________________
આપણો સંસ્કાર વારસો
૫.
વિચારો અને આગળ વધો
જીવન એક નિરંતર વહેતી સરિતા છે, તેને બંધ બાંધીને પણ રોકી શકાશે નહીં. જીવન એક સંગ્રામ છે, જે છેડાઇ ચૂક્યો છે માટે બહાદુરીથી તેનો સામનો કરો. જીવન એક પડકાર છે, તેનો સુયોગ્ય પ્રતિભાવ આપવાનો જ છે. જીવન એક લાંબી અને કાંટાવાળી સફર છે; તેમાં પગરખા પહેરીને પણ ચાલ્યા જ કરવાનું છે અને તે મંજિલના પેલા છેડે જ વિશ્રાંતિ મળી શકે તેમ છે. આ માનવીની જિંદગી એ નિરંતર વ્યાપાર છે; માટે ટૂંકા અને લાંબા ગાળાના નફાને ખ્યાલમાં રાખીને, અંતે દેવાળુ ન નીકળે તેવી રીતે તે વ્યાપાર કુશળતાથી ચલાવવાનો છે.
૨૧
આપણે સૌએ જીવનમાં પુરુષાર્થને જ મુખ્ય કરવાનો છે. પ્રારબ્ધ છે ખરૂં, પરંતુ તે તો આપણા હાથમાં નથી. પ્રારબ્ધરૂપી ટેપ ચાલશે તો ખરી જ, પણ તેને બંધ પણ કરી શકાય, ભૂંસી (Eraze) પણ શકાય અને આવડત હોય તો તે જ ટેપ ફરીથી ટેપ પણ કરી શકાય.
પરંતુ પ્રારબ્ધની ટેપને કેમ વગાડવી, કેમ બદલવી અને કેમ નવી ઉતારવી એ કળા કોઇ સાચા અનુભવી સંત પાસેથી કે
Jain Education International
For Private & Personal Use Only
herbal
www.jainelibrary.org