Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ આપણો સંસ્કાર વારસો ૨૩ હૃદયની વિશાળતા જીવનના બહુમુખી વિકાસ માટે આ એક બહુ મહત્વનો ગુણ છે. જો કે આ ગુણનો વિકાસ ક્રમશઃ થઇ શકે છે તો પણ, જીવનને ઉચ્ચ શિખરે લઇ જવા તેની ખાસ આવશ્યકતા સાચી સમજણ, વૈચારિક ઉદારતા અને સહનશીલતા – આ ત્રણના પાયા ઉપર જ હૃદયપૂર્વકનો પૂર્ણ વિકાસ સાધી શકાય છે. સાચી સમજણથી નાની નાની બાબતોમાં ખોટું લાગતું નથી, ખેદ થતો નથી કે ઉશ્કેરાટ આવી જતો નથી. તે સમજણ એવી કે જે કાંઇ બને છે તે ઠીક જ છે એમ સ્વીકારી, જીવનરૂપી નાટક તે પુણ્યપાપનું ફળ છે એમ જાણવાથી બીજાનો વાંક કાઢવાની અને પોતાના અહંકારપૂર્ણ કર્તુત્વની બુદ્ધિ દૂર થાય છે. આમ થવાથી જીવનના વિવિધ કોયડાઓનું સમાધાન સહજ અને સરળપણ થઇ જાય છે. વૈચારિક ઉદારતા એ સામાના અસ્તિત્વનો યથાર્થ સ્વીકાર સૂચવે છે. મારું તે જ સાચું એમ નહીં પરંતુ બીજા દ્રષ્ટિકોણથી અન્યની વાત પણ સાચી છે – એમ જેટલું સારું છે તેટલું બધુંય મારે માન્ય છે, એવી સાપેક્ષદ્રષ્ટિવાળી સમજણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82