________________
૩૨
આપણો સંસ્કાર વારસો
માત્ર ભણાવીએ છીએ; શક્તિ તો બધી ખાનગી ટ્યુશન
કરવામાં જ વાપરીએ છીએ ! ૪. વિદ્યાર્થી તરીકે વિદ્યા પ્રાપ્ત કરવાની મહેનત કરતા નથી,
કોલેજમાં પીરિયડ ભરતા નથી અને પરીક્ષાના પેપરો પૈસાના જોરે ફોડી નાખીએ છીએ. શું આવું વિદ્યાર્થી જીવન
હોય ? ૫. જે સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમનાથી થોડા જ
વખતમાં અલગ થઇ જઇએ છીએ, પોતાને સ્વયંસ્ફરિત જ્ઞાન થયું છે એમ કહીએ છીએ, ગુરુનો ઉપકાર ઓળવીએ છીએ; અને કથંચિત તેમની સાથે જ Unhealthy - Competition szaloj ZHE14 Scalvel
કરીએ છીએ ! ૬. માબાપ તરીકે બાળકોના ભણતર અને ઘડતર પ્રત્યે
બેદરકાર છીએ. કહીએ છીએ કે અમને બાળકો સાથે બેસવાનો સમય નથી. યાદ રાખીએ કે ૧૪-૧૫ વર્ષે છોકરો ચીઢિયો, રખડેલ કે સામાબોલો થઇ જાય ત્યારે તેનો વાંક કાઢીએ છીએ પણ આપણે આપણી ફરજ
બજાવી નથી એવો એકરાર કરતા નથી ! ૭. બેહદ કાળુ નાણું ભેગુ કરીએ છીએ. યોગ્યપણે કર
ભરવાની ફરજ બજાવતા નથી અને પછી સરકારને અનેક પ્રકારે વગોવીએ છીએ અથવા ઇન્કમટેક્સનો દરોડો પડતાં હૃદયરોગના ભોગ બનીએ છીએ !
Eીત :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org