________________
૫૨
આપણો સંસ્કાર વારસો
૧૬.
સાચી અસ્મિતા સીના સુખમાં રાજી રહીએ તે સજ્જનતા પણ બીજાને તનનું, મનનું, ધનનું કે અન્ય કોઇ પણ પ્રકારનું દુઃખ જોવામાં આવતાં, આપણી પૂરી શક્તિ લગાવીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તે ખરેખરી સંવેદનશીલતા અને પરોપકારીપણું ગણાય.
કરૂણા અને સાચી અનુકંપાનું એ આવશ્યક અંગ છે કે પોતે સહન કરીને, તન-મન-ધન સમયાદિનો ભોગ આપીને પણ અન્ય મનુષ્યો, પશુ-પંખીઓ કે જીવજંતુ આદિ સમસ્ત પ્રાણીમાત્રને મદદરૂપ થવું. આમ કરવાથી હદય કૂણું બને છે, આદ્ર થાય છે અને જીવનના ઉચ્ચ મૂલ્યો સમજવાની અને અપનાવવાની પાત્રતા આપણામાં પ્રગટે છે. આવી સત્પાત્રતાથી આપણું સર્વાગી હિત થાય છે અને જીવન સફળ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org