________________
૩૬
સર્વ પ્રકારે પોતાના જીવનમાં મોભાવાળું અને સુયોગ્ય સ્થાન આપીને પોતાની જીવનસંગિની તરીકે તેની કદર કરવી જોઇએ.
આપણો સંસ્કાર વારસો
Yang
વ્યક્તિગત સ્તરે આ દેહધારી, ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો ખાસ હિમાયતી છે; કારણ કે તેવા ઉત્તમ સંસ્કારોની ભૂમિકામાં જ માનવજીવનનું અંતિમ અને શ્રેષ્ઠ લક્ષપરમાત્મપ્રાપ્તિ-મોક્ષ સિદ્ધ થઇ શકે છે. તેથી તે સ્પષ્ટપણે સમાજને કહે છે કે સુખ-શાંતિ-સમૃદ્ધિ-આરોગ્ય-કલ્યાણની ખરેખર ખેવના હોય તો મૂળ ભારતીય પરંપરાના મૂલ્યોઅહિંસા-સત્ય આદિને ન છોડો. દાન-શીલ-તપ-ત્યાગ આદિને અવશ્ય જીવનમાં સ્થાન આપો અને સાચા જ્ઞાન, દિવ્ય આનંદ અને સદ્ગુણોની વૃદ્ધિ કરી સમસ્ત જીવસૃષ્ટિ અને માનવમાત્રને
અભયદાન આપે એવા ઉત્તમ ધર્મ – આત્મધર્મ – ને આગળ રાખીને જીવન જીવો.
આ વાત મારા દેશની માતાઓએ જેટલી સુંદર અને સહજ રીતે સ્વીકારીને આત્મસાત્ કરી છે તેટલી ભાઇઓએ કરી નથી એમ કોઇ અપેક્ષાએ મને કહેવા દો અને તેથી જ આ જગ્યાએ ભારતીય નારીની શ્રેષ્ઠ સંસ્કારિતાનો નિર્દેશ કરેલ છે. વળી અહીં પુરુષવર્ગને યાદ કરાવી જાઉં છું કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કહેવાય તેવા તીર્થંકરો, મહાન અવતારી પુરુષો, આચાર્યો અને ૠષિ-મુનિઓ તથા જીવનના અન્ય ક્ષેત્રે મહાન સિદ્ધિઓ હાંસલ કરનાર બધાય પ્રતાપી અને
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org