________________
• આપણો સંસ્કાર વારસો
૧૫
ચાંદી, અપચો, અનિદ્રા, કે માદક-દ્રવ્યોના સેવનની
અસરથી થતી આરોગ્યની હાનિ. ૩. ચીડિયા સ્વભાવથી બાળકો અને સ્વજન-મિત્રોમાં અપ્રિય
થઇ પડવું. ૪. ઘણુંખરૂં લોભિયા અને શંકાશીલ સ્વભાવવાળા બની જવું.
આવા મનુષ્યને જીવનમાં સુખ, શાંતિ, સ્નેહ, સંપ, સંતોષ, સમાધાન કે સુયશની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે અને આલોકપરલોક બન્નેની બાજી તે હારી જાય છે.
સંસ્કારવાળી સંતતિ વગરની સંપત્તિના મોટા મોટા ઢગલાઓને પણ માટી અને ઉકરડો જ જાણો. તેનાથી સુખ નહીં જ મળે તે પરમસત્યનો ત્વરાથી સ્વીકાર કરો અને ધર્મની સ્વીકૃતિપૂર્વક જ અર્થોપાર્જનનો, કૌટુંબિક સંબંધોનો, ઘમ્પત્ય સહવાસનો, સુયશની પ્રાપ્તિનો, આરોગ્યના નિયમોનો, પોતાની ફરજોનો, સામાજિક મોભાનો અને મન-વચનકર્મની પવિત્રતાનો સ્વીકાર થાય તેવા ઢાંચામાં પોતાના જીવનને ટાળવાનો પુરુષાર્થ કરો. સદ્ધાંચન, સદ્વિચાર અને સદાચારની ભૂમિકા ઉપર જ સાચા સુખી જીવનનો મહેલ ટકી શકે; આ પાયાઓ જેના જેટલા મજબૂત તેના જીવનની બુનિયાદ તેટલા પ્રમાણમાં સદૈવ સાબૂત.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelli
www.jainelibrary.org