Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 49
________________ ૪૨ આપણો સંસ્કાર વારસો તેમાં સ્પષ્ટ ઝાંખી થાય છે. ધીમે ધીમે આ પવિત્ર અને પ્રશંસનીય સંબંધ ઘટતો ગયો અને છેલ્લા ૨૦ વર્ષમાં તો એવી સ્થિતિએ પહોંચ્યો છે; જ્યાં તે સંબંધની પવિત્રતા અને ગરિમા લગભગ નષ્ટ થઇ ગયાં છે. ટ્યુશનના અતિરેકથી થાકેલો શિક્ષક કે પ્રોફેસર સ્કુલકોલેજમાં જાણે કે વિશ્રાંતિ લેવા જાય છે ! બીજી બાજુ સામાન્ય વિદ્યાર્થીઓને ભણવામાં અને પીરિયડ ભરવામાં જાણે રસ જ નથી. આ બન્ને પરિબળોથી ઉત્પન્ન થયેલું વિષચક્ર (Vicious circle) તૂટી શકતું નથી. પ્રાઇવેટ શિક્ષણવર્ગો અને શિક્ષણસંસ્થાઓ ડોનેશનના નામે વિદ્યાર્થીઓ-વાલીઓનું શોષણ કરે છે અને ગરીબ કે મધ્યમ વર્ગનો વિધાર્થી શિક્ષણથી જાણે કે વંચિત રહી જાય છે. ઉભયપક્ષે શિસ્તનો અભાવ હોવાથી, ગુરુ-શિષ્યનો એકબીજા પ્રત્યેનો સદ્ભાવ તદ્ન ઘસાઇ ગયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણનો જે પૂરક સમન્વય છે તે પ્રત્યે સંપૂર્ણ બેદરકારી છે અને A healthy mind in a healthy Body નું સૂત્ર જાણે કે વિસરાઇ ગયું છે. રાષ્ટ્રના યુવાન વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય દયાજનક સ્થિતિએ પહોંચી ગયું છે કારણ કે શારીરિક શ્રમ, કસરત, યોગાસન, નિર્વ્યસનતા અને આહાર-વિહારની નિયમિતતાએ જાણે કે નવી પેઢીના જીવનમાંથી દેશવટો લીધા જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ છે. રમતગમત વિભાગ તરફ તદ્ન બેદરકારી વર્તે છે અને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82