________________
૪૬
આપણો સંસ્કાર વારસો
૧૪.
સાચું ચારિત્ર સમાજમાં ચારિત્રનો સામાન્ય અર્થ તો પ્રસિદ્ધ છે; મુખ્યપણે તો તેમાં દામ્પત્યજીવનની કે વ્યક્તિગત જીવનની પવિત્રતા અને સચ્ચાઇનો સમાવેશ થાય છે. શાસ્ત્રીય વિદ્વાનો, પરંપરાગત વ્રતાદિના પાલનને ચારિત્ર કહે છે. આ સામાન્ય અર્થ તો બરાબર છે પણ જીવનમાં જેઓ ખરેખર મહાન બનવા માંગે છે તેમણે મુખ્યપણે નીચે કહેલી જીવનશૈલી અપનાવવી, તો તેમના જીવનનો બહુમુખી વિકાસ થતાં તેઓ સહજપણે ઉત્તમ ચારિત્રના સ્વામી બની શકશે. ૧. નિયમિતતા : જે સમયે જે કાર્ય કરવાનું નક્કી કર્યું
હોય, તે સમયે તે કાર્ય અવશ્ય કરવું. અસાધારણ સંજોગોમાં તે ન થઇ શકે તો સમયસર તેની જાણ સંબંધિત
વ્યક્તિઓને કરી દેવી. ૨. વ્યવસ્થા : દરેક કાર્યને કરવાની એક શ્રેષ્ઠ અને
સર્વાંગસુંદર રીત હોય છે. જેમ કે તે કાર્ય કરવા માટે યોગ્ય અને નિર્દોષ સાધનોનો ઉપયોગ કરવો; તેને વહેલું કે મોડું ન કરતા યથાયોગ્ય સમય કરવું; બહુ જલ્દી-જલ્દી કે તદ્ન મંદ ગતિથી ન કરવું; તેને યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org