________________
૨૦
આપણો સંસ્કાર વારસો
*
અત્યંત પ્રેમ અને વફાદારીથી ઘરનું જાણીને કરે; તો શેઠ તેને યોગ્ય પગાર, બોનસ, બઢતી આપીને તેને કર્મચારી ન ગણતાં ઘરના સભ્યની જેમ જ રાખે અને તેના સુખદુ:ખના બધા પ્રસંગોએ તેની પડખે ઊભા રહે. ૪. શિષ્ય, ગુરુની તન-મન-ધન લગાવીને ભક્તિપૂર્વક સેવા
કરે અને તેમની આજ્ઞાનું આરાધન કરે; તો ગુરુ તેને બધી વિદ્યાઓ ભણાવે, શાસ્ત્ર કે અન્ય જે કોઇ વિષય હોય તેમાં પારંગત બનાવે અને પરાવિદ્યાના ગૂઢ રહસ્યો સમજાવીને તથા પોતાનો કૃપાપાત્ર બનાવીને, તેને ઉચ્ચ શિખરે પહોંચાડવામાં પરમ સહાયક થાય. આ જ પ્રમાણે ડૉક્ટર-દર્દી, વકીલ-અસીલ, વેપારીઘરાક ઇત્યાદિ સર્વ સંબંધોમાં પરસ્પરનું હિત વિચારી, સામાને મદદરૂપ થવાની ભાવના અને ઉદ્યમ કરીએ, તો આપણે જેને રામરાજ્ય કહીએ છીએ તે અહીં જ અનુભવાય. માટે ભાવના ભાવીએ : સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
—
—
—
—
—–
| | યો 1: કર્મસુ શત્રમ્ |
અર્થાત્ પોતાના કર્તવ્યમાં નિપુણતા તેને | | યોગ કહે છે.
- શ્રીમદ્ ભગવદ્ગીતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org