________________
આપણો સંસ્કાર વારસો
૪૧
કાકા કામ રહી છે
Gર.
શૈક્ષણિક સમસ્યાઓ છેલ્લા ૫૦ વર્ષમાં આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ ઠીક ઠીક વધ્યો છે; કારણ કે વિશ્વવિદ્યાલયોની સંખ્યા ૧૯૫૧ માં ૨૫ હતી તે ૧૯૯૮ માં ૨૩૫ ની, નિશાળોની સંખ્યા ૨,૩૦,૬૮૩ થી વધીને ૨.૪ કરોડની અને કોલેજોની સંખ્યા ૭૦૦ થી વધીને ૮૫૪૫ ની થઇ છે. પરંતુ આ ભણતર દ્વારા ભલે આપણે ડીગ્રીઓ મેળવીએ છીએ; પણ રોજબરોજના જીવનમાં તે આપણને કેવું અને કેટલું ઉપયોગી થાય તે વિચારીએ તો નિરાશ થવું પડે છે. પહેલા વરસાદથી જેમ ઠેરઠેર પુષ્કળ ઘાસ ઊગી નિકળે છે પરંતુ તે કાંઇ આપણા ખાવાના કામમાં આવે નહીં; તેમ હજારોની સંખ્યામાં દર વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયોમાંથી બહાર પડે છે, પણ તેમને તે ભણતર દ્વારા આર્થિક રીતે સ્વાવલંબીપણું પ્રાપ્ત થઇ શકતું નથી; જેથી શિક્ષિત બેકારોની સંખ્યામાં દિવસે દિવસે વધારો જ થતો જાય છે ! આમ આપણું શિક્ષણ વાસ્તવિકતા સાથેનો સંબંધ ગુમાવી બેઠું છે.
પ્રાચીનકાળથી માંડીને ઇ.સ. ૧૯૪૦ સુધીનો આપણા શિક્ષણનો ઇતિહાસ જોઇએ તો સૌમ્ય ગુરુ-શિષ્ય સંબંધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org