________________
આપણો સંસ્કાર વારસો
સંતતિ, સંપત્તિ અને સંસ્કૃતિ
વર્તમાનયુગને લોકો ભલે વિજ્ઞાનયુગ કહેતા હોય પણ તે જ્ઞાન-વિજ્ઞાન પોથીગત, ઇન્દ્રિયગત કે બુધ્ધિગત હોવાથી તેની અમુક મર્યાદા છે. ભારતીય મનીષિઓ જેને દિવ્ય જ્ઞાન કે આત્મજ્ઞાન કહે છે તેની પ્રાપ્તિમાં તે જ્ઞાન સીધું સહાયક થઇ શકતું નથી. આ યુગની બીજી લાક્ષણિકતા એ છે કે તેવા આધુનિકતાવાદીઓ, સુધારાવાદીઓ કે ભૌતિકવાદીઓ માટે જીવનમાં બે જ પુરુષાર્થ શક્ય બને છે. ગમે તે ઉપાયો અને રીતરસમોથી ખૂબ પૈસો ભેગો કરવો અને તેનો પોતાના અંગત, સ્વાર્થમય, બિનજરૂરી મોજશોખવાળી અને રંગરાગમય ભોગપ્રવૃત્તિમાં વાપરવો. જે સમાજમાં જીવનનો આવો અભિગમ મુખ્ય બની જાય તે સમાજ વિલાસી, નિસ્તેજ, નિર્માલ્ય, સ્વાર્થમય-પ્રવૃત્તિવાળો, લાંચરૂશવતખોર અને બીજા અનેક દુર્ગુણોથી દૂષિત બની થોડા કાળમાં વિનાશના પંથે પ્રયાણ કરનારો બની જાય છે. તેવા સમાજમાં જીવનના ઉચ્ચ માનવીય મૂલ્યો, વિશિષ્ટ સદ્ગુણો કે આધ્યાત્મિક વિકાસ પ્રત્યેની કોઇ ખેવના કે તમન્ના રહેતી નથી.
સામાન્ય મનુષ્યે પોતાના અને પોતાના આશ્રિતોની
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org