________________
૬૦
૨૦.
આપણો પોષાક કેવો હોય ?
માનવજીવનની પાંચ પાયારૂપ જરૂરિયાતો ગણવામાં આવી છે; રોટી-પડાં-મકાન-ઔષધ અને શિક્ષણ, જે સમાજના મનુષ્યોને આ બધી જરૂરિયાતો યોગ્ય રીતે અને પ્રમાણસર મળી રહે તે સમાજને, સામાન્યપણે સુખી સમાજ (Welfare state) ગણવામાં આવે છે.
આપણો સંસ્કાર વારસો
મનુષ્ય અતિ પ્રાચીન કાળથી કપડાં પહેરતો આવ્યો છે. તેનું મુખ્ય પ્રયોજન ઠંડી-ગરમીથી શરીરનું રક્ષણ કરવું, પોતાની લજ્જાશીલતા જાળવવી અને સમાજમાં પોતાની ફરજ, મોભો અને મહત્તાનું દિગ્દર્શન કરાવવું તે છે. અહીં તો માત્ર સભ્યતા અને સંસ્કારિતાના સંદર્ભને અનુલક્ષીને જ બે શબ્દો કહેવાં છે.
ભાઇઓ અને બહેનો-બન્નેનું મુખ્ય કાર્યક્ષેત્ર જાદું જુદું છે. ઘર-કુટુંબનું સંચાલન અને લાલનપાલન એ વ્હેનોની અને તેના આજીવિકા-સંરક્ષણનું કાર્ય એ ભાઇઓની મુખ્ય ફરજ છે. આમ છતાં બન્નેએ હળીમળીને જ ગૃહસ્થાશ્રમનું સારી રીતે પાલન કરીને, જીવનને ઉન્નત અને ઊર્ધ્વગામી બનાવતા રહેવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org