________________
આપણો સંસ્કાર વારસો
સાદુ જીવન અને ઉચ્ચ વિચાર આ જમાનામાં ઉપરોક્ત જીવનશૈલી અપ્રિય અને ઘણાંની દ્રષ્ટિએ અવ્યવહારુ, હાસ્યાસ્પદ અને અશક્ય જેવી લાગે છે. કોઇ પણ ઉન્નત કે આદર્શરૂપ કાર્ય પ્રારંભમાં તો એવું જ લાગે, પણ દ્રઢ સંકલ્પથી, ધીરજથી અને વિવેકથી તે યથાપદવી સિદ્ધ કરી શકાય છે.
આધ્યાત્મિકતાના મૂળમાં જ નિ:સ્વાર્થતા અને પરોપકાર રહ્યાં છે અને આ બે ગુણોને જીવનમાં મૂર્તિમંત કરવાનો પુરુષાર્થ તે જ સાદુ જીવન. વિચાર અને વિવેકની પૃષ્ટભૂમીમાં જ આવા જીવનની સંકલપના સાકાર થઇ શકે છે. તેના ભિન્ન ભિન્ન મુખ્ય ઘટકો નીચે પ્રમાણે છે. ૧. સાદું, સાત્ત્વિક, મિતાહારી ભોજન. ૨. સૌમ્ય, ઓછા મૂલ્યવાળો અને આવશ્યક પહેરવેશ ૩. સતત ઉદ્યમ, સમયનો બરાબર સદુપયોગ. ૪. બને ત્યાં સુધી પોતાનું કામ પોતાની જાતે જ કરવું,
બીજાને ચીંધવું નહીં. ૫. હોટલ, સીનેમા, ક્લબ – આ બધાનો પરિચય સામાન્યપણે |
કરવો નહિ અર્થાત ખપ પૂરતો જ કરવો. મનોરંજન માટે ખાનદાન મિત્રોને ઘેર જવું અને ઘરમાં જ સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org