Page #1
--------------------------------------------------------------------------
________________
ન
).
@klbllidka Ik
જૈન ગ્રંથમાળા
N દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦ ૦૪૮૪૬
પંડિતશ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકેને ભેટ.
પંડિત શ્રી વીરવિજયજીનું
જન્મચરિત્ર
-
પ્રયાસપૂર્વક તૈયાર કરનાર
મૌક્તિક.
પ્રકાશક: શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગ૨.
છે વીર . ૨૪૬૧ ]
::
[ વિ. સં. ૧૯૯૧
કિંમત ત્રણ આના.
મુદ્રક –શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહેદય પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન
પંડિત શ્રી વીરવિજયજીનું ચરિત્ર લખવામાં ભાઈ માતીચંદ ગિધરલાલે ઘણા પ્રયાસ કર્યો છે. તેમની કૃતિ જ્યાં જ્યાં જોવામાં આવી ત્યાં ત્યાંથી એકત્ર કરી તેની નોંધ ઉપજાવી કાઢેલી, તે આ ચરિત્રમાં દાખલ કરી છે.
જ
ખાસ કરીને પ ંડિત શ્રી વીરવિજયજીના શિષ્ય મુનિ રગવિજયજીએ વીરનિર્વાણુ રાસ બનાવેલા છે અને જે જૈન ગુર્જર ઐતિહાસિક રાસ સંચયમાં સુમારે ૨૦ પૃષ્ઠમાં છપાયેલ છે તે સાધન મળી જવાથી તેમનું ચિરત્ર લખવામાં સુગમતા થઇ છે. એમના ગુરૂ શુભવિજયજીનું ચરિત્ર જે શુભવેલીના નામથી પડિતશ્રી વીરવિજયજીએ જ લખેલું છે તે મેળવીને આ સાથે અસલ અથવા તેને ભાવા આપવા ધારણા હતી પરંતુ તેના ઉપાશ્રયવાળા ભક્તજનેા પાસે પ્રાર્થના કરતા કરાવતાં છતાં પણ મળી ન શકવાથી તે દાખલ કરી શકયા નથી. એક બધુએ તેના ઉપાશ્રયમાં શુભવેલી વંચાતા સાંભળીને કેટલીક હકીકત લખી માકલી હતી પરંતુ તેમાં કાંઇ વિશેષ હકીકત ન જણાવાથી તેને ઉપયોગ કરેલા નથી. વીશમી શતાબ્દિના પ્રાર ંભ સુધી આ પુરૂષની હયાતી હતી. તે શાસનના સ્થંભ જેવા હતા. શાસનને માટે ગમે તેની સામે બાથ ભીડવા તૈયાર હતા. એવા પુરૂષની કૃતિને માન આપવાની આવશ્યકતા જણાવાથી અમે એમની કરેલી ચેાસ પ્રકારી પૂજા, પંચકલ્યાણકની પૂજા તથા અષ્ટપ્રકારી પૂજા અર્થ સાથે છૂપાવી તેને લાલ જૈન વર્ગને આપ્યા છે. આવા મહાપુરૂષની શાસનને કાયમને માટે અપેક્ષા છે, બાકી, શ્રી વીરપ્રભુનું શાસન તેા જયવંતુ વતે છે. કિં બહુના ?
આસા શુદ્ધિ છ
સ. ૧૯૯૧
}
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
૧ શ્રી વીરવિજયજી ૨ જીવનચરિત્ર
૩ જન્મ અને કેળવણી
...
વ્યવહારદક્ષતા
૪ લગ્ન
૫ દીક્ષાનુ નિમિત્ત
૬ શુવિજયને સંબંધ
૭ દીક્ષા
...
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૨
...
00000000000000
૮ અભ્યાસ
૯ ભટ્ટીપાળને ઉપાશ્રય ૧૦ પંન્યાસ પદવી... ૧૧ સ્થાન અને વિહાર ૧૨ કાળધમ
...
૧ સુરસુંદરીનો રાસ ૨ ધસ્મિલનેા રાસ ૩- ચદ્રશેખરના રાસ
:
...
::
...
:
...
...
...
:
:
:
...
00000000000000
...
00000000000000
પૂજા સાહિત્ય.
...
:
...
૧ અષ્ટપ્રકારી પૂજા ૨ ચેાસઠ પ્રકારી પૂજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
:
::
...
...
::
વિ તરીકે શ્રી વીરવિજયજી,
...
...
...
કવિશ્રીની કૃતિઓ.
:
...
...
...
...
...
...
0000
...
:
:::
:
...
...
:
...
...
...
:
...
:
::
...
:
...
...
:
⠀
...
3 x
૪
૫
૫
૬
८
૧૦
૧૦
૧૧
૧૧
૧૩
૧૫
૧૯
૧૯
૨૩
૨૩
૩૪
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૩ પીસ્તાળીસ આગમની પૂજા
૪ નવાણુ પ્રકારી પૂજા ૫ આર વ્રતની પૂજા ૬ પંચ કલ્યાણકની પૂજા
...
...
436
૧ સ્થૂલિભદ્ર શિયળવેલ-પંદર તિથિ
૨ હિતશિક્ષા છત્રીશી
૩ ઢાળિયાં
૪ ચામાસી દેવ
...
...
પ્રકીર્ણ પદ્ય કૃતિઓ.
...
...
...
...
...
...
630
: :
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
૫ સ્નાત્ર
૬ સ્તવને
છ સ્વાધ્યાય
૮ ગહુ ળી
૯ પરચુરણ સ્તુતિ, ચૈત્યવંદના, વિવાહલો, શુભવેલી, સામૈયું, રાસક્રીડા, લાવણી, આરતિ વિગેરે
૧ ગદ્યસાહિત્ય
૨ સંસ્કૃત સાહિત્ય ...
...
...
...
...
8.0
...
...
:
...
...
: :
: : : :
::::
...
...
...
× ૪ .
...
૪ર
૪૩
རྞ ཎྜ ༥ ༢ ༥
અમારે ત્યાંથી મળશે.
૧ પંડિતશ્રી વીરવિજયજી કૃત ચેાસઠ પ્રકારી પૂજા અ–વિવેચન તથા તેમાં આવતી (૨૫) કથાએ અને પંચકલ્યાણકની પૂજા સા. રૂ ૧)
૨ માત્ર (૨૫) કથાઓને! સંગ્રહ
૩ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સા ૪ અષ્ટપ્રકારી પૂજા-સા ૫ શ્રી પ્રશ્નચિંતામણિ ( પ્રÀાત્તર ) અર્થ સહિત
...
...
૪૮
૪૮
૫૧
પર
૫૩
૫૭
૬૦
ને પણ ની
0-1-0
૦-૩-૦
૦-૧
૧-૪-૦'
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
OOOOOOO
0
C
(
i
a
ILLICOOT COTTOO
BE
ગુજરાત વિગેરેમાં સુવિખ્યાત છે પંડિત શ્રી વીરવિજયજીનું
જન્મચરિત્ર
ગુજરાતી પ્રાચીન યુગને ત્રણ વિભાગ પાડવામાં આવે છે. તેમાં વિક્રમની ઓગણુશમી શતાબ્દિ એ પ્રાચીન ગુજરાતીને અંતિમ વિભાગ છે. એના ત્રણે વિભાગમાં અનેક મહાન કવિઓ, લેખક અને પ્રચારકે ગુર્જર ગિરાની અનેક પ્રકારે સેવા કરી પિતાના નામને જવલંત કરી ગયા છે. એ અંતિમ વિભાગ પૂરો થયા પછી વશમી વિક્રમ શતાબ્દિ શરૂ થાય છે જે તદ્દન અર્વાચીન યુગ છે. એ યુગ કવિવર નર્મદાશંકર અને દલપતરામથી શરૂ થાય છે.
આપણે આજે જે કવિનાં જીવનવૃક્ષ અને કાવ્યચાતુર્ય પર વિચાર કરીએ છીએ તેનો સમય વિકમની ઓગણુશમી શતાબ્દિ હાઈ એ વર્તમાન યુગની શરૂઆત અને પ્રાચીન યુગના અંતિમ વિભાગના છેડા પર આવે છે. * કોઈપણ કવિ કે લેખકના જીવનવૃત્તાંતે મેળવવામાં અને તેને લગતું સાહિત્ય એકઠું કરવામાં ઘણી મુસીબત પડે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૨ )
પંડિતશ્રી કારણ કે ઈતિહાસ લખવાની કે તેને જાળવી રાખવાની જરૂર રીઆત પ્રાચીનેએ બહુ વિચારી હોય એમ લાગતું નથી. છુટીછવાઈ હકીક્ત, પ્રશસ્તિઓ અને લેકકથાઓને આધારે ઐતિહાસિક સાહિત્ય તૈયાર કરવું પડે છે, છતાં જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ સાધનાની વિપુળતા પ્રાપ્ત થાય છે.
જૈન કવિઓના સંબંધમાં એકંદરે પ્રમાણમાં વિશેષ સાધને મળી આવે છે, કારણ કે લગભગ દરેક ગુજરજેન કવિ ગ્રંથને છેડે પ્રશસ્તિ લખવાનો રિવાજ રાખતા હતા. તેમાં તેઓ પોતાના ગુરૂની પરંપરા, પિતાના ગચ્છનું નામ, ગ્રંથ બનાવવાનું સ્થાન અને સમય તથા ગ્રંથ લખવાની પ્રેરણા કરનારની હકીક્ત ઘણુંખરૂં લખતા હતા. આથી ગ્રંથકર્તુત્વને સમય મુકરર કરવામાં બહુ મુશ્કેલી પડતી નથી. બહુ થોડા અપવાદ બાદ કરતાં લગભગ દરેક જેને લેખક સાધુ કે યતિ થયા છે, એટલે તેઓનું સંસારી જીવન કેવું હતું? ક્યાં થયું હતું? તેમની વય કેટલી હતી? વિગેરે ચરિત્ર-ઉપગી હકીક્ત મેળવવામાં ઘણું મુસીબત પડે છે. બીજી મુસીબત તેમના સ્થાનને લગતી પડે છે કેમકે તેઓ એક સ્થળે રહેતા નથી, વિહાર કરતા રહે છે તેથી તેમનું સ્થાન એક તો હોઈ શકે જ નહિ એ ઉઘાડી વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરવિજયજી
ઉપરની સર્વ બાબતેમાં કવિશ્રી વીરવિજયજીના સંબંધમાં બહુ મુશ્કેલી નથી. એક તે તેઓશ્રી વિક્રમની ઓગણીશમી શતાબ્દિના મોટા ભાગમાં થયેલા હોઈને પ્રમાણમાં નજીકના સમયમાં થયેલ છે તેથી તેમનાં જીવનવૃત્તનાં અવશેષો જળવાઈ રહ્યા છે અને બીજું તેમના શિષ્ય શ્રી રંગવિજયે વીરનિર્વાણ રાસ લખી તેમના સંબંધની ઘણી હકીકત એકઠી કરી છે અને તેમણે પોતે પણ દરેક ગ્રંથની પ્રશસ્તિ લખી કેટલીક હકીક્ત બેંધી દીધી છે. એ ઉપરાંત એમણે પોતાના ગુરૂ શુભવિજયજીના સંબંધમાં “શુભવેલિ” નામનું કાવ્ય અમદાવાદમાં સં. ૧૮૬૦ના ચિત્ર શુદિ ૧૧ દિને ગુર્જર ગિરામાં લખી ઘણી હકીકત પ્રકટ કરી છે. એ ઉપરાંત તેમના અનુયાયી વર્ગમાં તેમના સંબંધી કેટલીક હકીકત જળવાઈ રહી છે અને સંવત ૧૯૭૬માં શા. ગિરધરલાલ હીરાભાઈએ તેમને ટૂંક પ્રબંધ છપાવી બહાર પાડ્યો છે.? આ સર્વ સાધને અનુસાર તેઓશ્રીનું એક નાનું સરખું જીવનચરિત્ર તૈયાર કરી શકાય તેમ છે. એમની કવિ તરીકેની ખ્યાતિ અત્યંત વિશાળ છે, એમના
૧ આ રાસ જૈન ગૂર્જર એતિહાસિક રાસ સંચયમાં પૃ. ૮૬ થી ૧૦૫ સુધીમાં પ્રસિદ્ધ થયેલ છે. ૨ આ અમુક સંખ્યામાં પાનાને આકારે પ્રકટ થયેલ છે પણ તે બધાને લભ્ય નથી. શ્રી વીરવિજયજીના ઉપાશ્રયમાં અમદાવાદમાં તે અમુક તિથિએ વંચાય છે. તેને સાર જૈન યુગ પુ. ૪ પૃ. ૧૩૧ માં આપેલ છે. ૩ તે પ્રબંધ પાછો જેન યુગ પુ. ૪ પૃ. ૧૩૨ થી ૧૪૧ સુધીમાં પ્રકટ થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૪ )
’
પંડિતશ્રી પ્રત્યેક કાવ્યમાં શબ્દાલકાર અને અર્થાલંકાર ભરેલા છે, એમના પ્રત્યેક રાસામાં રસમય અદ્ભુત આખ્યાયિકાએ (Romances) છે, એમની પ્રત્યેક કૃતિ ધ્વનિકાવ્યની કક્ષામાં આવે છે, એમના ઉપદેશમાં વ્યવહારૂતા છે, એમના વર્ણના આનંદ, આહ્લાદ અને પ્રેમ ઉત્પન્ન કરનાર હાઇ પ્રેરક બને છે, એમણે સર્વ રસાનુ અદ્ભુત રીતે પાષણ કર્યું છે, એમના પ્રત્યેક કાવ્ય ગેય હાવા ઉપરાંત એમાં શબ્દચમત્કૃતિ એવી સુંદર છે કે એક વાર સાંભળ્યા પછી એના રણઝણાટ કાનમાં ગુજારવ કરે છે અને હૃદયમાં તાન કરે છે. એમની કરેલી સ્થૂળભદ્રની શિયળવેલ ગુજરાત–કાઠિયાવાડમાં ઘેર ઘેર રસપૂર્વક ગવાય છે અને એમના ગરબા અને ગુહલીએ એક સો વર્ષ પછી પણ અસાધારણ રસ ઉત્પન્ન કરે છે. આવી કિવ તરીકેની તેમની ચમત્કૃતિ છે તે વ્યક્ત કરતાં પહેલાં અને તેના દષ્ટાંતા રજી કરતાં પહેલાં તેમના જીવનચરિત્ર સંબંધી ઉપલબ્ધ હકીકત વિચારી જઇએ.
