________________
આપણો સંસ્કાર વારસો
૨૯
ના
મા બાપ
અને વયસ્કોના અનુભવોનું સમિશ્રણ કરીએ અને તેમાં મહિલાઓ પણ પૂરતી સંખ્યામાં જોડાય તો આ કાર્ય વધારે સારી રીતે સિદ્ધ થાય.
આ બાબતમાં પાદવિહાર કરનારા જૈન સાધુ-સંતોસતીઓ અને હિંદુ-સાધુઓ તથા ફકીરો સારું યોગદાન આપી શકે; જેની ઠીક ઠીક ઝાંખી આપણને વિનોબાજીની પદયાત્રામાં અને ભારત-જોડોની ‘ યાત્રામાં થઇ ગણાય.
ભારત ધર્મનિરપેક્ષ નહીં, ધર્મપ્રાણ દેશ છે. સાંપ્રદાયિક ઝનૂન, અન્ય-ધર્માવલંબીઓ પ્રત્યેનો અભાવ, બીજાની ધર્મમાન્યતાઓ અને ક્રિયાઓની નિંદા-ટીકાથી દૂર રહેવાનું છે અને ધર્માતર કરાવવાની હીન પ્રવૃત્તિઓને સદંતર બંધ થાય તેવો લોકમત તેમજ કાયદાકીય કડક કાર્યવાહી પણ અમલમાં લાવવાની જરૂર છે. બાકી તો સર્વ ભારતીયો જાણી લેજો કે આ દેશમાં જ્યારે ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, હરિભદ્ર, હેમચંદ્ર, નાનક, કબીર, નરસિંહ મહેતા, ઈશુ ખ્રિસ્ત, બાદશાહખાન, વિવેકાનંદ, અજમેરના સૂફી સંત મોયુદ્દીન ચિશ્તી, મૌલાના અબુલ કલામ આઝાદ અને ગાંધીજી-વિનોબાજીની સત્ય, અહિંસા, વિશ્વબંધુત્વ, સર્વધર્મ સમભાવ, ઉદારતા, તપ-ત્યાગ-સમતા, પ્રમાણિકતા, ઇન્સાનિયત અને સમસ્ત જગતના મનુષ્યોના હિતની વાતને ભૂલી જવામાં આવશે ત્યારે ભારતદેશ, ભારતીય અસ્મિતાને ખોઇને એક ભૂતકાળના ઇતિહાસની ભૂતાવળ માત્ર બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org