રયત્ને કરીને પણ દારૂ, જાગાર, માંસાહાર, શિકાર, ચોરી કે વિષયલંપટતા જેવા ભંયકર દુર્ગુણો પોતના જીવનમાં ન પેસી જાય તેની સતત કાળજી રાખજે.
:
૧૦. ઠંડુ અને સ્વસ્થ દિમાગ : આવેશમાં આવી જવાથી એક જાતનું ગાંડપણ આપણા પર સવાર થઇ જાય છે. વાણી કે વર્તનનો ખ્યાલ રહેતો નથી અને અયોગ્ય કાર્ય થઇ જવાથી પોતાને અને અન્યને નુકસાન થઇ જાય છે. આવા મનુષ્યની મિત્રતા કોઇ કરતું નથી, તે એકલોઅટૂલો પડી જાય છે અને પ્રસન્નતાનો નાશ થઇ જવાથી
Jain Education International
६७
For Private & Personal Use Only
www.jainelibrary.org