________________
98
*
એસ. તથા લશ્કરી પાંખોમાં આપણું પ્રતિનિધિત્વ લગભગ એક ટકા જેટલું હશે. તેવી જ રીતે દિલ્હીમાં આપણું રાજકીય પ્રતિનિધિત્વ, (વર્તમાન કેન્દ્ર-સરકાર અપવાદરૂપ છે) વગ કે વર્ચસ્વ પણ તેટલું જ હશે. રાષ્ટ્રીય-સમાચારના સંકલનકારોમાં કોઇ ગુજરાતી દેખવામાં આવતો નથી.
આપણો સંસ્કાર વારસો
* ફાઇન આર્ટ્સ કે કોમર્શિયલ આર્ટ્સ અર્થાત્ સંગીત, શિલ્પ કે ચિત્રકળામાં પણ કોઇ મોટી ગુજરાતી હસ્તી વિષે ખાસ જાણવામાં આવતું નથી,
* કંઇક સંતોષ વેપાર કે ઉદ્યોગના ક્ષેત્રે લઇ શકાય તેમ છે અથવા વિદેશસ્થિત ડૉક્ટરો-એન્જિનિયરોમાં ગુજરાતીઓનું ઠીક-ઠીક પ્રમાણ છે. શાકાહારના ક્ષેત્રમાં, પ્રમાણિક અર્થ-વિનિમયમાં અને કંઇક માનવસેવાના ક્ષેત્રે પણ થોડો સંતોષ લઇ શકાય.
અહીં જે મુદ્દા પર ખાસ કહેવું છે તે મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગની યુવાનપેઢીને લક્ષમાં રાખીને કહેવાનું છે. હે યુવામિત્રો ! બિહાર-ઓરિસ્સા જેવા રાજ્યોની ગરીબાઇના અભિશાપથી અને સામાન્ય જીવનનિર્વાહની ચિંતાથી તમો મુક્ત છો, કંઇક એવું ઉત્તમ કાર્યકલાપનું આયોજન કરો કે જેથી તમને પુષ્કળ પ્રખ્યાતિ મળે અને આપણો પ્રાંત પણ ગૌરવથી પોતાનું મસ્તક રાષ્ટ્રીય સ્તરે ઉન્નત રાખી શકે.
જેમ કે ઃ
પણ
Jain Education International
......
For Private & Personal Use Only
www.jainelibrary.org