________________
ખેવનામાંથી આ પુસ્તકનું સર્જન થયું છે.
ઉપદેશના ડુંગર કરતાં આચરણનું એક તરણું ઘણું મહત્વનું છે. :ગિયાર વર્ષની ઉંમરે રાષ્ટ્રભાવના અને સોળ વર્ષની વયે અધ્યાત્મભાવના તરફ પ્રયાણ કરનાર પૂ. આત્માનંદજીના જીવનમાંથી જ જીવનવિકાસનું પાથેય મળી રહે તેમ છે. હજારો વર્ષોથી આ દેશને ટકાવનારી સંસ્કૃતિના મૂળમાં સમયે સમયે સંતોએ કરેલી મૂલ્યોની હિફાજત છે. નરસિંહ મહેતા હોય કે તુકારામ, સ્વામી વિવેકાનંદ હોય કે સંત વિનોબાજી હોય – એ બધાએ પોતાની આસપાસના સમાજને જોયો, જાણ્યો અને સમાજને સાચા જીવનનો રાહ બતાવ્યો.
-
આ પુસ્તક પણ એક સંતના ચાર દાયકાના અનુભવોનો ગુલદસ્તો છે. એમાં પરિસ્થિતિની વાસ્તવિક્તાની સાથે વિધેયાત્મક દૃષ્ટિકોણ અપનાવીને સમાજના સ્તરને ઊંચું લાવવાનો પ્રયાસ છે. શિક્ષણશાસ્ત્રી પાસે શિક્ષણનું જગત હોય છે, અર્થશાસ્ત્રી પાસે અર્થકારણનું વિશ્વ હોય છે, રાજકીય વિચારક પાસે રાજકારણનું ચિંતન હોય છે; પરંતુ સંત પાસે તો સર્વગ્રાહી દૃષ્ટિકોણ હોય છે. પરિણામે આ નાનકડું પણ મૂલ્યવાન પુસ્તક સમાજને પથપ્રદર્શક બની રહેશે.
તા. ૫ એપ્રિલ ૯૮
અમદાવાદ.
Jain Education International
- કુમારપાળ દેસાઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org