________________
આપણો સંસ્કાર વારસો
૨૭
આંતરપ્રાંતીય પ્રવાસો દ્વારા રાષ્ટ્રીયતા આપણો ભારત દેશ ઐતિહાસિક, ભૌગોલિક, ભાષાકીય, સામાજિક-રિવાજો, પહેરવેશ, ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનકો અને પર્વ-ઉત્સવો - આ બધાય દ્રષ્ટિકોણથી વિચારતા, અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલો છે. આ કારણથી તે એક દેશ કરતા એક મોટા ઉપખંડ સમાન વધારે છે. આ કારણથી uaica faalzslat da Indian - subcontinent sell છે અને વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારતાં તે સત્ય છે. - હવે જ્યારે આપણે પાકિસ્તાન, બ્રહ્મદેશ, સીલોન અને બંગલાદેશથી જુદા પડ્યા છતાં એક થઇને રહેવાનું છે ત્યારે એ જરૂરી બની જાય છે કે આપણે જુદા જુદા પ્રાંતો, પહેરવેશ અને સભ્યતાવાળા આપણા દેશવાસીઓને પૂરતા પ્રમાણમાં મળીએ, તેઓની ભાષા શીખીએ અને તેમની સાથે પૂર્ણ આત્મીયપણાનો વ્યવહાર કરીએ. પ્રથમ આપણે ભારતીય છીએ અને પછી મરાઠી, ગુજરાતી કે પંજાબી છીએ એવી મનોવૃત્તિ સ્પષ્ટ રીતે આપણા દિમાગમાં ઉપજાવીએ અને એવો જ વ્યવહાર કરીએ.
પ્રવાસો, યાત્રાધામોના દર્શનો, વિદ્યાર્થીઓ અને યુવકોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org