________________
આપણો સંસ્કાર વારસો
૧૧
-
૪
– ૧ *
સત્યમ્ શિવમ્ સુંદરમ્ આપણા દેશની સંસ્કૃતિનો મૂળ પાયો શાશ્વત સત્યને આગળ રાખીને ચાલવાનો રહ્યો છે. આ કારણથી જ સત્યમશિવમ–સુંદરમ એ સૂત્રમાં પણ પ્રથમ સત્યને અને પછી શિવને રાખીને જ સુંદરમનો સ્વીકાર કરેલ છે.
જીવનના ચાર પુરુષાર્થ મહાપુરુષોએ કહ્યાં તેમાં પણ ધર્મને જ પ્રથમ કહ્યો છે અને તેની સ્વીકૃતિપૂર્વક જ પછીના ત્રણ પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ કહી છે. આપણા આવા ઉત્તમ જીવન-અભિગમને જ્યારથી આપણે ભૂલતા થયા ત્યારથી આપણી અવનતિ થતી ગઇ છે અને પોતાના તુચ્છ સંકુચિત સ્વાર્થ ખાતર સમાજ અને રાષ્ટ્રનું હિત વિસારીને દુઃખી થયા છીએ.
પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું અંધ અનુકરણ છેલ્લા લગભગ ૫૦ વર્ષમાં આપણે કર્યું તેથી, આપણા કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ન્યાયતાંત્રિક અને આધ્યાત્મિક જીવનનો જે ત્વરિત રકાસ થયો છે તેનો આપણને કુટુંબના વિઘટનમાં, સ્ત્રીઓના વધતા જતા આપઘાતના બનાવોમાં, રોડ તેમજ રેલ્વેના વ્યાપક અકસ્માતોમાં, વિદ્યાર્થીઓની, સરકારી કર્મચારીઓની ગેરશિસ્તમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org