જીવનચરિત્રઃ—
ગુજરાતમાં અમદાવાદ શહેર એ જૈનનુ કેન્દ્રસ્થાન છે. એને જૈન કવિઓએ ‘ રાજનગર ’ નું યથાર્થ ઉપનામ અનેક ગ્રંથામાં આપ્યું છે. એ ‘ જૈનપુરી'ના નામથી પણ પ્રસિદ્ધ છે. જેનેાના અનેક પ્રેરણાત્મક પ્રસંગો એ ગુજરાતની રાજધાનીમાં અન્યા છે. અને એનુ એ સ્થાન અદ્યાપિ પર્યંત ચાલુ છે. એ શહેરમાં પાનકારના નાકાની અને શહેર બહારની શેઠ મગનભાઇ કરમચક્રની વાડીની વચ્ચેના ભાગમાં અસલના વખતમાં એક ઘીકાંટા હતા. ત્યાં ઘી તાળાતું હશે એમ સહજ અનુમાન થાય છે. એ ઘીકાંટાની નજીકમાં એક શાંતિદાસના પાડા ( મહેાલ્લા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
હતું. હાલ એ પાડાનું સ્થળ મુકરર થઈ શકતું નથી, પણ અનુમાનથી બતાવી શકાય તેમ છે.
એ શાંતિદાસના પાડામાં એક જણેશ્વર નામને ઔદિચ્ચ બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ વીજકેરબાઈ હતું. એમને એક પુત્રી અને એક પુત્ર હતો: પુત્રીનું નામ ગંગા અને પુત્રનું નામ કેશવરામ. આ કેશવરામ તે આપણું ચરિત્રનાયક છે. જન્મ અને કેળવણું –
એ કેશવરામને જન્મ સંવત ૧૮૨૯ના આસો શુદિ ૧૦ને રેજ થયે હતે. એને મળતો અંગ્રેજી માસ સપ્ટેમ્બર ૧૭૭૩ આવે છે. આ ઔદિચ્ય બ્રાહ્મણના પુત્રને નાનપણમાં કેવી કેળવણું મળી? એણે કયાં સુધી અભ્યાસ કર્યો ? એણે સંસ્કૃત ભાષાને અભ્યાસ નાનપણમાં કર્યો હતો કે નહિ? એ સંબંધી કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી. અનુમાન કરીએ તે તેમને તે વખતની પદ્ધતિ પ્રમાણે લખવા-વાંચવાનું, હિસાબ ગણવાનું, પત્રો લખવાનું અને પરોપાખ્યાનનું જ્ઞાન તે જરૂર નાનપણમાં મળ્યું હશે એમ ધારી શકાય. તે વખતે પણ મોટા શહેરમાં તદ્દન નિરક્ષરતા ન હતી. તેમને અંગ્રેજીનું જરા પણ જ્ઞાન ન હતું એ તેમની કૃતિઓ ઉપરથી સહેજે સમજાય તેવું છે.
લન –
કેશવરામના લગ્ન તેમની અઢાર વર્ષની વય થઈ તે પહેલાં થયાં હતાં. તેમની પત્નીનું નામ રળીયાત. તેમને ઘર* સંસાર કે ચાલ્યા અને કેટલે ચાલે? તેની વિગતે મળી શકતી
નથી. એકંદરે સંસાર સુખી હશે એમ “નિવાણરાસ” પરથી જણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પંડિતશ્રી છે. ઘરસંસાર બે કે ત્રણ વર્ષ ચાલ્યું હોય એમ જણાય છે. એમને અઢાર વર્ષ પૂરા થયા પછી તુરત જ તેમની દીક્ષા થાય છે તેથી તેમનું ગૃહસ્થ જીવન લાંબું ચાલ્યું હોય એમ લાગતું નથી. દીક્ષાનું નિમિત્ત –
કેશવરામના પિતા તે અરસામાં મરણ પામ્યા. કેશવરામ ભીમનાથ ગામે ગયા હતા. દરમ્યાન અમદાવાદના તેમના ઘરમાં ચોરી થઈ. કેશવરામ પાછો આવે એટલે માએ ઠપકે આ અને આવેશમાં ગાળ દીધી. કેશવરામને વાગબાણ એવું લાગ્યું કે તરત જ ઘર છોડીને એ નાસી ગયે. અને રેચકા ગામે ગયે. પાછળથી માને પસ્તાવો થયે એટલે તેણે છોકરાની ઘણુ શેાધ-ખળ કરાવી, મા જાતે તપાસ કરવા ગઈ, પણ એને પત્તો લાગ્યો નહિ. માતા ખુબ રડી, સ્ત્રી મુંઝાણી, પણ ઉપાય ન સૂઝ. રેચકા ગામે તપાસ કરતાં ખબર પડી કે ત્યાંથી એ બીજે ગામ ગયેલ છે અને ઘણે ભાગે કાઠિયાવાડ તરફ ગયેલ છે. માતાને એક તો તુરતમાં પતિના મરણથી પતિ વિયોગ થયો હતો અને છોકરે નાસી ગયો એટલે હેબતના માર્યા વીજકેરબાઈ પણ મરણ પામ્યા. કેશવરામની સ્ત્રીનું શું થયું તેની કાંઈ વિગત મળી આવતી નથી. માતાના મરણ અને ભાઈના નાસી જવાના સમાચારથી ગંગા બહેન પણ મરણ પામી.
શભવિજયને સંબંધ:
અહીં શુભવિજય નામના એમના ગુરૂમહારાજનું પાત્ર પ્રગટ થાય છે. જેની તપાગચ્છની વિજય શાખામાં સંવિગ્નShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
પક્ષી એ સાધુ હતા. તેમની પરંપરા અહીં જરા સમજી લઈએ. અઢારમી સદીની શરૂઆતમાં તપગચ્છની મૂળ પાટે વિજયસિંહસૂરિ હતા. તેમના માટે વિજ્યપ્રભસૂરિ આવ્યા. એ મૂળ પાટમાં ક્રિયાશથિલ્ય આવતાં સત્યવિજય પંન્યાસે કિયાઉદ્ધાર કર્યો. એ માટે એતિહાસિક બનાવે છે. ત્યારથી સંવિગ્ન પક્ષ નીકળે. એ પાટની પરંપરા આપણા ચરિત્રનાયકને અનુલક્ષીને નીચે પ્રમાણે છે.
સત્યવિજય પંન્યાસ. સં. ૧૭૫૬
કરવિજય. સં. ૧૭૭૫ ઉક્ષમાવિય. સં. ૧૭૮૬
જસવિજયગણિ.
શુભવિજય. આ આખો ઈતિહાસ બરાબર મળે છે તે પર આગળ વિવેચન થશે. અહીં એક વાત જણાવવી પ્રસ્તુત છે. જેના સાધુઓનું એક નિયત સ્થાન હેતું નથી. તેઓ ચોમાસા સિવાય આખો વખત વિહાર કરી એક ગામ કે શહેરથી બીજે ગામ કે શહેર ફર્યા કરે છે અને પિતાના જ્ઞાનને ઉપદેશદ્વારા અને પિતાના ત્યાગના દષ્ટાંતદ્વારા જનતાને આવડત, શક્તિ અને સંગ અનુસારે લાભ આપે છે.
૧-૨-૩ આ ત્રણેના નિર્વાણ રાસે રા. મોહનલાલ દલીચંદ દેશાઈ' સંપાદિત જેન રાસમાળા, પ્રકાશક અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૮ )
પંડિતશ્રી જૈન સાધુઓમાં જ્ઞાતિભેદ નથી. જે કે જેન દેવ-ગુરૂધર્મને સ્વીકાર કરે તેને તેનાં ગ્ય લક્ષણે જોઈ ગુરૂ દીક્ષા આપીને પિતાનાં વર્ગમાં દાખલ કરે છે. જેન ધર્મમાં જન્મથી જાતિ હોય તેવું દેખાતું નથી. અનેક પૂર્વ ચરિત્ર વાંચતા પણ જણાય છે કે જેનવર્ગમાં જ્ઞાતિભેદ જેવું નથી. અત્યારે જે ભેદે જણાય છે તે આકસ્મિક છે, વ્યાવહારિક છે, આગંતુક છે. અસલ જૈન સંઘનું બંધારણ દાર્શનિક નજરે થયું હતું અને તેને પરિણામે વ્યવહાર અને ધર્મના અલગ અલગ વિકાસપ જેમાં અત્યારે પણ પ્રચલિત છે.
આને લઈને કેશવરામ બ્રાહ્મણ હોવા છતાં એને જ્યારે જેના દર્શનની વિશિષ્ટતા સમજાણી ત્યારે એને જૈનવર્ગમાં જોડાતાં જરા પણ મુશ્કેલી પડી નહિ. અનેક બ્રાહ્મણ, ભાવસાર, પટેલ, કણબી, પાંચા, લુહાણ, રબારી વિગેરે અત્યારે પણ જેન છે, તે જૈન સંઘમાં સાથે રહી શકે છે અને વ્યવહારમાં પિતાના વર્ગ સાથે કન્યાની લેવડદેવડ કરે છે. દીક્ષા લઈ શકે છે. જેના સંઘ-સંબંધ ધર્મ પરત્વે જ છે એ ખ્યાલમાં રાખવા લાયક ઐતિહાસિક ઘટના છે. દીક્ષા –
કેશવરામ ભીમનાથ ગામમાં ઉપરેત શુભવિજયને મળ્યા. તેની પાસેથી તેમને જેન ધર્મનું જ્ઞાન મળ્યું. તેની સાથે પાદવિહાર કરતાં પાલીતાણે શત્રુંજય યાત્રા નિમિત્તે ગયા. દરમ્યાન એની જૈન ધર્મ તરફની રૂચિ વધતી ચાલી. એમ જણાય છે કે એ અરસામાં કેશવરામની તબિયત બગડી આવી. તે વખતે ભવિજયની સહાયથી એની માંદગી દૂર થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વિરવિજયજી.
ઉત્તરોત્તર કેશવરામને એવા જ પ્રસંગો બનતા રહ્યા કે જેથી એ ગુરૂ તરફ વધારે વધારે અનુરાગવાળા થતા ગયા અને જૈન ધર્મ તરફ પ્રતિદિન તેમની રૂચિ વધતી ચાલી.
પૂર્વ કાળમાં પણ અનેક બ્રાહ્મણે જેન થયા છે. વસ્તુતઃ જૈન દર્શન છે, એમાં કેમ કે જ્ઞાતિ જેવું નથી. જે એને સ્વીકાર કરે તે જેન થાય એ નિયમ પૂર્વ કાળથી ચાલુ છે. ખૂદ મહાવીરસ્વામીના મુખ્ય સર્વ ગણધરે બ્રાહ્મણ હતા. કઈ પણ પ્રાણુ જેન ધર્મ પાળી શકે છે. શુભવિજય ગુરૂના ઉપદેશથી કેશવરામને જૈન ધર્મને રંગ લાગ્યો. એણે ધાર્મિક અભ્યાસ વધારવા માંડ્યો અને અંતે પિતાને ઘેર ન જ ગયા. શુભવિજયજીમાં આકર્ષકશક્તિ અને ઉપદેશશક્તિ ઘણી સુંદર જણાય છે. કેશવરામની તેમના તરફ ભક્તિ પણ સારી જણાય છે. જે શબ્દોમાં શુભલિમાં ગુરૂનું વર્ણન કરવામાં આવ્યું છે તે વિચારતાં ગુરૂ તરફની તેમની ભાવના સુસ્પષ્ટ, દીર્ધકાળ સુધી નભે તેવી અને પ્રશસ્ય જણાય છે.
