________________
પ૦
આપણો સંસ્કાર વારસો
-
રાજાના કટક કારણ
પાનના
એમ છતાં આજે આઝાદીના ૫૦ વર્ષ પછી પણ સ્થિતિ ઘણી અસંતોષકારક છે. અત્રે તેના બધા પાસાઓની છણાવટ કરવી સંભવતી નથી અને પ્રસ્તુત પણ નથી; છતાં નીચે પ્રમાણેના થોડા સૂચનોનો અમલ કરવા માટે જો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ તો ભારતને મળેલી આઝાદીનો લાભ એક સૌથી નીચેના સ્તર સુધી થોડો પણ પ્રસારી શકાય અને આપણે સાચી આઝાદી પ્રાપ્ત કરી એમ ગણી શકાય. ૧. પર્યાવરણ-રક્ષક અર્વાચીન ખેત પદ્ધતિ : આ પદ્ધતિમાં
સારું બિયારણ, ફર્ટીલાઇઝર, સિંચાઇની સગવડ, જંતુનિવારક દવાઓ અને સાદુ યાંત્રિકરણ સીમાંત ખેડૂતને પુરું પાડવામાં આવે; જેથી સીનું પોષણ થાય અને કોઇનું
શોષણ ન થાય. ૨. નાના ખેડુતોને (૧.૫ એકર સુધીની જમીનવાળાને) યોગ્ય
નાણાની મદદ. આ કામ સહકારી મંડળીની રચના દ્વારા
વધારે વ્યવસ્થિત અને પ્રમાણિકતાથી થઇ શકે. ૩. કોઓપરોટીવ ફાર્મીગ, જેમાં ચાર-પાંચ ખેડૂતો સાથે
મળીને ખેતી કરે, જેથી વધારે કરકસરપૂર્વક અને
પોષણક્ષમ રીતથી કામ થઇ શકે. ૪. સહકારી વેચાણ મંડળીઓ વ્યવસ્થિત રચાય તો | વ્યક્તિગત વેચાણ કરવાથી થતા શોષણથી બચી શકાય. I ૫. ખેડુત પાયારૂપ શિક્ષણ મેળવે, જેથી તેનું શોષણ થતું
અટકાવી શકાય.
મારા ગામના નાના નાના નાના નાના માણસ .
પરમાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org