________________
૪૮
આપણો સંસ્કાર વારસો
જરૂર છે; જેમાં દેશ-કાળનું સાચું જ્ઞાન, પોતાની સામાન્ય શક્તિ, હાથમાં લીધેલ કાર્યની સમજણ અને પૂર્વ-અનુભવ તથા સહયોગી મિત્રોનાં સહકાર આદિ મુખ્ય છે.
અહીં તો તેથી આગળની વાત છે. પૂરો વિચાર કર્યા પછી પ્રારંભેલું સત્કાર્ય કરવા માટે દ્રઢ નિર્ધાર, અનેક આપત્તિઓ અને નિષ્ફળતાઓ મળે તો પણ નિરાશાને જીવનમાં સ્થાન ન આપવું, થોડો સમય વિશ્રામ કરીને ફરી ફરી તે કાર્ય સિદ્ધ કરવા માટે પોતાની સર્વ શક્તિ છેલ્લા શ્વાસ સુધી લગાવે જ રાખવી-એ બધા મહાપુરુષના લક્ષણો છે. મહાત્મા ગાંધીજી, મહારાણા પ્રતાપ, વનરાજ ચાવડા કે નરસિંહ મહેતા જેવા અનેક મહાપુરુષોએ હારને હાર ન માનતાં, ફરી ફરી પોતાનો પુરુષાર્થ ચાલુ રાખીને પોતાની જીવનસિદ્ધિ કરી છે.
સમયનો સદુપયોગ, કૃતજ્ઞતાનું સદૈવ સ્મરણ, સૌની સાથે નમ્રતાથી વર્તન, પોતાને મળેલ લાભને ઉદારતાપૂર્વક પોતાના મિત્ર-સહયોગીઓમાં વહેંચવો, તુચ્છ વસ્તુમાં આનંદ માનવો નહીં, તેમજ મોટા સમાધાન માટે પોતાની અલ્પ માગણી જતી કરવી આદિ અનેક પ્રકારના જીવનક્રમને અપનાવવાથી મહાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉદય પામે છે.
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org