Book Title: Aapno Sanskar Varso Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ જિજ્ઞાસુ બન્નેમાંથી કોઇ પણ વર્ગ સાચી આધ્યાત્મિકતાને પચાવવાની તત્પરતાવાળું મળતું નથી. પરિણામે માત્ર અધ્યાત્મપાથેય પીરસવા કરતાં રોજબરોજના જીવનમાં ઉપયોગી અને ઉપકારી થાય તેવા કેટલાંક વ્યવહારુ મુદ્દાઓનું આલેખન કર્યું છે. જીવનની સામાન્ય શુદ્ધિ, સદાચાર અને સદ્ગુણોના અંશો, કૌટુંબિક, સામાજિક કે સંસ્થાકીય જીવનમાં નાના-મોટા સાથે મન-વચન-શરીરનો વ્યવહાર રૂડી રીતે કરવાની કળા, ધંધોખેતી-વ્યવસાય-નોકરી વગેરે કરતાં કરતાં પણ કેવી જાગૃતિ રાખવી તેની સાચી સમજણ; બાળકો અને નવી પેઢી સાથે કેવો અને કેટલો વ્યવહાર રાખવો અને જીવનવિકાસ માટેનો પાયારૂપ અભિગમ તેમજ વર્તન કેવા રાખવા કે જેથી સત્પાત્રતા આવે. આમ કરવાથી મનુષ્ય સારો માનવ, સજ્જન કે પ્રાથમિક ભૂમિકાનો જિજ્ઞાસુ બને એ હેતુથી, અનુભવાયેલા તથ્યોને સાદી ભાષામાં લખ્યાં છે. ભવાંતરોના આર્ય-સંસ્કારોના પ્રભાવને કારણે તેમજ બાળપણથી ભારતીય પદ્ધતિના ઉછેર અને વાતાવરણની સ્વીકૃતિને લીધે, આ કૃતિમાં ભારતીયતાની છાપ વિશેષ જોવા મળે છે, પરંતુ આ કૃતિના સૂક્ષ્મ અભ્યાસીને તરત સમજાઇ જશે કે તેમાં મૂળભૂત માનવીય અને અધ્યાત્મપ્રેરક અભિપ્રાયો તેમજ આચાર-વિચારોની એવી રજૂઆત થઇ છે કે જે માનવમાત્રને જીવનના ઉન્નત મૂલ્યો તરફ લઇ જવાની દ્રષ્ટિ પ્રદાન કરી તેના અંતિમ ધ્યેયરૂપ પરમાત્મદર્શન માટેની ભૂમિકા તૈયાર કરવામાં સહજપણે ઉપકારક બની શકે છે. તેમાં દેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82