શુભવિજય વિહાર કરતાં પાલીતાણેથી ખંભાત તરફ ચાલ્યા. માર્ગમાં પાનસર ગામ છે ત્યાં સંવત ૧૮૪૮ના કાર્તિક વદિમાં સદર ગુરૂ મહારાજે કેશવરામને દીક્ષા આપી. તે દિવસે કેશવરામે સંસારનો ત્યાગ કર્યો, સર્વ આરંભ–સમારંભ છોડી દીધાં અને મન-વચન-કાયાથી પંચ મહાવ્રત ઉશ્ચર્યો. તે વખતે તેમનું વરવિજય નામ રાખવામાં આવ્યું. દીક્ષા સમયે કેશવરામને અઢાર વર્ષ પૂરા થઈ ઓગણીશમું વર્ષ ચાલતું હતું. શુભવિજય પાસે તે વખતે બે શિષ્ય હતાઃ એકનું નામ ધીરવિજય અને બીજાનું નામ ભાણુવિજય. આવી રીતે સંવત ૧૮૪૮ (સને ૧૭૯૧ની
આખર) થી વીરવિજય કવિનું જેન સાધુ જીવન શરૂ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
પંડિતશ્રી
અભ્યાસઃ
દીક્ષા લીધા પછી વીરવિજયના ખરે। અભ્યાસ શરૂ થાય છે. તેઓએ સંસ્કૃતને અભ્યાસ પણ કર્યા જણાય છે. તેમના સમયમાં અભ્યાસની જે પરિસ્થિતિ હતી તે અનુસાર તેમણે સારા અભ્યાસ કર્યો હશે એમ માની શકાય છે. એગણીશમી વિક્રમની સદીની આખરમાં જૈન ધર્મમાં અભ્યાસનું ધારણ ઉત્તત્તર મર્દ થતું આવતું હતું. સત્તરમી સદીમાં પ્રખર વિદ્વાના થઈ ગયા પછી અભ્યાસ પરત્વે શિથિલતા આવી હતી, સ ંસ્કૃત ભાષા પરના કાબુ ઓછા થતા જતા હતા, ગુજરાતી સાહિત્ય જનપ્રિય થતું જતું હતુ, રાસેા અને માળાવાધેા ખૂબ લેાકપ્રિય થતા જતા હતા અને સંમતિતર્ક જેવા કઠણ ગ્રંથાને બહુ અલ્પ માણસા અભ્યસતા હતા. એ પરિસ્થિતિમાં આગમને બેધ કવચિત્ કવચિત્ જળવાઈ રહ્યો હતા. આ એગણીશમી સદીના ધારણ પ્રમાણે શ્રી વીરવિજયજીના અભ્યાસ સારા ગણાય. છ દનના અને પંચ કાવ્યા તેમણે અભ્યાસ કર્યાં હતા તેમ તેમના શિષ્ય નિર્વાણરાસમાં કહે છે. ખાર વર્ષ સુધી વીરવિજય પોતાના ગુરૂ પાસે રહ્યા, તેમની સાથે વિહાર કર્યો અને અનેક ગ્રંથાનું અવગાહન કર્યું. ભઠ્ઠીપાળના ઉપાશ્રયઃ—
શુવિજયજી મહારાજની વૃદ્ધાવસ્થા થતી જતી હતી. સંવત ૧૮૬૦ સુધીમાં નાની નાની કૃતિએ વીજિયે કરી. તેનામાં કવિત્વ અને ઉપદેશ દેવાની શૈલી સુંદર હેાઇને ગુરૂમહારાજે તેમને દેશ-પરદેશ ઉપદેશ આપવા માકલ્યા. દરમ્યાન સંવત્ ૧૮૬૫માં શ્રાવક તાલભાઈ કીકુ, ભવાનચંદ ગમાનચંદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૧૧ ) હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદે અમદાવાદમાં ભઠ્ઠીની પિળમાં એક ઉપાશ્રય બંધાવ્યું. ત્યારપછી વીરવિજયજી
જ્યારે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યારે એ ઉપાશ્રય નિવાસ કરતા હતા અને આજ પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. પંન્યાસ પદવી:–
દરમ્યાન વીરવિજયજીએ સુરસુંદરીનો રાસ સં. ૧૮૫૭ માં બનાવ્યું અને સ્થૂલભદ્રની શિયળવેલ સં. ૧૮૬રમાં બનાવી પિતાની પ્રથમ પંક્તિના કવિ તરિકે ગણના સ્થાપન કરી. એમની શિયળવેલમાંથી પંદર તિથિ, સાત વાર અને બાર માસ અમદાવાદ શહેરમાં ઘેર ઘેર ગવાવા લાગ્યા, એમની ગુહલીઓએ અનેકનાં શિર ડેલાવ્યાં અને એમની શિયળવેલની કૃતિએ એમને જૈનેતરમાં પણ ખૂબ પ્રસિદ્ધ કર્યા. એમની અષ્ટપ્રકારી પૂજા ( સં. ૧૮૫૮ ) મંદિરે મંદિરે રસથી ગવાવા લાગી. એ સર્વને પરિણામે ભવિજયે તેમને સંવત ૧૮૬૭ ના અરસામાં પંન્યાસ પદવી અમદાવાદમાં શ્રી સંઘ સમક્ષ આપી, અને ત્યારપછી થોડા વખતમાં સં. ૧૮૬૭ ના ફાગણ વદિ બીજને રોજ શુભવિજયજીએ કાળ કર્યો. વીરવિજય ગુરૂરાગ શુભવેલિની પ્રત્યેક પંક્તિમાં ઝળકે છે. એ લઘુ ગ્રંથ તેમણે સં. ૧૮૬૦માં બનાવ્યો. નિર્વાણરાસમાં શુભવિજયને દેિહોત્સર્ગ સમય ૧૮૬૦ આપે છે. શુભવેલીની તારિખ જોતાં એ વાત પણ સંભવિત લાગે છે. સ્થાન અને વિહાર –
ત્યારપછી વીરવિજયે અનેક ઠેકાણે વિહાર કર્યો, યાત્રાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
પંડિતશ્રી કરી, સંઘ સાથે ગયા અને ઉપદેશ આપે. તેઓ બધા તે અમદાવાદમાં જ રહ્યા એટલે તેમના અનેક સ્થાને વિહારે છતાં તેમનો સંબંધ અમદાવાદ સાથે એટલો બધો આવે છે કે કઈ કેઈ તેમને અમદાવાદના ધારી લે એ બનવાજોગ છે. જેના સાધુને એક સ્થાન હોતું નથી. એમને સ્થાન ઉપર રાગ કરવાને પણ નિષેધ છે.
આપણે હવે તેમના જીવનના અગત્યના નેંધાયેલા પ્રસંગે જોઈ જઈએ.
સં. ૧૮૭૮ સાણંદના કોઈ સ્થાનકવાસીએ અમુક પ્રકારને કેસ અમદાવાદની વીસાશ્રીમાળી જ્ઞાતિ પર અમદાવાદની ડીસ્ટ્રીકટ કોર્ટમાં માંડ્યો હતો. એ કોર્ટમાં ધર્મચર્ચા ચાલી હતી અને તેમાં કવિ વીરવિજયજીએ ભાગ લીધો હતો એવી ચાલુ વાર્તા છે. એ સંબંધી નિર્વાણરાસમાં જે વિગતો આપી છે તે પ્રમાણે જૂદા જૂદા ગામમાંથી આગેવાન સાધુઓને અમદાવાદ રાજસભામાં બોલાવ્યા હતા. કહે છે કે એ શાસ્ત્રચર્ચામાં વીરવિજયને વિજય થયો હતે.
મુંબઈવાળા શેઠ મોતીચંદ અમીચંદે (મેતીશા) સંવત ૧૮૯૭માં પાલીતાણા શત્રુંજયગિરિ પર અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા) કરી તે વખતે વિધિ કરાવવામાં કવિ વીરવિજયજી હતા. કવિશ્રીએ શેઠ મોતીશાના ઢાળીઆ આ પ્રસંગે બનાવ્યા છે તે વાંચવા ગ્ય છે.
સંવત ૧૯૦૩માં શ્રી અમદાવાદના દીલ્હી દરવાજા બહાર શેઠ હઠીસંગ કેશરીસિંગની વાડીની પ્રતિષ્ઠા મહોત્સવ કરાવવામાં પણ કવિશ્રીએ પંડિત રૂપવિજયજી સાથે ભાગ લીધો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૧૩ ) હતે. એ પ્રતિષ્ઠા પછી ભયંકર કોલેરાને ઉપદ્રવ ચાલ્યો હતો. તેના પણ ઢાળીઆ કવિશ્રીએ પદ્યમય બનાવ્યાં છે. તેમાં જાવડશાના ઉદ્ધાર વખતે સંવત ૧૦૮માં જાવડશાને ધ્વજદંડ ચડાવતાં દેવ અદ્ધર ઉપાડી ગયા તેના પ્રતિષ્ઠા કરાવનાર શ્રી વયરસ્વામી દશ પૂર્વધર હતા છતાં તે કાંઈ કરી શક્યા નહિ એ ભાવ લાવી પિતાને બચાવ કર્યો છે. કાળધર્મ –
શ્રી વીરવિજયે અનેક શ્રાવકાદિને ઉપદેશ આપ્યા. અનેક સ્થાનેએ વિહાર કર્યો. અમદાવાદની જનતાને ખાસ લાભ આપે. તેમના શ્રાવકેમાં ઘણા અગ્રેસરનાં નામે આવે છે. તેઓની વૃદ્ધ વય થતાં સંવત્ ૧૯૦૮ માં તેઓને સખ્ત માંદગી થઈ. તેમના ભક્ત શ્રાવકોએ સારી રીતે વૈયાવચ્ચ કરી. તેઓ સં. ૧૯૦૮ના ભાદરવા વદિ ત્રીજને દિવસે અમદાવાદ શહેરમાં કાળધર્મ પામ્યા. તે દિવસે હજુ સુધી અમદાવાદ શહેરમાં પાણી પાળવામાં આવે છે અને સર્વ વ્યાપાર ધંધા તેમની યાદગીરીમાં બંધ રાખવામાં આવે છે. ભઠ્ઠીની પિળના ઉપાશ્રયમાં તેમની પાદુકાની સ્થાપના સં. ૧૯૦૯ ના મહા સુદિ નોમને દિવસે થઈ છે.
મરણ સમયે તેઓશ્રીને ૭મું વર્ષ ચાલતું હતું. તેઓ આ સંસારમાં ૭૮ વર્ષ ૩૩૮ દિવસ રહ્યા. તેમણે જૈન સાધુની દિક્ષા ૬૧ વર્ષ પર્યત પાળી. • શ્રી વીરવિજય કવિની આટલી જીવનરેખા પ્રાપ્ત થઈ શકી છે. એમની ગુર્જર કવિ તરીકેની ખ્યાતિ પર આપણે હવે વિચાર કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
કવિ તરીકે શ્રી વીરવિજયજી
કવિ તરીકે ગુર્જર કવિઓમાં શ્રી વીરવિજયનું અનેાખું સ્થાન છે. એમની કૃતિમાં અસાધારણ ચમત્કાર છે. એમના પ્રત્યેક કાવ્યમાં એકલું માધુર્યં ઠાંસી ઠાંસીને ભરેલુ છે. એમની કૃતિમાં ઝડઝમક અને અલંકારો પ્રત્યેક પંક્તિમાં છે. એમના કાવ્યમાં મીઠાશ અને શબ્દ ચિત્ય એટલાં સુંદર છે કે એક વાર કાવ્ય વાંચ્યા પછી કાનમાં એનુ ગુજન થયા કરે છે. એમના શબ્દાલંકાર અને અર્થાલંકાર અતિ ઉચ્ચ પ્રકારના છે. એમની ભાષામાં ભાવ છે, આર્દ્રતા છે, વ્યવહારનુ પાષણ છે. એમના કાવ્યની ગેયતા અતિ સુસ્પષ્ટ છે. એમની પ્રત્યેક ઢાળે! ગુર્જરીને કઠે અત્યાર સુધી વહે છે. એમના કાવ્યની મીમાંસા કરવામાં ખૂબ આનંદ આવે તેવું છે.
એક બાબત અહીં સ્પષ્ટ કરવી ખાસ પ્રસ્તુત છે. પ્રાચીન કાવ્યા પર ચર્ચા થાય છે ત્યારે જૈન સાહિત્યને કાં તા ધાર્મિક સાહિત્યની કક્ષામાં મૂકી અથવા એકદેશીય ગણી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. આ ઉપેક્ષાને પરિણામે ઘણા ગેરઇન્સાફ જૈન સાહિત્યને થયા છે. એ વાત જરા વિસ્તારથી કહેવા જેવી છે.
પ્રથમ દષ્ટિએ જોતાં જણાશે કે ગુર્જર પ્રાચીન સાહિત્ય બહુધા ધાર્મિક ભૂમિકામાંથી ઉદ્ભવ પામેલ છે. આપણે પ્રેમાનંદનું સાહિત્ય જોઇએ કે નરસિંહ મ્હેતાનું સાહિત્ય જોઇએ કે અન્ય કાઇ પણ પ્રાચીન ગુર્જરકવિનું જોઇએ તા તેમાં ધાર્મિકનું ચરિત્ર કે ધર્મ ભાવના જરૂર હશે. એથી કાઇ સાહિત્ય ઉપેક્ષવા યેાગ્ય થવું ન ઘટે. મુદ્દો એ છે કે પ્રાચીન ગુજરાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૧૫ ) સાહિત્યમાં ધર્મભાવનાનું જ એકંદરે પિષણ છે. જેને સાહિત્યકારોએ દરેક કથાને કે રાસને જેન આકાર આપ્યો છે, પણ તમે જે કંઈ પણ રાસ સાધંત વાંચશે તો તેમાં નેવું ટકા તે અદ્ભુત કથા કે નવલ કથા જે જ ભાવ દેખાશે. પ્રસ્તુત વીરવિજયને કઈ પણ રાસ વાંચતા જણાશે કે એમાં એક કેદ્રસ્થ વિચાર તે ધર્મભાવનાને જરૂર હશે, પણ પ્રસ્તાવિક પ્રસંગો, વર્ણન અને ચરિત્રાદશ સામાન્ય જનતાને સમજાય તેવા અને બહુ મુદ્દાસરના હશે.
