________________
૨૮
આપણો સંસ્કાર વારસો
'**
પર્યટન-પ્રવાસો, મોટા શહેરોમાં એક જ બહુમાળીય મકાનમાં સાથે રહેવું, એકબીજાની ખાવાપીવાની, પહેરવા-ઓઢવાની અને સંસ્કારપ્રણાલિઓની પૂરતા પ્રમાણમાં આપ-લે કરીએ અને અમુક વિશેષતા જાળવ્યા છતાં અભિન્નપણે ભારતીય બનીને રહીએ. આ માટે રાષ્ટ્રીય ઉત્સવો અને સામાજિક પ્રસંગોમાં તો એકબીજાને મળીએ જ, પણ અમુક ધાર્મિક પર્વોમાં અને ખાસ કરીને ગ્રામ્યવિસ્તારોમાં થનારા મોટા સંત-સમેલનો, સર્વધર્મ સમેલનો અને જાહેર પ્રાર્થનાઓ – કથાસભાઓ, મુશાયરાઓ, સાહિત્ય-સમેલનો, વ્યાવસાયિકસમેલનો અને ડાયરાઓ-કવ્વાલીઓ આદિના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લઇએ.
આ બાબતમાં બૃહદ હિંદુસમાજ સૌથી વધારે ઉદાર છે; જ્યારે મુસલમાન અને ખ્રિસ્તી ભાઇઓ વધારે સંકીર્ણ અને અતડા જેવા રહે છે; જે સારા એંધાણની નિશાનીઓ નથી. કોઇ ઉદાર-દ્રષ્ટિવાન, અદ્યતન શિક્ષણ પ્રાપ્ત અને સારા વક્તા-સાહિત્યકાર-સંત-મહાત્મા આપણા ગામ કે શહેરમાં આવે ત્યારે અવશ્ય તેમનો લાભ સૌ કોઇએ લેવો જોઇએ અને ભારતની વિવિધતામાં પણ એકતાના સૂત્રમાં પોતાના વર્તનથી પોતાનો સૂર પૂરાવવો જોઈએ.
મોટા શહેરોમાં આ સમન્વયાત્મક દ્રષ્ટિકોણ અમુક પ્રમાણમાં સિદ્ધ થયો છે; પણ હજુ લાંબી મંજિલ બાકી જણાય છે. આ માટે યુવા-સંગઠોનોનું કાર્યશક્તિબળ અને પ્રૌઢો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org