________________
આપણો સંસ્કાર વારસો
જગ્યાએ અને યોગ્ય વ્યક્તિઓની હાજરીમાં કરવું; વેઠ કે ઢસરડો કરતા હોઇએ તે રીતે નહીં, પણ પોતાને અને અન્યને પ્રસન્નતા ઉપજે તે રીતે કરવું; તેમજ તે કાર્ય દ્વારા કોઇને મન-વચન-કર્મથી દુ:ખ ન ઉપજે તેવી રીતે કરવું અને સ્વાર્થરહિત થઇને બહુજનહિતાય થાય તેવી રીતે કરવું.
૩. વચનપાલન : આપણે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ કામ માટે વચન આપ્યું હોય તો તે અવશ્ય નિભાવવું. ગમે તેટલા દુ:ખ, વિરોધ કે અગવડોને સહન કરીને પણ વચનનું પાલન કરવું એ મહાન ચારિત્રનું દ્યોતક છે. આ એક શિસ્તના પાલનથી સરળતા, સાહસ, દ્રઢતા, બિરાદરી આદિ અનેક ગુણો પ્રગટે છે.
૪. નિર્મળ પ્રેમમય વ્યવહાર : કુટુંબ અને મિત્રોથી માંડીને, આપણા સંબંધમાં આવનાર સૌ કોઇ પ્રાણીઓ કે નાનામોટા મનુષ્યો સાથે અંતરંગ સદ્ભાવપૂર્ણ વ્યવહાર કરવો. આવો પ્રેમમય વ્યવહાર કરતી વખતે કોઇ સ્વાર્થમય દ્રષ્ટિ રાખવી નહીં કે સામાને મદદરૂપ થવામાં પાછી પાની કરવી નહીં. આવું પારદર્શક વર્તન મનુષ્યને જીવનના ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે, એવો જ્ઞાનીઓનો અનુભવ છે.
૪૭
૫. કર્તવ્યપાલન, ધીરજ અને ખંત : પ્રથમ તો કોઇ પણ કાર્ય કરવાનો સાચો સંકલ્પ કરવા માટે ઘણી પાત્રતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org