કહેવા મુદ્દો એ છે કે પ્રાચીન જૈન સાહિત્યને ધાર્મિક કે એકદેશીય ગણું તેની ઉપેક્ષા કરવામાં આવી છે. એથી જનતા એ અતિ સુંદર સાહિત્યના લાભથી વંચિત રહી છે. એમાં સાહિત્યને નુકશાન થાય તે કરતાં જનતાને ઘણું હાનિ પહોંચે છે એ નજરે એ સવાલની ચર્ચા થવી ઘટે છે. આ મુદ્દો આ વિષયને અંતે વધારે સ્પષ્ટ થશે. જેન રાસે બહુ વ્યવહારૂ જ્ઞાન આપનારા અને મુદ્દાને અનુલક્ષી લખાયેલા છે અને જનતાને તુરત રૂચે તેવી શૈલીએ તૈયાર થયેલા છે.
વ્યવહારદક્ષતા –
શ્રી વીરવિજય કવિમાં વ્યવહારકુશળતા કેટલી હતી તે તેમની કૃતિઓમાં તેમણે કરેલ વ્યવહારના પિષણથી જણાય છે. એમણે એમની કૃતિઓમાં નીતિનાં સામાન્ય અને ઉચ્ચ ધરણે બહુ સ્પષ્ટ રીતે અને આકર્ષક શબ્દોમાં આપ્યા છે. તેઓશ્રીની હિતશિક્ષા છત્રીશી સુપ્રસિદ્ધ છે. જુની વાચનમાળાની છઠ્ઠી ચોપડીમાં તેને કેટલાક ભાગ આપે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ).
પંડિતથી સાંભળ સજજન નર નારી, હેત શિખામણ સારીજી, રીસ કરે દેતાં શિખામણ, ભાગ્ય દશા પરવારી.
- સુણજે સજજને રે. પછી એ છત્રીશીમાં અનેક વ્યવહારૂ શિખામણો ચીતરી છે. બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઉભા નવી રહીએ. વરે ન કરીએ ઘર વેચીને, જુગટડે નવી રમીએજી. બે હાથે માથું નવિ ખણીએ, કાન નવિ ખેતીએજી. ભેય ચિત્રામણ નાગે સુવે, તેને લક્ષ્ય છે.
આખી છત્રીશી ખાસ વાંચવા ગ્ય છે. કવિની વ્યવહારકુશળતાના દાખલા એની પ્રત્યેક કૃતિમાં છે. અહીં તે પ્રથમ બતાવવાનું કારણ એ છે કે જેન કવિઓ પર ધમધતા કે એકદેશીયતાને પરોક્ષ અપક્ષ આરોપ મૂકાય છે તે અભ્યાસ વગરની ઉપજાવી કાઢેલી વાત છે.
ધમ્મિલના રાસની શરૂઆતમાં ધમ્મિલ ત્યાગભાવ પસંદ કરે છે ત્યારે તેની મા તેને સંસારી બનાવવા જુગારીઓની સોબત કરાવવા માંગે છે. તે વખતે તેના પિતા સાતે વ્યસન સંબંધી કહે છે. શેઠ કહે સુણ સુંદરી, તે સાચી કહી વાત; પણ સંગતે વ્યસનીતણુ, ગુણી જનને ગુણઘાત, ૧ માંસ પ્રસંગે દયા નહિ, મદિરાએ યશનાશ; કુલક્ષય વેશ્યા સંગતે, હિંસા ધર્મ વિનાશ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૧૭ ). મરણ લહે ચેરીથકી, સર્વ નાશ પરદાર; જુગટીયાની સેબતે, ઘર-ધનને અપહાર. ૩ નલદમયંતી હારિયાં, રાજ કાજ સુખવાસ; પાંડવ હાર્યા દ્વિપદી, વળી વસિયા વનવાસ. ૪ નીચ જુગટીયા જાતની, સંગતિ ન ઘટે નાર; ઉચ પ્રસંગે પામીએ, સુખ સંપદ સંસાર, ૫
ત્યારપછી ત્યાં સુસંગતિ-કુસંગતિના ચાલુ દષ્ટાંતો આપી વાતને ખૂબ મહલાવી છે.
વ્યવહારદક્ષતાના પ્રસંગોને એમના પ્રત્યેક રાસમાં પાર નથી. આ વાતને વધારે અગત્ય આપવાનું કારણ એ છે કે અત્યાર સુધી જનતામાં એવી માન્યતા પ્રચલિત છે કે જેન કૃતિઓમાં ધર્મની જ વાત હોય છે. આ હકીકત જેન કૃતિને અવલોકવાની ઉપેક્ષામાંથી જ ઉદ્ભવેલ છે. લગભગ પ્રત્યેક જેન કૃતિ વ્યવહારકુશળ મનુષ્યએ રચેલ છે. એમાં ન્યાય અને સત્યની પાલનાને, નીતિ અને વ્યવહારની પોષણાને ખાસ સ્થાન આપવામાં આવ્યું હોય છે. સંસારને ત્યાગ કરવા છતાં એમની કૃતિઓ એવી વ્યવહારમય હોય છે કે ઘણીવાર શ્રોતાને આશ્ચર્યમુગ્ધ કરી નાખે છે. વ્યવહારથી પર થનાર પ્રાણું ઘણી વાર વ્યવહારને અને ખાં દષ્ટિબિન્દુએથી ઓળખી શકે છે.
આ સત્ય કવિ વીરવિજયના સંબંધમાં તે કોઈ પણ પ્રકારના વિરોધને ભય વગર કહી શકાય તેમ છે. તેમના રાસ અને ઉપદેશ ગ્રંથમાં વ્યવહારને અતિ ઉચ્ચ કક્ષામાં બતાવેલ છે. એનાં દષ્ટાંતે આપવા બેસીએ તો અનેક ગ્રંથ ભરાય તેટલી મોટી તેની સંખ્યા થાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૮)
પંડિતશ્રી એમની વ્યવહારકુશળતા એમણે અતિ ઉંડા પ્રવચનપ્રસંગમાં પણ વારંવાર આણેલ છે. એમણે ચોસઠ પ્રકારી પૂજા રચી છે ત્યાં આ પ્રાણ બાજી ભૂલ્યા છે એવી વીતક વાર્તા તેની પાસે ભગવાન સમક્ષ કબૂલ કરાવે છે. ત્યાં ભગવાન પાસે એક પ્રસંગે તે કહે છે – નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયે, જ્ઞાન દશા તવ જાગી.
ભૂલ્યા બાજી. ૩ અહીં વ્યવહાર સમજાવવા એક પ્રચલિત આખ્યાયિકાનો ઉપયોગ કર્યો છે. નૈગમ એટલે એક વાણુઓ હતો. તેને ઘેબર ખાવાની ખૂબ હોંશ હતી, પણ તેને તેને રોગ થતો નહતો. એક દિવસ તેણે એક સ્ત્રીને છેતરી અને એવા અપ્રમાણિક ધનથી પિતાને માટે ઘેબર તૈયાર કરાવ્યા. પોતે સ્નાન કરવા ગયે, દરમ્યાન જમાઈ આવ્યું. સાસુએ જમાઈને ઘેબર ખવરાવી દીધા. જમાઈ સામે મળે. વાણુઓ સમજ્યો કે પોતાના પ્રારબ્ધમાં ઘેબર નથી. તેને ઘેબર ખાવા ન મળ્યા. અહીં અપ્રમાણિકપણે પ્રાપ્ત કરેલ ધન અને અંતરાય કર્મને એવો સુંદર સહયોગ કર્યો છે કે વાંચનારને ખરેખર આનંદ પ્રાપ્ત થાય.
કહેવાની વાત એ છે કે અતિ નાજુક શાસ્ત્રપ્રસંગે ચિતરતાં પણ એમણે વ્યવહારને વિચાર્યું નથી. પંચેપાખ્યાનની તથા ચાલુ કથાઓ, આખ્યાયિકાઓ અને દષ્ટાંતેને પૂરતા ઉપગ કર્યો છે અને સાંભળનારને બંધ થાય તે રીતે વિશુદ્ધ વ્યવહારને પિાળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
કવિશ્રીની કૃતિઓ
– – :: પદ્ય :
રાસો. (૧) સુરસુંદરીને રાસ. (મુદ્રિત) - આ રાસ વીરવિજ્યની યુવાનવયની કૃતિઓમાંનો એક છે. એ રાસ તેઓશ્રીએ અમદાવાદમાં સં. ૧૮૫૭ના શ્રાવણ શુદિ ૪ ગુરૂવારે પૂરો કર્યો તે વખતે તેમનું વય માત્ર ૨૮ વર્ષનું હતું, છતાં એ કૃતિમાં પદલાલિત્ય અને વર્ણનશૈલી ખૂબ સુંદર છે. એ રાસમાં નવે રસનું પિષણ છે. એ કૃતિ જોતાં કવિનું કવિત્વ ઝળકતું, વિકસતું અને યુવાનીને થનગનાટ કરતું દેખાય છે. (૨) બસ્મિલને રાસ. (મુદ્રિત)
કાવ્ય ચમત્કૃતિને આ નમુને સંવત ૧૮૬ના શ્રાવણ શુદ ત્રીજે પૂરો કર્યો. નિયમ લેવાથી કેટલા લાભ થાય છે તેનું તેમાં અદ્દભુત ચરિત્ર છે. તેની અંતર્ગત અગડદત્ત મુનિનું ચરિત્ર ખરેખર એક અદ્ભુત કથા છે અને તે ચરિત્રનાયકના મુખમાં જ મૂકવામાં આવ્યું છે. આ રાસનો અરધે ભાગ આ ચરિત્ર લે છે. આ રાસની પ્રશસ્તિમાં એણે ઈતિહાસ-વંશવેલિ વર્ણવેલી છે. એ પ્રશસ્તિ અને હવે પછી કહેવાના ચંદ્રશેખરના રાસની પ્રશસ્તિને એતિહાસિક વિભાગ એક સરખે હોવાથી અહીં તે ઉતારી લઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨૦)
પંડિત શ્રી તપગચ્છ કાનન કલ્પતરૂ સમ, વિજયદેવસૂરિ રાયાજીર નામ દશે દિશ જેહનું ચાવું, ગુણજનવૃંદે ગાયાછે. વિજયસિંહસૂરિ તસ પટધર, કુમતિ મતંગજ સિંહજી તાસ શિષ્ય સૂરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેહે જી. સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મળિયા તિહાં સંકેતેજી; વિવિધ મહોત્સવ કરતાં દેખી, નિજ સૂરિપદને હેતે છે. પ્રાયઃ શિથિલ મુનિ બહુ દેખી, મને વૈરાગ્યે વાસીજી; સૂરિવર આગે વિનય વિરાગે, ચિત્તની વાત પ્રકાશીજી. સૂરિ પદવી નથી લેવી સ્વામી, કરશું કિયા ઉદ્ધાર; સૂરિ ભણે આ ગાદી છેતુમચી, તુમવશ ગણુ અણગારજી. એમ કહી સ્વર્ગસીધાવ્યા સૂરિવર,સંઘને વાત સુણુવીજી; સત્યવિજય પંન્યાસની આણા, મુનિગણમાં વરતાવી છે. સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી; ગચ્છનિશ્રાએ ઉગ્ર વિહારી, સવેગણુ ગુણ વ્યાપી જી. રંગિત વસ્ત્ર લહી જગ વંદે, ચૈત્ય વજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સનમુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી. મુનિ સંવેગી, ગૃહી નિર્વેદી, ત્રીજે સંવેગ પાખીજી; મુક્તિ માર્ગ એ ત્રણે કહીએ,જિહાંસિદ્ધાંત છે સાખીજી. આર્ય સુહસ્તિસૂરિ જેમ વંદે, આર્યમહાગિરિ દેખીજી; છે તીન પાટ રહી મર્યાદા, પણ કળિયુગ વિશે ખીજી.
