________________
૨૨
આપણો સંસ્કાર વારસો
તેવા નિષ્ણાત પાસેથી શીખવું પડશે. જો વિચાર-આચારની કળાની અને પ્રારબ્ધ-પુરુષાર્થના સમન્વયની સાચી સમજણ મળી જાય, અને દ્રઢ નિશ્ચયથી તેને જીવનના રોજબરોજના પ્રસંગોમાં વણી લે તો તારા જીવનની સફળતા, સૌમ્યતા, શાંતિ, સૌહાર્દુ અને સર્વાગ સમાધાનની ગેરંટી અમે જરૂર આપીએ છીએ.
હે જીવનસંગ્રામના નિશાળિયા ! નિ:શંક અને નીડર થઇ આગળ વધ. તારા વિવેકપૂર્ણ વિશ્વાસ અને સાહસને ઇશ્વરની કૃપા અને સંતોનો સહારો છે જ. બસ, આગેકૂચ કર અને વિજયી બન.
– –– –– –– –– –– –– –– –
આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં વિવિધ | તબક્કાઓ અને વિવિધ વિષયોનું અપાતું શિક્ષણ પ્રારંભમાં માત્ર ગોખણપટ્ટી અને સ્મરણશક્તિ પર જ વધારે ભાર મૂકે છે. પ્રાથમિકથી શરૂ કરીને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને
યુનિવર્સિટી કક્ષાઓમાં વર્ગીકૃત થયેલ શિક્ષણ અને | તેના નિર્ધારિત અભ્યાસક્રમો માત્ર ઇન્દ્રિયજન્ય !
જ્ઞાનના અનુભવો પર આધારિત બાબતોને જ ! i સ્વીકારે છે પરંતુ આ બધા વિષયો ઉપરાંત પણ
“કાંઇક વધારે સઘન અને મહત્ત્વનું' શીખવવાનું | બાકી છે તેવો વિચાર કોઇ કરતું નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org