________________
૪૦
આપણો સંસ્કાર વારસો
૧૨.
વાણીનો જાદુ !
આપણને જેવી વાણી પ્રભુએ આપી છે, તેવી વિશ્વના કોઇ પણ પ્રાણી, પંખી કે જીવજંતુને આપી નથી. આટલા બધા અક્ષરો અને વ્યંજનો બોલવાની અદ્ભુત શક્તિ એ માનવના સર્વોચ્ચ વારિક વિકાસનું અકાટચ પ્રમાણ છે. - યાદ રાખીએ કે વાણી બેધારી તલવાર જેવી છે. જો તેનો સદુપયોગ મનુષ્યને ઉત્તમોત્તમ પદ સુધી પહોંચાડી શકે છે તો બીજી બાજુ મહાભારત જેવા વિરાટ માનવસંહરને પણ નોંતરી શકે છે. એક વાર મુખમાંથી નીકળી ગયેલું વચન, છૂટી ગયેલા બાણની પેઠે, પાછું વાળી શકાતું નથી. આ કારણથી જ જીવનમાં સંપ, શાંતિ, મૈત્રી અને સ્નેહની વૃદ્ધિ કરવાની ભાવનાવાળા મનુષ્ય ખૂબ વિચાર કરીને જ બોલવું જોઇએ. સુયોગ્ય વચનોથી આખા જગતને મિત્ર જેવું બનાવી શકાય છે અને તેમાં કાંઇ ખર્ચ કે મહેનત કરવાં પડતા નથી. અમારા ગુરુનો એક મંત્ર અને સૂત્રરૂપે જીવનમાં સ્વીકાર્યો છે અને તેનાથી અનેક પ્રકારનો લાભ અનુબવ્યો છે. આ મંત્ર છે :ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org