અહીં સુધી સત્યવિજય પંન્યાસે વિક્રમની અઢારમી સદીમાં મે કિયાઉદ્ધાર કર્યો તેનું વર્ણન છે. સાધુ-ચતિઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૨૧ )
મંદતા–શિથિલતા આવી જતી દેખી સત્યવિજય પંન્યાસે વેતને બદલે સાધુનાં કપડાં પીળાં કર્યા અને સવિગ્નપક્ષ કાઢ્યો. કંપડાના રંગને ચૈત્યધ્વજા સાથે સરખાવેલ છે. એમાં અત્યારે જેમ દેશ દેશના જૂદા જૂદા વાવટાએ હેાય છે. તેનુ અનુલક્ષ્ય છે. એમાંથી જાણવા જેવી વાત એ નીકળે છે કે—સત્યવિજય પન્યાસે નવા માર્ગો ચલાવ્યે તેમાં સંઘની સંમતિ હતી અને ગચ્છાધિપતિની પરવાનગી હતી. આ સુહસ્તી અને આ મહાગિરિના ઉલ્લેખ એક જ ધર્મમાં મા અલગ અલગ હોય છતાં સાપેક્ષ હાય તા બન્નેમાં સત્ય હોય છે એનુ સ્થાપન છે. ન્યાયવિશારદ યશેાવિજય ઉપાધ્યાય આ ક્રિયાઉદ્ધારના પક્ષમાં હતા એમ આ પ્રશસ્તિ પરથી જગ઼ાય છે. આ પ્રશસ્તિ જો કે એમ • કહે છે પણ ખરૂં જોતાં યશેાવિજય વેત વસ્ત્રથી અન્ય ર ંગીન વસ્ત્ર કરવાથી વિરૂદ્ધ હતા એમ તેમના વક્તવ્ય પરથી જણાય છે.
ત્યારપછી પ્રશસ્તિમાં જણાવે છે:—
ગ્રહિલ જળાશી જનતા પાશી, નૃપમશ્રી પણ ભળિયાજી; સત્યવિજય ગુરૂશિષ્ય બહુશ્રુત,કપૂરવિજય મતિમળિયાજી. તાસ શિષ્ય શ્રી ખીમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાલીજી; જાસ પસાયે જગતમેં ચાવેા, કપૂરચંદ ભણશાલીજી તાસ શિષ્ય શ્રીસુજસવિજય બુધ, તાસશિષ્ય ગુણવતાજી; શ્રીજીભવિજય વિજય જસ નામે,જે મહીમાંહી મહંતાજી. પડિત વીરવિજય તસ શિષ્યે, રચના રચી સુરસાલજી; ધ્રુમ્મિલ ચરિત્ર તિસ્તત વીખર્યાં,મેળી કરી ફૂલમાળજી.
ર
૧ ઘેલા કરે તેવું જળ પીધેલા લેાકેાને જોઇને. ૨ એકઠા કરીને.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૨ )
પંડિતશ્રી
વિજયદેવેદ્રસૂરીશ્વર રાજચે, ઢથી ભવી ક પ્રસિદ્ધિજી; રાજનગરમાં રહીય ચામાસુ, રાસની રચના કીધીજી. સંવત અઢારસે છન્નું વરસે, શ્રાવણ ઉજલી તીજેજી, આ ભવમાં પચ્ચખ્ખાણતાણુ ફળ,વરણવીયુ' મન રીઝેજી.
સત્યવિજય પંન્યાસના શિષ્ય કપૂરવિજય, તેના શિષ્ય ખીમા( ક્ષમા )વિજય ( એના વખતમાં કપૂરચંદ ભણશાળીની જગતમાં નામના થઇ ), તેના શિષ્ય સુજસવિજય, તેના શિષ્ય શુવિજય અને શુવિજયના શિષ્ય ૫. વીરવિજય ( કિવ ). આ રીતે એમનુ વંશવૃક્ષ શરૂઆતમાં જણાવ્યું તે સ્પષ્ટ થાય છે.
આખા રાસમાં અલકારા અન્ને પ્રકારનાં ખૂબ આવ્યાં છે. શબ્દાલંકાર તા પ્રત્યેક પાદમાં છે અને અર્થાલંકારાના પાર નથી. એમાં આડકથાએ, આખ્યાયિકાઓ, સુભાષિતા અને પૂર્વ દંતકથાના પાત્રાના નામેાલ્લેખાને પાર નથી, એની ઉપમાએ તાદૃશ્ય અને હૃદયંગમ છે, એની ગેયતા શ્રુતિને આનંદ આપનાર છે, એમાં વ્યાજોક્તિ અને ઝડઝમકના પાર નથી અને એ ગાતાં રામાંચ ખડાં થાય તેવી પદ્ધતિ જાળવી રાખી છે. આખા રાસ એવી પદ્ધતિએ બનાવ્યા છે કે ગમે ત્યાં અટકવામાં આવે તે બીજે દિવસે શ્રોતાને આકર્ષાઇને આવવું જ પડે. એ રાસ લગભગ અર્વાચીન ગુર ગિરામાં છે અને ખાસ વાંચવા લાયક છે. એના છાપેલ પુસ્તકના પૃષ્ઠ ૩૪૩ છે અને એની શ્લેાક સંખ્યા ૩૭૦૦ ઉપર છે, એના છ વિભાગ ( ખંડ ) પાડવામાં આવ્યા છે. એમાં દરેક ખંડમાં અનુક્રમે ૧૩, ૧૦, ૧૫, ૧૩, ૧૧ અને ૧૦ ઢાળેા છે. પ્રત્યેક ઢાળના પ્રારંભમાં દુહા આવે છે જેની સંખ્યા સરેરાશ દેશની હેાય છે. પ્રત્યેક ઢાળ ચાલુ ગુજરાતી ગરખાના રાગમાં ગાઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૨૩)
(૩) ચંદ્રશેખરને રાસ.
. આ કવિરાજની છેલ્લી રામપ્રસાદી છે. એ રાસ સંવત ૧૯૦૨માં વિજયાદશમીને દિવસે રાજનગરમાં પૂરો કર્યો. એને વિષય “મુનિદાન ”ના મહિમાને છે. એને કેંદ્રસ્થ વિચાર
ન્યાયપાર્જિત દ્રવ્યથી કરેલા દાનને છે. એમાં અંતરકથાઓ ઘણું છે. ચિત્રસેન પદ્માવતીનું ચરિત્ર અને શીલવતી ચરિત્ર ત્રીજા ખંડમાં છે. ચોથા ખંડમાં જયરથ રાજાનું સ્ત્રી–ચરિત્રદર્શક ચરિત્ર, તે જ ખંડમાં વીરસેન મંત્રીનું સ્ત્રી–ચરિત્રદર્શક ચરિત્ર અને લેભ પર શંગદત્ત શેઠનું ચરિત્ર ખાસ બોધક છે અને કવિત્વનાં નમુનાઓ છે. એમાં ચાર ખંડ પાડવામાં આવ્યા છે. કુલ ગાથા ૨૨૪૩ છે અને પ્રત્યેક ખંડમાં અનુક્રમે ૯, ૧૧, ૧૭ અને ૨૦ ઢાળે છે. આ રાસ દુનિયાના અનુભવને અંતે લખાયેલું હોવાથી કવિએ તેમાં ખૂબ દક્ષતા બતાવી છે, વ્યવહાર અને ધર્મનું એમાં અભુત ઐક્ય કર્યું છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે તે વાત અનેક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિએ પણ વ્યવહારૂ રીતે બતાવી છે. આબાલવૃદ્ધ સર્વને આનંદ થાય તે કથારસ તેમાં જમાવ્યું છે અને રાસ હાથમાં લીધા પછી પૂરે કર્યા વગર છોડી શકાય નહિ તે રસ તેમાં જમાવી તેને સાર્વત્રિક કર્યો છે. આખો રાસ વાચતાં
એક પણ સ્થાને કંટાળો આવે તેમ નથી અને એક એક ચિત્ર - હૃદય પર લાક્ષણિક અસર કરે એવી ભવ્ય રચના કરીને બહુ
સુંદર કૃતિ જીવનના છેવટના ભાગમાં કવિશ્રીએ પ્રકટ કરી છે. * રાસસાહિત્યને જે યુગ જેન કવિઓમાં ચાલે તેની આ
છેવટની કૃતિ લગભગ કહી શકાય. વિક્રમની વિશમી શતાબ્દિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૪)
પંડિતશ્રી
શરૂઆતની આ કલાકૃતિ રાસસાહિત્યને છેલ્લે શબ્દ છે એમ કહી શકાય. ત્યારપછી કઈ મહત્વને રાસ બન્યું હોય એમ જાણવામાં નથી. આ રાસમાં પરિભાષા લગભગ નવીન છે એટલે નર્મદ-દલપત યુગની ઉષા એની ભાષામાં દેખાય છે અને એના રસની જમાવટ અનિર્વચનીય હોઈ, એનાં વર્ણને અસરકારક છે, એનું શબ્દગાંભીર્ય શોર્યમય છે, એને રસપ્રવાહ અવિહત છે અને એમાં અનુપ્રાસ કાવ્યના સુપ્રસિદ્ધ નિયમને અનુસરનારા છે.
કવિના કવિત્વના ખાસ ચૂંટેલા ફકરા એ રાસના જોઈ જઈએ. વારાંગના વર્ણન (ધમ્મિલ રાસ, પ્રથમ ખંડ, ચેાથી ઢાળ.) ચતુર ચિત્રામણ ચાતુરે, ચિતરી ચિત્રશાળી; ચમકે નર ચિત્ત ચિતવી, ચતુરા ચરચાળી. ૧ વિનયવતી વારાંગના, વચને વીંધાણે; વિકસિત વનજ વનાશ્રયે, અલ યું લપટાણે. ૨ વિકસ્યો ફઅર વિહાયસે, વચ્ચે વીજળી ભાળી; લલિત લીલાવતી લીલમાં, લાધી લટકાળી. ૩ લાંબી વેણુ વિલોકીને, ભૂમિ ભોરિંગ પેઠે લંક કટિતટ કેસરી, વનમાં જઈ બેઠે. ૪ પાણું ચરણ સુકુમાળતા, જળ કમળ તે દેખી. રંભા લઘુ ઉંચી ગઇ, એ સુર અનિમેખી. ૫ દળમંડણ ગજરાજ છે, સેહે રાજ દુવાર; પણ નબળે એક લક્ષણે, નાખે શિર છાર, ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૨૫ )
દંતતણા ચુડા કીઆ, હૈયે માતીના હાર: હસ્તિ ગતિ હરી નારીએ, દુઃખ ભર્ ધરે છાર, ૭ ધરી શણગાર વિનાદની, કહે વાત વિલાસી; મેાહની મ ંત્ર મિષે ઘડી, ધાતે ઇહાં વાસી. ૮ કુંઅર તે દેખી માહીએ, નવે નિત્ય રાણગાર; પાંચ વિષયસુખ ભાગમાં, ભૂલ્યા ઘરબાર. ૯
X
×
*
×
પેાતાની પસંદગીથી ધમ્મિલકુમાર યશેામતીને પરણ્યા. લગ્ન થયા પછી થાડા વખત સાંસારિક સુખ ભાગળ્યુ. પછી અધ્યાત્મ રસમાં પડ્યો. તેનુ વર્ણન, તેનાં રૂપક ખૂખ સરસ છે. ( સદર રાસ. ૧. ૨)
વર આવાસે વસિયાં પ્રીતે રે, સુખ ભાગવતાં સ્વની રીતે રે; કેતા દિન રસ સુખભર જાતાં રે, પુણ્યાથી ધર્મિલ ધર્મ રાતા રે. ૪. અધ્યાતમ રસ ભણવા માંડે રે, પુસ્તક હાથથકી નવી છાંડે રે; સાધર્મી બેઠક ભેળી રે, પેાસહ પડિક્કમણાંની ટાળી રે. ૫. વણિજ ક્રિયા જૂડો વ્યવહાર રે, મેાહની જાળ યોામતી નાર રે; તે સઘળા કીધા પરિહાર રે, આત્મધ્યાની હુઆ વ્રત ધાર રે. ૬. નારી વછે વનજળક્રીડા રે, કુઅર કહે એકેદ્રિય પીડા રે; સા કહે ચાલેા આજ ઉજાણી રે, કુઅર કહેનહિ એ જિનવાણી રે. છ. છે ભેળા ખટરસ પાક રે, આજ નવી ધાર્યાં ધૃત શાકરે; વછે સા કનકાવલી હાર રે, ચા માળા ને ગણેો નવકાર રે. ૮. વહેપારી આવે ઘરબાર રે, એલાવે ભાળા અણુગાર રે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પંડિતથી, પૂછે સખીઓ યશોમતી કેમ રે, પ્રીતમ તુજ પાળે છે પ્રેમ રે. ૯ બેલે સા મુજ પીયુ સંગ રે, પારવતી ને શંકર વેગ રે; જબ ચાહે સા ભજન ભાવે રે, આ તણું ફળ શિવ મંગાવે રે. ૧૦. સામગ્રી સંભાગની ધ્યાવે રે, તવ એક પાદે જગ ધરાવે રે; અંગે ચાહે જબ શણગાર રે, તવ આપે પન્નગ બે ચાર રે. ૧૧. ચાહે વિલેપન ભસ્મ ચઢાવે રે, ગીત ગાન સૂર ગાલ બજાવે રે; વાહન વેળા સાંઢ પ્રમાણ રે, મંદિર માગે વસે સમશાન રે. ૧૨. પરનારી દેખીને રાચે રે, ભીલડી પૂઠે નાગે નાચે રે; ધરી અર્ધાગ હૃદયથી ઉવેખી રે, એ વર ગારી અમર તે દેખી રે. ૧૩. યાગ ઘણું જન ઘર ઘુમાવે રે, રહે રહે ગેરી મા કહી ગાવે રે; પણ પતિ દેખી મન લજાવે રે, કૃપે પડતી દુ:ખ સમાવે રે. ૧૪.
