________________
આપણો સંસ્કાર વારસો
૩૧
R
Illus
ફરજ અને હક આ જમાનો Easy-Money અર્થાત ફોગટનું ધન કોઇ પણ ઉપાયે મેળવી લેવાનો બની ગયો છે. સમગ્રતાથી વિચારીએ તો, દરેક બાબતમાં વધારે મેળવી લેવું અને ઓછું આપવું એવી હીનવૃત્તિ આપણા સમાજમાં અને દિમાગમાં ઘર કરી ગઇ છે. આ કારણથી લગભગ બધા જ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિનું સર્જન થઇ ગયું છે અને દેશ ખાડે ગયો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. થોડા દ્રષ્ટાંતો દ્વારા સ્વનિરીક્ષણ કરીએ :૧. જેમણે જન્મ, ઉછેર, શિક્ષણ અને સંસ્કારો આપ્યા
તેવા મા-બાપની સેવા કરવા આપણે કેટલા તત્પર
છીએ ? ૨. બેન્ક, એલ. આઇ.સી., પોસ્ટ કે પોલીસ-ખાતામાં કેટલા
કલાકની ફરજ બજાવીએ છીએ ? વારંવાર હડતાળો પાડી, Unionism ને આધીન થઇ પગારવધારો માગ્યે જઇએ છીએ અને કામ ઓછું કરવું પડે એવી માગણીઓ
કરતા જઇએ છીએ !! ૩. શાળા-કોલેજોમાં પૂરો પગાર મળે છે પણ ત્યાં તો નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org