________________
આપણો સંસ્કાર વારસો
૫૯
(૫. માદક દ્રવ્યોનું અને કુટેવોનું સેવનઃ આ જમાનામાં
વધારે પડતા કામના બોજા અને માનસિક ચિંતાઓથી બચવા માટે અને કાલ્પનિક મનોરંજન માટે માણસ, બીડી-સીગરેટનો અતિરેક, દારૂ, જુગાર, જર્દા, પાનમસાલા, માંસાહાર, ક્લબ-લાઇફ, બ્લ્યુ ફિલ્મ તથા સ્વચ્છેદાચાર તરફ વધારે અને વધારે ઢળી રહ્યો છે. સારા આરોગ્ય માટે બધામાંથી અક્કની જરૂર નથી. આ વાત બર્નાડ-શો, શ્રીમોરારજીભાઇ દેસાઇ, શ્રી ગુઝારીલાલ નંદા, શ્રી અટલબિહારી બાજપાઇ, શ્રી રવિશંકર દાદા, શ્રી મેનકા ગાંધી, તથા અનેક સ્વાતંત્ર્યસેનાનીઓ જેવી આધુનિક વ્યક્તિઓના જીવન પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે. આ બધી વસ્તુઓ તન-મનના સ્વાધ્ય ઉપર વધતે ઓછે અંશે હાનિકારક અસર કરે છે એમ હવે આધુનિક વિજ્ઞાન પણ કબૂલ કરતું જાય છે. વિવિધ સંશોધનો દ્વારા એ પુરવાર થઇ ચૂક્યું છે કે તમાકુનો ઉપયોગ (ખાવું,પીવું કે ઘસવું), દારૂનો ઉપયોગ અને ગુટકાનું સેવન તંદુરસ્તીની અવશ્ય હાનિ કરીને અકાળે ઘડપણ અને મૃત્યુને નોતરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org