એ લંબાણ ટાંચણમાં વિશિષ્ટ નિરૂપણ છે અને વાંચતાં આહલાદ થાય તેવું છે. એમાં અનેક અલંકારે છે. એ શબ્દાલંકાર અને અર્થાલંકારનું ચિત્ર છે.
આલાનથી છૂટેલા મદમસ્ત ગાંડા હાથીનું વર્ણન. ભય, આશ્ચર્ય, વીરરસાત્મક વર્ણન (૧. ૧૧) દલમંડણ રિપુખંડણ, ગજ ગુણધામ છે હે લાલ કે; ગજ હસ્તીઘટામેં પટાવત, ચંપક નામ છે હે લાલ કે, ચંપક. તે મદભરીઓ ધરી ન જાય મહાવતે રે લાલ ન જાય; આલાનથંભ ઉમેળી, કરેલી ભટ ધાવતે હે લાલ કરલી) ૨. પાડતો ઘર હાટ ઈહા હલકારશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(ર૭),
હે લાલ; હાં ના લેઈ જીવ, તુરંગને મારશે હે લાલ; તુરંગનેએમ કહેતાં તેણુ વાર, સુભટ ભાલાં ધર્યા હે લાલ; સુભટ પાસત નાસત ત્રાસત, ચાકર ઠાકરા હે લાલ કે, ચાકર. ૩. ગજિત ઉજિત સૂંઠ, પ્રચંડ ઉલાળતો હે લાલ; પ્રચંડ ગતિ વિલ પ્રભં જન, ધૂળ ઉછાળતો હે લાલ કે ધળ૦ પ્રાવૃટ અંભોદ સુંદર, કાળે વારણે હે લાલ કે કાળે અગ્નિ ધમ્યું જેમ તામ્ર, રતાક્ષે ભીષણે હો લાલ. રતાક્ષેત્ર ૪. સાતે સોત સવંત, જલાશ્રય દારૂણે હે લાલ; જલા જંગમગિરિ નિઝરણુ, ઝરંતાં બારણે હે લાલ; ઝરંતાપાછળ પગ વિલગતી, ખલંતી શંખલા હે લાલ; ખલંતી. બુબારવ કરે લેક, ફીરતા વેગળા હે લાલ. ફીરતા૫.
એ જ રાસમાં વિરહી સ્ત્રીનું વર્ણન (૨. ૧), લડાઈનું હૃદયભેદક વર્ણન (ર. ૪) વિગેરે પાર વગરનાં શબ્દાલંકાર, અર્થાલંકાર અને જુદાં જુદાં રસાત્મક ચિત્ર છે.
ચંદ્રશેખરના રાસની શરૂઆતમાં જ પુત્રને કેળવણું આપવાની કેટલી જરૂર છે તે પર વિચાર કરતાં દેહરામાં જણાવે છે – તિણે અવસર માતા પિતા, ચિંતે ચિત્ત મઝાર; રાજ્યપદે એ ચેગ્ય છે, લક્ષણવંત કુમાર. ૧ - વિદ્યા વિણ શોભે નહિ, શસ્ત્ર વિના ભટ જાતિ; પવિણુંગા, નદી જળ વિના, ચંદ્રવિના જેમ રાતિ. ૨ એક નગર એક રાજવી, મૂરખમાં શિરદાર; રાજ ચલાવે મંત્રવી, ભૂ૫ કચેરી મઝાર. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૮)
પતિશ્રી એક દિન રાજ કચેરીએ, આવ્યું આભિરાળ; ટેળું નટનું નાચતું, ગાવે ગીત રસાળ. ૪ દાસી હજુરી રાયની, બેસે ભૂપતિ પાસ; ભૂલચૂક બતલાવતી, કાન ધરી મુખ પાસ. ૫ રાગરંગ કરી પૂછતા, ભૂપને નર્તકી જામ; દાસી વયણે નૃપ કહે, રાગતણું તે નામ. ૬ રાગ આલાપી પૂછતાં, નર્તકી નૃપને જમ; દાસીકથિત રાજા કહે, પંચમ રાગ તે નામ. ૭ કાર્યવશે દાસી ગઈ. મંદિરમાં લહી લાગઃ નૃપ કહે નર્તકી પૂછતાં, એ સહી છમ રાગ. ૮ દાસી આવી ઉતાવળી, કહે એ ગેડી રાગ વળતું રાજસભા વચ્ચે, બોલે મૂખ પ્રવાદ. ૯
(રાજા કહે-હે દાસિ!) એહી રાગ તે ગેડી પણ જે તુમ નાયાત દેડી; બંદા વીસ તલક ચઢતે, પણ નાહીં પીછે વલંતે.” એમ સુણી સર્વ સભા હસી, એ મૂરખની રીત; નાટકીઆ નાઠા સવે, જાણી મૂરખની ભીત. ૧૦ તે માટે એ કુમરને, વિદ્યા ભણવા હેત; પંડિત પાસે મૂકીએ, નરને વિઘા નેત. ૧૧
(બીજી ઢાળ-પ્રથમ ખંડના દુહા)
૧ આશાભરેલું. ૨ આવી ન હતી તે. ૩ નેત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી
(૨૯) વિરહનું વર્ણન. વનિતાણું ચિત્ત વેધિયું રે, વંઠી સાંભળી વાત; વસાવશી થઈ વેગળી રે, વિષમી વજની ઘાત. ૧ વિરૂઈ વેળા વિયોગની રે, વેધથી ન ખમાય; વિજેગી વનમાં ફરે રે, પૃપાપાત કરાય. વિરૂઈ ૨ જિમ ચલેં ચલી બીહુ રે, ઉsણુ તુને કાળ; તૃષાવત વિલેતા રે, સહેતાં તાપની ઝાળ. વિરૂઈ. ૩ ઉદક વિના રજની ગઈ રે, પડિયે વાદળ ઠાર; કુશાગ્રે જળબિંદુઓ રે, દેખતાં તિણિવાર. વિરૂ. ૪ પ્રેમ વિયોગે દેય ચિંતવી રે, એક એકને કહે ત્યાંહી; તું પીતું પી કરતાં પડયું રે, પવને જળ રજમાંહી.વિરૂઈ૦૫ મરણ ગયા દેય નિરાશથી રે, એ નરનારી વિગ; ઇદ્ર રીસાણી મનાવતાં રે, જે છે બહુલા ભેગ. વિરૂઈ ૬
રાસના શ્રોતા કેવા હોવા જોઈએ ? તે સંબંધમાં ત્રીજા ખંડની શરૂઆતમાં કવિવર કહે છે કે –
શ્રી શુભવિજયજી મુજ ગુરૂ, સુરગુરૂ સમ વિખ્યાત; સમરંતાં સુખ સંપજે, જપતાં અક્ષર સાત ૧ બીજો ખંડ અખંડ રસ, પૂરણું હુએ મનરંગ; ત્રીજો ખંડ કહું હવે, સુંદર શ્રોતા સંગ. ૨. જે શ્રોતાજન મંડળી, વકતા સમુખ દ; ચંદ્રથકી અમૃત ઝરે, કેરવ વન પરતક્ષ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
પતિશ્રી
મૂરખ
શ્રોતા આગળે, વક્તાના ઉપદેશ; પાક વયણ સુણી કરે, વરથા ચિત્ત ક્લેશ. ૪ વિપ્ર ભણે વરથા તમે, સમજી રૂવે છે કેમ; મુજ પાડુ' આરડી મુ, રખે તુમ પ્રગટે તેમ. પ પડિમણે ડાઉ દેવશી, હું પણ ખીમશી ઢાઉ'; ઝઘડે પડિક્કમણાં વિના, બિહુ કહે નિજ ઘર જાઉં. અધા આગળ આરસી, ક્યું બધિર પુર ગાન; મૂરખ આગળ રસકથા, એ ત્રણે એક જ તાન. તિણે નિદ્રાદિક પરિહરી, સુણો શ્રોતા દક્ષ; જાણ હશે તમ રીઝવું, ખાણી ન ભૂલે લક્ષ.
×
*
X
X
વાણીઆ અને બ્રાહ્મણનું વર્ણન કરતાં પહેલા ખંડમાં સુંદર ગરબે લલકારે છે—
( રાગ. કેશરવર્ણા હા કે કાઢી કસુ! મારા લાલ )
તવ સુર ખેલે હેા કે નરવઇ પુત્તા મારા લાલ; એને મળીઆ ા કે એ દોય ત્તા મારા લાલ; ણિક ને વાડવ હા કે એ એહુ જાતિ મારા લાલ, મિત્રપણાથી હા કે થાય અતિ મારા લાલ, ૧૦ ઘાસની અને હા કે વાદળ છાયા મારા લાલ, વેશ્યાસ'ગતિ હે। કે વિણકની માયા મારા લાલ; જળની વૃષ્ટિ હૈા કે નીચની સેવા મારા લાલ, જળ પરપોટા હા કે તુલ્ય ગણેલા, મારા લાલ, ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
વિરવિજયજી.
વણિક જગતમાં હા કે ત્રણ ગર્ભાવાસે હા કે ચિત્ર મરણ થયેલા હા કે ત્રીજો અવર ભરૂડ્સે હા કે કબહુ ન રહીએ મારા લાલ. ૧૨ તિમ વળી ભિક્ષુક હા કે બ્રાહ્મણ ભૂંડા મારા લાલ, દાન મૃતકનાં હો કે કેળવે કૂડો મારા લાલ; ધનપતિ નરનાં હૈ। કે મરણ જ વછે. મારા લાલ, એક દિન નાપે હા કે તાસ ની છે . મારા લાલ, ૧૩ એક દિન જમણે હા કે તિદિન લાંઘણુ મારા લાલ, માંગણ જનમાં હો કે નબળા બ્રાહ્મણ મારા લાલ; તૃણથી હલકી હૈ। કે તુલની જાતિ મારા લાલ, તેહથી હલકા હા કે વિપ્ર વિજાતિ મારા લાલ. ૧૪ પવન ન ફરસે હા કે રખે મુજ આગે, મારા લાલ, માગણુ વે ટેવે હા હા કે કાંઈક માગે મારા લાલ,
( ૩૧ )
ભલેરા મારા લાલ, કરેલા મારા લાલ; કહીએ મારા લાલ,
આ સમાં શબ્દપ્રયાગ, ભાષાસવ અને વનશૈલી જોવા લાયક છે. આખા રાસ વાંચતાં ખાસ આનંદ થાય તેવી આખી રચના છે. આખી વાર્તા અદ્ભુત કથા છે, કાઈખરી છે, નવલ છે અને રસમય કાન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પૂજા સાહિત્ય
ધાર્મિક દિવસમાં ધર્માનુષ્ઠાનના એક વિભાગ તરીકે જેમાં પૂજા ભણાવવાનો રિવાજ છે. તે વખતે ખુબ ઠાઠ કરવામાં આવે છે. પ્રાચીન પદ્ધતિમાં એ પૂજા ભણાવતી વખતે નરઘાં, સારંગી અને કાંસીને ઉપયોગ થતો. કાંસીમાં ચલતી, હીંચ અને હાંસ ત્રણ પ્રકાર આરેહ, અવરેહ અને પલટા સાથે થાય છે. પૂજા ભણાવનાર નિષ્ણાત હોય છે તે ભારે નુક ચાલે છે અને ગવરાવનાર અને ઝીલનાર બે પક્ષે એક રસ થઈ જાય છે. એ પદ્ધતિમાં દેશી રાગોને ખૂબ સ્થાન મળે છે. ગરબી ગરબાના રાગને આથી ખૂબ પ્રચાર જેનામાં ચાલ્યું હતું. એમાં કવચિત્ નૃત્ય પણ થાય છે. આ પ્રાચીન પદ્ધતિ નાનાં ગામમાં હજુ પણ ચાલે છે. નેધવાની વાત એ છે કે એમાં ગાવાનું કામ પુરૂ કરે છે, જ્યારે સ્ત્રીવર્ગ તે માત્ર સાંભળવાનું જ કામ કરે છે. કવચિત્ સ્ત્રીવર્ગ પૂજા ભણાવે છે ત્યારે પુરૂષવર્ગ હાજર રહેતું નથી.
અર્વાચીન પદ્ધતિમાં એ જ પૂજાઓને અસલ રાગ કે રાગણીમાં હાર્મોનિયમ, ફીડલ, દીલરૂબામાં ગવરાવવાનો પ્રચાર વધતું જાય છે. એમાં ખાસ નિષ્ણાત ગાયકે કામ કરે છે જ્યારે બાકીના હાજર રહેલા શ્રોતાનું કામ કરે છે.
કવિવર શ્રી વીરવિજયની પૂજામાં ભારે ચમત્કાર છે. એમનું શબ્દલાલિત્ય એટલું સુંદર છે કે એમની પૂજાએ સાંભળ્યા પછી દિવસ સુધી કાનમાં ગુંજારવ કરે છે. એમણે પૂજા જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૩૩)
વિષયમાં વ્યવહાર અને તત્ત્વજ્ઞાનનું અજબ મિશ્રણ કર્યું છે. પૂજાની કૃતિઓમાં તેઓનું સ્થાન ઘણું વિશિષ્ટ છે અને નિર્વિવાદપણે પ્રથમ સ્થાન તેઓ લે છે. પૂજાઓની કૃતિઓ સોળમી શતાબ્દિથી શરૂ થઈ છે, પણ તે સર્વની ઉપર કળશ વીરવિજયજી કવિએ ઓગણીશમી સદીની આખરે ચઢાવ્યું છે. એમની પૂજા નીચે પ્રમાણે છે:(૧) અષ્ટપ્રકારી પૂજા.
