________________
૩૮
આપણો સંસ્કાર વારસો
ટી
શિક્ષણ કેવળ અર્થલક્ષી ન હોય આપણે સૌ જાણીએ છીએ કે નવા જમાનાની હવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌ કોઇ એમ ઇચ્છે છે કે બારમા ધોરણમાં વિજ્ઞાન કે વાણિજ્યના વિષયો લેવા અને દીકરા કે દીકરીને ડૉક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવો, કારણ કે એ લાઇનમાં જવાથી વધારે પૈસા કમાવાની સગવડ છે. કોઇ પણ સમાજમાં આવા સારા ડૉક્ટરો કે એવા વ્યવસાયીઓ હોય એ વાત તો આવકાર્ય છે, અને તે સારું કમાય તે પણ યોગ્ય જ છે. પરંતુ આ એક માત્ર કમાવાની દિશાનો જ છે પવન છે તે હિતકારી નથી, આ અભિગમ એકાંગી હોવાથી અનેક નવી સામાજિકઆર્થિક-નૈતિક સમસ્યાઓ ઉત્પન્ન કરનારો છે. કમાવાની દરેક ગૃહસ્થને જરૂર છે અને તેને માટે તે આવકાર્ય છે; પરંતુ તે જ્યારે ઘેલછાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે દુઃખદાયક બને છે અને ચિંતા, ટેન્શન, ક્રોધ અને વ્યસનસેવન તરફ લઇ જઇ સર્વનાશ નોંતરે છે. શિક્ષણ દ્વારા જો મનુષ્ય સંસ્કારિત ન બને તો તેવું ભણતર તેને સારો કે ઉમદા માનવ નહીં બનવા દે. આપણા દેશમાં સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પહેલાના વીસ-ત્રીસ વર્ષ અને પછીના વીસેક
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org