Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 63
________________ પ૬ આપણો સંસ્કાર વારસો ૧૯. પોતાના આરોગ્યનું જતન કરો. - - - જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા નીરોગી શરીર ઉપકારી બને છે તેથી જ મહાપુરુષોએ કહ્યું - * શરીર એ જ ધર્મકરણ માટેનું પ્રથમ સાધન છે. *પહેલું સુખ તે જાતે નર્યા. * Health is wealth. આજનું શહેરી જીવન ઘણી જ ધાંધલ-ધમાલવાળું બની ગયું છે. સુખી જીવનની કલ્પનાઓ બદલાઇ ગઇ હોવાથી ખૂબ પૈસા કમાવા માટે જીવનમાં દોડધામ સિવાય બીજું કાંઇ દેખાતું નથી. ભોજન, શ્રમ, કુટુંબ-જીવન, સંસ્કાર, સુયોગ્ય રીતભાત વગેરેમાં એવી અનિયમિતતાઓ, વિકૃતિઓ, દંભ અને દેખાદેખી ઘર કરી ગયા છે કે ડીપ્રેશન, વિહવળતા, બ્લડ પ્રેશર, જઠરનું ચાંદુ, હૃદય-રોગ, શારીરિક સ્થૂળતા, ગુપ્ત રોગો આદિ અનેક વિષમતાઓનો બહોળો વ્યાપ થઇ ગયેલો જોવામાં આવે છે. આ બધાનો કોઇ મુખ્ય ઇલાજ હોય તો તે પોતાની જ સાચી સમજણ અને તેને અનુરૂપ આચરણ દ્રઢતાથી અમલમાં મૂકવું તે છે. કેટલીક અનુભૂત કૂંચીઓ બતાવું છું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82