Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ સહજ બાળપણથી જ એક એવી લગની લાગી હતી કે જીવનમાં શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી. એ કંઇક અપૂર્વ હોય, દુર્લભ હોય અને છતાં શાશ્વત હોય. જે પ્રાપ્ત કર્યા પછી અન્ય કશું પામવાની ઇચ્છા રહે નહીં, કારણ કે આપણે જે પ્રાપ્ત કર્યું હોય તેનાથી વિશેષ અને મહાન આ વિશ્વમાં કંઇ હોય જ નહીં. જીવનમાં સદૈવ આવો અભિગમ અને ઉદ્યમ રહ્યો. આ વાત સાત-આઠ વર્ષની ઉંમરે કંઇક અસ્પષ્ટપણે અને ૧૪-૧૫ વર્ષની ઉંમરથી સ્પષ્ટપણે સાકાર થવા લાગી અને મા સરસ્વતીની ઉપાસના સહિત પરમાત્મા-સદ્ગુરુની શરણાગતિથી તેનો ઠીક-ઠીક પ્રારંભ થયો. પછી તો આ સફર ચાલુ જ રહી. વચ્ચે કાંટા-કાંકરા, ખાડા-ટેકરા અને પોતાની પણ કાંઇક નબળાઇઓ આવી જતી. આવુ બધું બનવા છતાં, આજે ૬૮ વર્ષની શરીર-અવસ્થામાં સ્વચ્છ, વિવેકી અને સ્વપર-ઉપકારી જીવનનો જે પણ કાંઇ સ્વલ્પ આનંદ અનુભવાય છે તે સંતસદ્ગુરુઓ અને તેમની દિવ્ય વાણી અને કૃપાનો પ્રસાદ ગણું સામાન્યપણે છેલ્લા લગભગ ૪૫ વર્ષોમાં જે કાંઇ લેખન, વાંચન,સ્વાધ્યાય,ભક્તિ પ્રવચન, તીર્થયાત્રાદિ સત્સાધનો જીવનમાં આત્મસાત્ થયાં, તેથી સ્વહિત-સન્મુખતા વિશેષપણે સારી રીતે સિદ્ધ થઇ. આમ છતાં છેલ્લા દસેક વર્ષોના અનુભવનું તારણ કાટું તો એમ લાગે છે કે આજના સમયમાં જનસમૂહ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82