________________
આધ્યાત્મિકતાનું વૃક્ષ મહોરી શકે. આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન એ જીવનની નિર્મળતા, વિચારોની ઉચ્ચતા, કર્તવ્યપાલનની જાગૃતિ અને ગુણોની આરાધના છે, આથી આ પુસ્તકમાં સર્વજનહિતકારી ભારતીય સંસ્કૃતિની ભાવના પ્રગટ કરી છે. જીવનમાં સમન્વયાત્મક દૃષ્ટિકોણની આવશ્યકતાની જિકર કરી છે. સમયનો ઉપયોગ, નિવૃત્તિનું આયોજન, પુરુષાર્થનો પ્રભાવ, આરોગ્યનું જતન, ચારિત્ર્યની ઉચ્ચતા, વાણીનો વિનય જેવી જીવનની મૂળભૂત પરંતુ મહત્ત્વની બાબતો વિશે આમાં વિચારો મળે છે. પૂ. આત્માનંદજીએ સામાન્ય નિર્ણયો તારવવાને બદલે આમાં જીવનસમગ્રના અનુભવનું નવનીત આપ્યું છે. બનાવટી સમાધાનનો રસ્તો બતાવવવાને બદલે શાશ્વત ભાવનાઓ પર ભાર મૂક્યો છે. એક સંતપુરુષ પોતાની આસપાસના સમાજના સર્વતોમુખી ઉત્થાન માટે અહીં પોતાની વિચારધારા રજૂ કરે
છે.
સમાજની વાસ્તવિકતા સામે આંખમિચામણાં કરનાર સંતને, સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો તેવો સંત “આધ્યાત્મિક આળસુવેડા” નો ઉપાસક છે. આત્માની ઓળખ આપનારને આસપાસની સૃષ્ટિનો પરિચય હોવો જરૂરી છે. ધર્મભાવનાની વાત કરનારને જીવનના સંઘર્ષોનો ખ્યાલ હોવો જોઇએ.
સમાજને બેઠો કરે તે સંત. સાચા સંતનું આત્મકલ્યાણ માત્ર સ્વના સંકુચિત કુંડાળામાં સીમિત નથી. સંત તો સમાજને સુવાસ આપે, ચોપાસ સુવાસ ફેલાવે અને જરૂર પડ્યે નવી સુવાસ જન્માવે પણ ખરો. એક સંતની સમાજ અને સંસ્કૃતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org