________________
આપણો સંસ્કાર વારસો
>>>G[ z**=* ફ
ખ્યાલમાં આવી શકે છે.
જન્મ પછીના પાંચ વર્ષો સુધી બાળકોનો જો કોઇની સાથે વધારેમાં વધારે નિકટનો સંબંધ રહેતો હોય તો તે માતા સાથેનો છે; અને તેથી માતાના સમસ્ત વ્યક્તિત્વની તેના પર એક અમીટ છાપ પડે છે, આજના શ્રીમંતો અને શહેરોમાં કામ કરતી વ્હેનોને મારે ખાસ આ વાત જણાવવી છે કે તેઓ નાના બાળકને રામા, આયાબાઇ કે સામાન્ય નર્સરી – (બેબી સીટીંગ) ના વિશ્વાસે ન મૂકે. નાના બાળકની માતા નોકરી વગેરે ન કરે તેવી અપેક્ષા ઉત્તમ બાળઉછેર માટે આવશ્યક છે અનિવાર્ય છે. એક ઉત્તમ માતા સો શિક્ષકો બરાબર છે એમ જે કહ્યું છે તે પરમ સત્ય છે. આમ, ભારતીય નારીના જીવનનું સૌથી અગત્યનું પાસુ તે તેનું માતૃત્વ છે.
નારી સ્ત્રી પણ છે. પુરુષની તે અર્ધાંગિની છે, તેની પ્રેમદા પણ છે, પ્રેરણા પણ છે, વિશ્રાંતિ છે, સહચરી છે, અનુગામિની છે, અંકિતા છે, પરમ મિત્ર છે અને સર્વ સુખ દુ:ખ ની ભાગીદાર છે. તેનું સન્માન, તેનુ શિક્ષણ, તેનું સંરક્ષણ, તેને હૂંફ આપવી અને તેની સર્વ સુવિધા પોષી તેને નિશ્ચિંત, નિરામય અને નિઃશંક રહે તેમ કરવું એ પુરુષવર્ગની ફરજ છે. જો પુરુષ તેમ કરતો નથી અને તેને માત્ર વિષયસુખનું સાધન જાણે છે તો તે ભ્રાંતિમાં છે, ખોટે રસ્તે છે, દુ:ખ પામશે. આ બાબતે પુરુષવર્ગે બરાબર જાગૃતિ કેળવી સ્ત્રીઓને
Jain Education International
-
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org