Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 60
________________ આપણો સંસ્કાર વારસો ૫૩ * TET/ * ૧૭. સમયનો સદુપયોગ જીવનને ઉન્નત અને સફળ બનાવવાનો આ શ્રેષ્ઠ, સર્વસુલભ અને સર્વમાન્ય ઉપાય છે. જે નિરંતર ઉદ્યમી રહે છે અને પોતાના જીવનની પ્રત્યેક મિનિટનો સદુપયોગ કરે છે તેને શોધતી શોધતી, સફળતા, તેને આંગણે આવીને ઉભી રહે છે. - વિદ્યાર્થી હોય કે ગૃહિણી, શિક્ષક હોય કે આચાર્ય, ડૉક્ટર હોય કે વકીલ, ખેડૂત હોય કે વેપારી, ગૃહસ્થ હોય કે ત્યાગી, કાર્યકર હોય કે નેતા-જીવનના બધા જ ક્ષેત્રોમાં સમયનો ખૂબ ચીવટપૂર્વક સદુપયોગ કરનાર ઝડપી પ્રગતિ સાધી શકે છે. વીતી ગયેલી એક ક્ષણ લાખો ઉપાયો કરવા છતાં પાછી મેળવી શકાતી નથી; માટે જીવનના ઉન્નત ધ્યેયને ત્વરાથી સિદ્ધ કરવા પ્રત્યેક ક્ષણને સત્કાર્યમાં જ વાપરીએ. પ્રત્યેક મહાપુરુષની જીવન-સફળતાનું રહસ્ય વિચારતાં સમયનો સદુપયોગ, સાચી સમજણ, સદાચારમાં નિષ્ઠા અને સાહસવૃત્તિ | -આ કારણો મુખ્ય જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82