આ કૃતિ સં. ૧૮૫૮ ના ભાદરવા શુદિ ૧૨ ને દિવસે પૂરી થઈ. એટલે આ કૃતિ પંડિતની કૃતિઓની શરૂઆતમાં ગણાય. એ બનાવતી વખતે કવિનું વય ૨૯ વર્ષનું હતું. દ્રવ્યપૂજાના આઠ પ્રકાર છે. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ. આ દરેક પૂજામાં પ્રથમ અસલ રાગ આવે છે અને ઉપર દેશી રાગમાં ગીત આવે છે. દરેક પૂજા અસલ રાગમાં અથવા દેશના રાગમાં ગાઈ શકાય છે. દરેક પૂજાના પ્રારંભમાં બે બે દુહા (દોહરા) મૂક્યા છે, જે ઘણા પ્રચલિત છે અને દરરોજ અનેક મુખથી ઉચ્ચારાય છે. આ કૃતિ પણ જેનેમાં ઠીક પ્રશંસા પામી છે. એના નમુના તરીકે દીપકની પાંચમી પૂજાનું ગીત ઉતારીએ. દીપક દીપતે રે, લોકાલોકપ્રમાણ; એહ દીવડે રે, પ્રગટે પદ નિરવાણુ દીપક દ્રવ્યથકી દીપકની પૂજ, કરતાં દ ગતિ રેકે રે, પ્રભુ પડિમા આદર્શ કરીને, આતમ રૂપ વિલેકે. દી. ૧ શુદ્ધ દશા ચેતનકું પ્રગટે, વિઘટે ભવભય રે; ચિદાનંદ ઝકઝેળ ઘટાશું, કેવળ દીપ અનૂપે. દી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૪)
પંડિતશ્રી પડત પતંગ ન ધમકી રેખા, નહિ ચંચળ મારૂતે રે; વૃત વિષ્ણુ પૂરે પાત્ર ન તાપે, વળી નવિ મેલ પ્રસૂતે. દી.૩ પાપ પતંગ પડત તેમ દીપક, કરતી દો સાહેલી રે; જિનમતિ ધનસિરિરીશિવસુખને, વીર કહે રંગરેલી. ૪
આ પ્રમાણે છતાં આગળ ઉપર પૂજાની જે કૃતિઓ કવિશ્રીએ કરી છે તેના પ્રમાણમાં આ કૃતિ સામાન્ય ગણાય. (૨) ચેસઠ પ્રકારી પૂજા
આ કૃતિ સંવત ૧૮૭૪ના વૈશાખ શુદિ ૩ (અક્ષયતૃતીયા) ને રેજ કવિરાજે પૂરી કરી એમ તેઓ કળશમાં જણાવે છે. એ કૃતિ અમદાવાદ(રાજનગર)માં કરી છે એમ જણાય છે. આ કૃતિમાં તત્વજ્ઞાન અને વ્યવહારનું અસાધારણ સમીકરણ કવિએ કર્યું છે. કર્મ આઠ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, નેત્ર અને અંતરાય.
જ્ઞાનાવરણીયકર્મથી આત્માને જ્ઞાનરૂપ મૂળ ગુણ આચ્છાદન પામે છે.
દર્શનાવરણીય કર્મથી આત્માને દેખવાને મૂળ ગુણ અવરાય છે. વેદનીય કર્મથી શરીર સંબંધી સુખ-દુઃખને અનુભવ થાય છે.
મોહનીય કર્મથી ક્રોધ, માન, માયા, લાભ, રાગ અને દ્વેષ થાય છે. સંસારનું મૂળ આ કર્મમાં વધારે હોય છે.
આયુષ્ય કર્મથી અમુક ભવમાં કેટલા વર્ષ રહેવું તેને નિર્ણય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી
(૩૫) નામ કમથી ગતિ, જાતિ, ઇંદ્રિય, શરીર, સંસ્થાન, કીર્તિ આદિ અનેક ચિત્રામણ વિચિત્ર પ્રકારે સારા અથવા ખરાબ થાય છે.
ગોત્ર કર્મથી ઉચ્ચ-નીચ જાતિમાં અવતાર પ્રાપ્ત થાય છે.
અંતરાય કર્મથી દાન, લાભ, ભેગે પગ અને બળ પર ઓછી-વધતી ત્રાપ પડે છે.
એ પ્રત્યેક કર્મની અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૧૦૩, ૨, ૫. મળીને કુલ ૧૫૮ પ્રકૃતિઓ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ આઠે કર્મને વિચાર જૈન તત્વોએ ખૂબ વિસ્તારથી કર્યો છે. એ કર્મોથી હંમેશ માટે મુક્તિ થવી એનું નામ મોક્ષ કહેવાય છે.
આ કર્મોનું વિશિષ્ટ તત્ત્વજ્ઞાન આ પૂજામાં દાખલ કર્યું છે અને અત્યંત બારીક વિષયને હાથમાં રમત અને કાનમાં ગાન કરતે કરી દીધું છે.
બીજી દરેક પૂજા એક દિવસ ભણાવવાની હોય છે. આ પૂજા આઠ દિવસની છે અને પ્રત્યેકમાં આઠ આઠ (અષ્ટપ્રકારી) પૂજા હેઈ કુલ એના ૬૪ ઢાળ-રાગે-લયે થાય છે.
કર્મની પ્રકૃતિનાં બંધ, બંધનાં સ્થાને, ઉદય, ઉદયકાળ, સત્તાગત કર્મો બંધ, ઉદય ને સત્તાવિચ્છેદના સ્થાને વિગેરે અનેક બાબતે અંદર દાખલ કરી છે. અને વ્યવહારના દાખલાઓ તે એવા સુંદર મૂકયા છે કે એ વાંચતા અને સાંભળતાં ખરેખર સાનંદાશ્ચર્ય થાય. દાખલા તરીકે વેદનીય કર્મની પૂજામાં અનુત્તર વિમાનના દેવેનું સુખ અને વીર પરમાત્માના પારણાને અંગે
છરણશેઠની ભાવનાને અદ્ભુત રીતે વર્ણવેલ છે. પ્રત્યેક પ્રસંગને - ઉજવળ કર્યો છે અને છતાં પૂજનનું ધ્યેય એક પણ સ્થળે કવિ
ચૂક્યા નથી. વીરકુમારનું હાલરડું ગાતાં તેઓ લખે છે કે:Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૬)
પંડિતશ્રી વીરકુમરની વાતડી કેને કહિયે, કેને કહિયે રે કેને કહિયે; નવી મંદિર બેસી રહિયે, મુકુમાળ શરીર, વીર. ૧. બાળપણથી લાડકે નૃપ ભાવ્યો, મળી ચેસઠ ઇ મહા; ઈંદ્રાણું મળી હલરા, ગયો રમવા કાજ. વીર. ૨. છારૂ ઉછાંછળા લેકના કેમ રહિયે, એની માવડીને શું કહિએ? કહિયે તે અદેખાં થઈએ, નાશી આવ્યા બાળ. વીર. ૩. આમલકી કીડાવશે વીંટાણે, મેટ રિંગ રોષે ભરાણે હાથે ઝાલી વિરે તા, કાઢી નાખે દૂર. વીર. ૪. રૂપ પિશાચનું દેવતા કરી છળિયે, મુજ પુત્રને લેઈ ઉછળિયે; વીરે મુષ્ટિ પ્રહારે વળિયે, સાંભળીએ એમ, વીર. ૫. (૩-૮)
એવી જ રીતે મહારાજાના આખા સિન્યનું હૃદયભેદક વર્ણન વિગેરે ચેથા અષ્ટકમાં એ જ પૂજામાં કર્યું છે અને વસંતઋતુ અને મહરાજાની મૈત્રીને પણ ત્યાં ભારે લલકારી છે.
આઠમા અંતરાય કર્મમાં કપિલા દાસીના દષ્ટાંતને ખૂબ બહલાવ્યું છે અને અનેક વ્યવહારની મીઠી વાત કરી છે. દાનાંતરાયની વાત કરતાં કહે છે કે –
કલપતરૂ કનકાચલે રે, નવી કરતાં ઉપકાર; તેથી મરુધર રૂડ કેરડે રે, પંથક છાય લગાર.
કરપી ભંડો સંસારમાં રે. (૮-૨-૬) શાસ્ત્ર તથા વ્યવહારનાં જાણીતાં દષ્ટાંતેનું નિરૂપણ તે બહુ ભવ્ય કરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૩૭) કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; માયણ ભઈણ ન રહે છાની, મળિયાં માતપિતાજી.
ભૂ બાજી; બાજી બાજી બાજી ભૂલ્યો બાજી. અહીં શ્રીપાળના રાસના બે વિશિષ્ટ પાત્રો મયણાસુંદરી અને સુરસુંદરી જયારે શ્રીપાળની લશ્કરી છાવણમાં મળે છે ત્યારે ભવ્ય દેખાવ થાય છે અને માતાપિતા વિગેરે સર્વને મેળાપ થાય છે તેનું એવું લાક્ષણિક વર્ણન કર્યું છે કે હકીક્ત યાદ કરતાં આંખમાંથી પ્રેમાશ્રુ વહે. આવું કાવ્યચાતુર્ય આખી પૂજામાં કર્યું છે. આ પૂજા તેમની કૃતિઓમાં સર્વથી ભેટી છે. વાસ્તવિક રીતે એ આઠ પૂજા કહેવાય.
એ પૂજાને કળશ ઘણું એતિહાસિક હકીક્તોથી ભરપૂર છે તેથી અત્ર તેનું નિરૂપણ કરીએ –
ગાયે ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયે. ત્રિશલા માતા પુત્ર નગીને, જગને તાત કહાયે; તપ તપતાં કેવળ પ્રકટા, સમવસરણ વિરચા રે. મહા૧. યણ સિંહાસન બેસી જૈમુખ, કર્મસૂડનું તપ ગાયે આચાર દિનકરે વદ્ધમાનસૂરિ, ભવી ઉપકાર રચાયે રે. મહાગ ૨, પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેન સૂરિરાયે દિન ચઉઠ્ઠી પ્રમાણે એ તપ, ઉજમણે નિરમા રે. મહા. ૩ ઉજમણથી તપ ફળ વધે,
ઈમ ભાખે જિનરા; જ્ઞાન ગુરૂ ઉપકરણ કરાવે, ગુરૂ- ગમ વિધિ વિરચાયે રે, મહા ૪. આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવ નવ ભાવ બના; નરભવ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૮)
પંડિતશ્રી લાહે લીજે, પુણ્ય શાસન પાયે રે. મહા૫. વિજયજિદ્રસૂરીશ્વર રાજ, તપગચ્છકેરે રા; ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાય રે. મહા. ૬. વડ ઓશવાલ ગુમાનચંદ સુત, શાસનરાગ સવા; ગુરૂભક્તિ શા ભવાનચંદ નિત્ય, અનુમેદન ફળ પાયે રે. મહા. ૭. મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક ઠા: કરણુ કરાવણ ને અનમેદન, સરિખાં ફળ નિપજાવે રે. મહા. ૮. શ્રી વિજયસિંહસૂરીશ્વરકેરા, સત્યવિજય બુધ ઠા; કપૂરવિજય તરસ ખિમાવિજય જસ, વિજય પરંપર ધ્યા રે. મહા૯ પંડિત શ્રી શુભવિય સુગુરૂ મુજ, પામી તાસ પસાથે; તાસ શિષ્ય ધીરવિજય સલુણ આગમરાગ સવા રે. મહાક ૧૦. તસ લઘુ બાંધવ રાજનગરમેં મિથ્યાત્વ પુંજ જલાયે પંડિત વીરવિજય કવિરચના, સંઘ સકળ સુખદાયે રે. મહા ૧૧. પહેલે ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદા; કરતા જેમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવા રે. મહા૦ ૧૨. (૩) પીસ્તાળીશ આગમની પૂજા.
આ પૂજા સંવત ૧૮૮૧ ના માગશર શુદિ ૧૧ શે પૂરી કરી છે. આ પૂજામાં જ્ઞાનાધિકાર છે. એમાં પ્રથમ ચૌદ પૂર્વનું વર્ણન છે. પછી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર, અનુયોગદ્વાર, નંદીસૂત્ર મળીને પીસ્તાળીશ જેનસૂત્રો-આગમ થાય છે તેનું લાક્ષણિક વર્ણન કર્યું છે. આઠ પૂજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૯ ) છે, દરેકમાં ઢાળ અને ગીત છે. સર્વ રાગો દેશીના છે. એમાં પણ કાવ્યચાતુર્ય તો પ્રત્યેક ઢાળ અને ગીતમાં ભર્યું છે. * ચેથી ધૂપ પૂજામાં– “એક જન ધ્રુતરસિ બોલે રે, હે મન માન્યા મેહનજી; પ્રભુ! તાહરી નહીં કે તેલે રે, હો મન માન્યા મેહનજી. એ પૂજામાં ઝુક જમાવી છે. (૪) નવાણુ પ્રકારી પૂજા.
