Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 33
________________ ૨૬ આપણો સંસ્કાર વારસો most highly evolutionsied among animal kingdom). વળી આપણને જે વાણી મળી છે તે પણ સર્વોચ્ચ કક્ષાની છે. તેનો સદુપયોગ જો આપણે ખરેખર કરી શકીએ તો અડધી જિંદગીનો જંગ તો માત્ર તેનાથી જ જીતી જવાય. ધીરી, મધુરી, પ્રેમપૂર્ણ અને યથાયોગ્યપણે આદર દેવાવાળી વાણી આપણા સચ્ચારિત્રની એક મુખ્ય પારાશીશી છે અને જે સચ્ચારિત્રવાન છે તે જ મહાન છે. હૃદયને એટલું વિશાળ, વિરાટ અને વિશુધ્ધ બનાવતા જઇએ કે પ્રભુ અને પ્રભુનો સમસ્ત પરિવાર સપ્રેમ તેમાં પધારે અને કાયમી મુકામ કરે. બસ આ જ શાશ્વતનો સ્વીકાર છે અને નશ્વર પ્રત્યેની ઉદાસીનતા છે. જે ક્ષણિકમાં અટકતો નથી તેની શાશ્વત પ્રત્યેની ગતિ એવી તો તેજીલી થાય છે કે તેને થોડા કાળમાં જ શાશ્વત પદની પ્રાપ્તિ થઇ જાય છે !! જાઓ સુવિચાર, પ્રેમ અને ઉદારતાનો મહિમા ! આમાં નથી કાંઇ કષ્ટ કે નથી કાંઇ વિપ્ન, બસ જરૂર છે એક સાચી નિષ્ઠાની અને તથાગત રાહબરની. ચાલો, આપણે સૌ સત્સંગના સહારે શાશ્વતની દિશામાં નક્કર પગલા માંડીએ અને નશ્વર તરફની નજરને હટાવીને આજથી જ સાચી મહત્તા માટેની વિજયકૂચની રણભેરી બજાવીએ. વિજયી હો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82