________________
આપણો સંસ્કાર વારસો
૩૯
વર્ષ દરમ્યાન જે મહાન પુરુષો થયાં તેમણે સાયન્સ કે કોમર્સ લીધું નહોતું અને છતાં તેઓ ખૂબ જ વિચક્ષણ, પ્રજ્ઞાસંપન્ન, સગુણી અને મહાન પ્રેરણાદાયક જીવન જીવી ગયાં તેમજ રાષ્ટ્રને પણ ખૂબ જ ઉપયોગી થયાં. આમાં છે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદજી, એસ. રાધાકૃષ્ણન, રાજાજી, ગોવિંદ વલ્લભ પંત, સંપૂર્ણાનંદજી, વીર સાવરકર, વિનોબા ભાવે, લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુન્શી, બાબા સાહેબ આંબેડકર આદિ અનેક.
એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું છે કે તમે ગમે તે લાઇન લો પણ કમાવાની સાથે સાથે તમારા બૃહદ્ કુટુંબ, જ્ઞાતિ કે ગામને માટે પણ તમે કેટલા ઉપયોગી થાઓ છો અને તમારું જીવન કેટલું સગુણસંપન્ન બને છે તેની સતત જાગૃતિ રાખજો અને જીવનમાં ખૂબ પુરુષાર્થમય રહેજો. આજે આપણા સમાજને વધુ સારા મનુષ્યોની (ખાનદાનોની, સજ્જનોની) જરૂર છે અને તે માટે ભારતીય-સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ, ભારતીય કળાકૌશલ્ય અને ભારતીય ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના તજજ્ઞો અને નિષ્ણાતોની તાતી આવશ્યકતા છે. તમે બને તો આ કે આવા | વિષયો લઇ તમારું ભણતર આગળ ધપાવજો.
:
* *
:
*
:
:
-
- 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org