________________
૧૬.
આપણો સંસ્કાર વારસો
WBBT]BIES
નવી પેઢીની સમસ્યાઓ દરરોજ છાપામાં એવી જાહેરખબરો આવે છે કે છોકરો લાપત્તા છે, ખોવાઇ ગયો છે કે રીસાઇને ઘરેથી જતો રહ્યો
છે. નીચે મા-બાપોની સહી હોય છે કે જ્યાં ગયો હોય ત્યાંથી | જલ્દી ઘેર આવી જા તને કોઇ કાંઇ નહીં કહે. * વળી, કૉલેજ કે સ્કૂલના વિદ્યાર્થીઓ મા-બાપની સામે બોલે છે, પગે લાગતા નથી, કહ્યામાં રહેતા નથી, ઘેર પાછા આવવામાં અનિયમિત કે મોડા પડતા હોય છે, વધારે ખર્ચ કરે છે અને પાન-મસાલા-ગુટકા તથા તમાકુ કે એવા માદકપદાર્થોને પણ સેવે છે.
કન્યાઓ ફેશનના રવાડે ચડીને ઉભટ વેશ તથા શૃંગારના સાધનોના અતિરેકમાં રારો છે અને ઘરના કામોમાં કે પોતાના અભ્યાસમાં બરાબર ધ્યાન આપતી નથી. આ અને આવી અનેક સમસ્યાઓ આજે સમાજમાં ઠેર ઠેર દેખાય છે. ઘણીવાર બાળકોની અને કુટુંબની આવી સમસ્યાઓ માટે લોકો અમારા સાધના કેન્દ્રોમાં કે એવી સંસ્કાર-સિંચક વિદ્યાપીઠોના સંતો કે સંચાલકો સમક્ષ પણ આવે છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી નાની-મોટી સમસ્યાઓ
Jain'Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org