Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ ૧૪ આપણો સંસ્કાર વારસો આજીવિકા સારી રીતે ચાલે અને લગ્નાદિ સામાજિક પ્રસંગો, આકસ્મિક ખર્ચાઓ તથા ઘડપણ માટે યોગ્ય બચત થાય તેને ખ્યાલમાં રાખીને ધન કમાવાનો પુરુષાર્થ કરવાનો જ છે. નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ખેતી કે અન્ય વ્યવસાય દ્વારા aloa zla (By Fair Means and Fair Dealings) ધન કમાવું તે વ્યાજબી છે, આવશ્યક છે. પરંતુ આમ કરવામાં અન્યાય, વિશ્વાસઘાત, ભેળસેળ, ઘોર હિંસક કૃત્યો કે એવાં મોટા પાપોથી બચીને, ન્યાયપૂર્વકના ઉદ્યમથી કમાવાનું છે. આવો પુરુષાર્થ કૌટુંબિક કે સામાજિક સંબંધોની ઉપેક્ષા ન કરી નાખે તે પણ જોવું જરૂરી છે. યોગ્ય સંતતિ તથા સ્વજનમિત્રવર્ગ માટે જરૂરી સમય ફાળવવા તરફ, પોતાની સામાજિક ફરજ બજાવવા તરફ તથા વિશેષ કરીને બાળકોમાં સારા સંસ્કારો પડે, તેમની સાથે થોડો સમય નિરાંતે ગાળી શકાય અને આમ સ્નેહ, સંસ્કારીકરણ અને સૌહાર્દુની સરિતા સૂકાઇ ન જાય તેનો ખ્યાલ પણ વિચારવાન મનુષ્ય રાખવો જ રહ્યો. જેઓ સંપત્તિ, સંતતિ અને સામૂહિક જીવન સાથેના સંબંધોનો સંતુલિત વિકાસ કરતા નથી અને માત્ર પૈસા પાછળ જ આંધળી દોટ મૂકે છે, તેઓને મોટા ભાગે પસ્તાવું પડે છે અને નીચેની એક કે વધુ વિપત્તિઓનો ભોગ બનવું પડે છે. ૧. દામ્પત્યજીવનમાં તનાવ, મૂંઝવણ અને પરસ્પર અવિશ્વાસની ભાવના. | ૨. પોતાના શરીર ઉપર બ્લડ-પ્રેશર, હૃદયરોગ, હોજરીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82