Book Title: Aapno Sanskar Varso Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 6
________________ વેશ, ભાષા, ધર્મ, કાળ, નાત-જાત કે ઊંચનીચના ભેદ નથી. તે લૉસ-એન્જલિસથી ટોકિયો સુધીની વર્તમાન દુનિયાના પ્રત્યેક પ્રગતિશીલ માનવને સાત્વિક પ્રેરણાના પિયુષ-પાન કરાવશે એવી ભાવના છે. અત્રે પ્રસ્તુત પાથેય તદ્ગ સરળ અને રોજબરોજના બનાવો અને સંજોગોને ખ્યાલમાં રાખીને જ રજૂ થયું છે. તેમાં તત્વજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન લેવામાં આવ્યું નથી. આમ છતાં દરેક કક્ષાના મનુષ્યોને તેમાંથી કશુંક સારું ગ્રહણ કરવાની પ્રેરણા મળે અને જીવનમાં શાંતિ, સમાધાન, વાત્સલ્ય, હૃદયની વિશાળતા, આચાર-વિચારનો પરસ્પર પ્રભાવ, માનવમાત્રની મૈત્રી, પ્રભુભક્તિની ઉપયોગિતા અને ભાવોની નિર્મળતા પ્રત્યે સભાનતા આવે તો ભવિષ્યમાં સાચી આધ્યાત્મિકતા માટે પ્રીતિ જાગે, આમ વિચારીને સુસંસ્કારોને જીવનમાં વણી લેવાની પ્રેરણા કરી છે; તે આબાલ-વૃદ્ધ, યુવાવર્ગ, મહિલાવર્ગ અને ધાંધલધમાલની આંધળી ઘેટમાં (Rat-Race) અટવાયેલા સૌને જરા થોભીને સ્વસ્થ થવામાં ઉપયોગી થાઓ તેવી અંતરની ભાવના વ્યક્ત કરું છું. આ પુસ્તિકાના હાર્દની પ્રાસ્તાવિક રજૂઆત આમારા આત્મીયજન ડૉ. કુમારપાળ દેસાઇએ કરેલ છે, જે બદલ તેઓને હૃદયપૂર્વકના ધન્યવાદ ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ કોબા ( E તા. ૯-૪-૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82