________________
૩૪
આપણો સંસ્કાર વારસો
ભારતીય નારી, સમાજ અને સંસ્કૃતિ કોઇ પણ દેશ કે સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર તે દેશની નારીના જીવનના અભિગમ ઉપર ખૂબ જ આધારિત છે. આ મૂળભૂત સત્યના કારણનો વિચાર કરીએ ત્યારે જણાય છે કે નારી, માનવજીવનના સર્વ તબ્બકાઓ ઉપર અત્યંત ઘનિષ્ટ પ્રભાવ પાડે છે અને તેથી માનવના વિકાસમાં તેનો ફાળો અત્યંત મહત્ત્વનો છે.
આપણે આ અવનિ પર અવતાર લઇએ તે પહેલાના લગભગ નવ મહિના સુધી આપણી માતાના ઉદરમાં રહેવાનું હોય છે. ભારતીય મનીષિઓએ પૂરવાર કર્યું છે કે ગર્ભાવસ્થામાં પણ આપણા જીવનનું સંસ્કારીકરણ ચાલુ જ હોય છે અને તેથી સગર્ભાવસ્થાના માતાઓના આચારવિચારની બાળકના ભાવિ ઉપર ખૂબ જ અસર પડે છે. આ વાતની સત્યતા ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ, તીર્થકરોના ગર્ભકલ્યાણકો, માતા મદાલસા, સતી સીતા અભિમન્યુ, શુકદેવજી, કુંદકુંદાચાર્ય, વનરાજ ચાવડો, છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે આદિ અનેક મહાનુભાવોના જીવનના અભ્યાસથી આપણને સ્પષ્ટપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org