આ કલાકૃતિ સંવત ૧૮૮૪ ના ચૈત્ર શુદિ ૧૫ ને રેજ પૂર્ણ થઈ છે. એમાં સારાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ શત્રુંજય ગિરિનું વર્ણન છે. એની ૧૧ પૂજા છે. એ અગ્યારે પૂજા દેશી ઢાળમાં છે. આખી પૂજા મસ્ત છે અને સાંભળતાં કે ગાતાં ખૂબ આહુલાદ આપે તેવી છે. તેમાં શત્રુંજયનાં ૯ નામો પૈકી દરેક પૂજામાં નવ-નવ નામે આપ્યાં છે. અને પ્રત્યેક પૂજાના દુહાઓ જેન જનતામાં ઘરગથ્થુ થયેલા છે. એક બે દાખલાઓ તો ખાસ નેંધવા લાયક છે. (નવમી પૂજા) સિદ્ધાચી શિખરે દીવા રે, આદીશ્વર અલબેલો છે જાણે દરશન અમૃત પીવે રે, આદીશ્વર અલબેલો છે. શિવ સંમજસાની લારે રે, આદીશ્વર તેર કેડ મુનિ પરિવારે રે આદીશ્વર સિવ ૧. . કરે શિવસુંદરીનું આણું રે, આદીશ્વર નારદજી લાખ એકાણું રે; આદીશ્વર વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આદીશ્વર પાંત્રીસ હજાર તે સિદ્ધિ ૨. આદીશ્વર સિવ ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૪૦ )
પંડિતશ્રી ઈહાં મેક્ષ ગયા કેઈ કેટી રે, આદીશ્વર અમને પણ આશા મેટી રે; આદીશ્વર શ્રદ્ધા સવેગે ભરિયો રે, આદીશ્વર મેં મેટે દરિયે તરિયે રે. આદીશ્વર સિ. ૩.
( અગ્યારમી પૂજા.)
તીરથની આશાતના નવી કરીએ, નવી કરીએ રે નવી કરીએ; પધ્યાન ઘટા અનુસરીએ, તરિયે સંસાર તીરથ૦ ૧. આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી; કાયા વળી રેગે ભરાણી, આ ભવમાં એમ, તીરથ૦ ૨. (૫) બાર વ્રતની પૂજા
આ કૃતિ સંવત ૧૮૮૭ની દિવાળી(આસો વદિ અમાસ)ને રોજ પૂરી થઈ છે. જૈનધર્મના નીતિવિભાગમાં-વર્તનવિભાગમાં સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બે વિભાગ છે. શ્રાવક (Laymen Jains) ને બાર વ્રત લેવાનાં હોય છે. એમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત હોય છે. એમાં વર્તનના માનસિક, વાચિક અને કાયિક સર્વ પ્રકારે, ત્યાગ, સંયમ અનેક પ્રકારે આવે છે. આવા શુષ્ક વિષયને કવિએ સુંદર રાગ-રાગણીમાં ગુંથી ખૂબ રસદાર બનાવ્યો છે. આમાં તેર પૂજા છે. એમાં અનેક સ્થાને કવિએ ખૂબ ઉચ્ચ ઉડ્ડયન ર્યું છે. દરેક પ્રસંગને ખૂબ સંસ્કારવાળે કર્યો છે.
બીજા અસત્યત્યાગ વ્રતની પૂજામાં–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૪૧ ). ' “માંસાહારી માતંગી બેલે, ભાનુ પ્રશ્ન ધર્યો રે; જુઠા નરપગ ભૂમિશાધન, જળછટકાવ કર્યો છે. મેહન મેરો મુકિતશું જાઈમળે. ”(૩-૪)
અહીં અસત્ય બોલનારને કર્મચંડાળણીથી પણ નીચો કહ્યો છે. પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતની પૂજામાં મનમેહનજી જગતાત, વાત સુણે જિનરાજજી રે; નવ મળિયો આ સંસાર, તુમ સરિખોરે શ્રીનાથજી રે. કૃષ્ણગરૂ ધૂપ દશાંગ, ઉખેવી કરૂં વિનતિ રે; તૃષ્ણતરૂણી રસલીન, હું રઝળે રે ચારે ગતિ રે. તિર્યંચ તરૂનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પચેંદ્રિ ફણધર રૂપ, ધન દેખી મમતા કરે છે. મ૦૧ મુર લેભી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે; નરભવમાંહે ધનકાજ, ઝાઝ ચડી રણમાં રડો રે, નીચસેવા મૂકી લાજ, રાજ્યરસે રણમાં પડયો છે. મ. ૨ અનર્થદંડવિરમણ-આઠમા વ્રતની પૂજામાં–
નેકનજર કરો નાથજી, જેમ જાયે દલિદર આજથી જ હે નેક અમે અક્ષત ઉર્વલ નંદલે, કરી પૂજા કહું જિન આગળે છે હે નેકટ આવી પહેરે છું પંચમ કાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં છ હે. નેક
અને ત્યારપછી નકામાં પાપ પ્રાણું વારંવાર કેવાં કરે છે . તેનાં લાક્ષણિક દષ્ટાંત આપ્યાં છે.
૧ તૃષ્ણારૂપી સ્ત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૪૨ )
(૬) ૫ંચકલ્યાણકની પૂજા—
પૂજાની કૃતિમાં આ સથી છેલ્લી જણાય છે. એ સંવત. ૧૮૮૯ ના વૈશાખ શુદ્ધિ ત્રીજ (અખાત્રીજ) ને રાજ પૂર્ણ થઇ છે.
પંડિતશ્રી
દરેક તીર્થંકરને અંગે પાંચ મહાત્ પ્રસંગેા હેાય છે. (૧) માતાની કુક્ષીમાં આવવું–ચ્યવન, (૨) જન્મસમય, (૩) દીક્ષાના પ્રસંગ, (૪) સંપૂર્ણ જ્ઞાન-કૈવલ્યપ્રાપ્તિ અને (૫) મેક્ષિગમન. આ પૂજામાં ત્રેવીશમા તી કર શ્રો પાર્શ્વનાથને અંગે આ પાંચે પ્રસંગેા–કલ્યાણકા કવિએ અદ્ભુત ચાતુર્ય થી વર્ણવ્યા છે. કિવની સર્વ પૂજામાં આ પૂજા અગ્રસ્થાને છે. આખી પૂજા ન ભૂલાય તેવી ગાજતી શબ્દ ચિત્રાવલીના નમુના છે. પ્રત્યેક પ્રસંગ ખૂબ ઝળકાવ્યેા છે. કુલ આઠ પૂજા છે. ચ્યવન કલ્યાણકમાં વસંતને લલકારે છે:---
રૂડા માસ વસત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા, કેતકી જાઇ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા, કોયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વાલા; હંસ યુગલ જળ ઝીલતાં રે, વિમળ સરાવર પાળ વાલા, મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. (૨–૧)
પછી ચૌદ સ્વપ્નનું વેધક વર્ણન કર્યું છે. પછીની એ પૂજામાં જન્મ મહાત્સવ બહુ સારી રીતે વર્ણ વ્યા છે. પાર્શ્વનાથ અને કમઠ ચેાગીને સંવાદ પણ પાંચમી પૂજામાં ખૂબ દીપાવ્યા છે અને તેવું જ સુંદર વર્ણન સાતમી પૂજામાં કમઠના ઉપસર્ગનુ કર્યુ છે. પછી આઠમી પૂજામાં રસરંગની જમાવટ થાય કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૪૩ )
રંગ રસીઆ રંગ રસ બન્ય, મનમેહનજી; કેઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમેહનજી; વેધકતા વેધક લહે મન, બીજા બેઠા વા ખાય. મનડું ૧
આખી પૂજા બહુ વેધક અને રસથી ભરપૂર છે. સારા ગાયકને મુખે ગાતાં સાંભળી હોય તે રસમાં લીન કરે તેવી ભવ્ય ભાષા અને શબ્દચાતુર્ય, વસ્તુનિદેશ અને કથન નિરૂપણ અસાધારણ ગૌરવશાળી છે.
આ છ પૂજાઓ ઉપરાંત સ્નાત્ર પૂજા પણ બનાવેલ છે. તે પણ બહુ રસિક છે. તેનો ઉલ્લેખ પ્રકીર્ણ પદ્ય કૃતિઓમાં છે.
પ્રકીર્ણ પદ્યકૃતિઓ (૧) સ્થૂલિભદ્ર શિયળવેલ–
પંડિત વીરવિજયની કળાકૃતિએ અનેક દેશીય હતી તે બતાવવા હવે થોડા નમુના રજુ કરવામાં આવે છે. તેમણે સંવત ૧૮૬૨ માં સ્થલભદ્ર શિયળવેલ નામનું કાવ્ય ૩૩ વર્ષની વયે લખ્યું છે. એમાં કવિ તરીકે તેઓ વિશિષ્ટ અને જનપ્રિય કવન કરી શકયા છે. એને વિષય ઘણે ઉંચે હતો. તે પ્રસંગને એમણે ખૂબ દીપાવ્યો છે. એમાં એમણે બાર માસ અને પંદર તિથિએ ચાલુ ગુજરાતી દેશીઓમાં મૂકયા છે. એ કતિ ખૂબ પ્રસિદ્ધિ પામેલ છે અને આખી વાંચવા-ગાવાયેગ્ય છે. મધુર કંઠે અથવા ગરબામાં ગવાતી હોય ત્યારે એક અસાધારણ રસ જમાવી શકે એવી એ કૃતિ છે. એમાં શૃંગારરસનું પિષણ, વિરહદશાનું વર્ણન અને શાંત રસનું સેવન-એ સર્વનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
પંડિતશ્રી અજબ સંમિશ્રણ કર્યું છે અને રાગ એટલા પ્રસિદ્ધ છે કે એ ગાવામાં આવે ત્યારે કુક બેલે છે. આપણે એ કળાકૃતિના થોડા નમુના જોઈએ.
પંદર તિથિ.
(ઢાળ સાતમી) વેશ્યાએ વધાવ્યા સ્વામી રે,
ઉભી આગળ સા શિર નામી રે; કહે સાંભળે અંતરજામી,
હાલાજીની વાટડી અમે જોતાં રે. ૧ વિરહાનળે દાઝી દેહરે, ઘણું વરસ રહી હું ગેહ રે;
પણ ના નગીને તેહ વહાલાજીની. ૨ 1 x x x x પડવેદિન પીયુ સાંભરતાં રે,નિશિ મેર તે ટહુકા કરતાં રે;
આઠ પહોર ગયા દુઃખ ધરતાં. હાલાજી. ૫ બીજે બીજીઓને નીહાળી રે, હું બાળપણની બાળી રે;
| મેલી મુજને શું ટાળી? હાલાજી ૬ ત્રીજે ટીખળ એક જાગ્યુંરે, ચિત્રશાળીએ તુમ રૂપ લાગ્યું રે;
જોતાં મનડું તિહાં લાગ્યુંહાલાજી ૭ ચોથે અવધિ ઘડી ચાર રે, કરી ચાલ્યા ચતુર તજી નાર રે;
દેય ચાર વરસની વાર હાલાજી પાંચમે પંચામૃત ખાધે રે,પંચ બાણ તણે રસ વારે;
જે જીવન કહાં નવી લાગે. હાલાજી ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૪૫). છછું છટકીને મેલી રે, જુએ ચહટે તાસ સહેલી રે;
હું ધરતી દુઃખ અકેલી. હાલાજી ૧૦ સાતમ દિન શય્યા ઢાળી રે, દીપ ધૂપ કુસુમને ટાળી રે;
શયન તે પાસું વાળી. હાલાજી ૧૧ આઠમે ઉઠી પરભાતે રે, સંભાર્યો પીયુ વરસાતે રે;
નિશિનાથ નડયો ઘણું રાતે. વહાલાજી ૧૨ નવમે નિદ્રા દિલ નાઈરે, જેમ રંગ પતંગ રચાઈ રે;
ઈસી નાગર જાત સગાઈ વહાલાજી ૧૩ દશમે દેવળ બહુ માન્યા રે, શુકનાવળિયે જેવરાવ્યા રે;
એમ કીધા ઘણું મેં છાયા. હાલાજી ૧૪ અગિયારશે અંગ નમાવી રે, જોઈ વાટવાતાયને આવી રે;
મને કામ નટુવે નચાવી. વહાલાજી ૧૫ બારશ દિન બાર ઉઘાડી રે, ઘર આવી રહી કર નાડી રે;
સ્વપ્નાંતર પિયુડે જગાડી. હાલાજી ૧૬ આજ તેરશને દિન મીઠો રે, પ્રાણજીવન નયણે દી રે;
આજ અમૃતરસ ઘન યુ. હાલાજી ૧૭ દશ દિન ચિંતા ટળશે રે, હૈડું ઘણું હેજે હળશે રે;
- મારે પ્રેમ તે તુમશું મળશે. વહાલાજી ૧૮ - શણગાર સજી સંચરશું રે, દુર્જનીયાંથી નવી ડરશું રે;
પુનમ દિન પૂરા કરશું. વહાલાજી ૧૯ એવી જ રીતે બાર માસ તેરમી ઢાળમાં સદર કળા- . કૃતિમાં આપ્યા છે તે ખાસ નમુના તરીકે આગળ ધરવા ગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪૬)
પંડિતશ્રી કેશ્યા કહે સુણજો સુમને, આશ નિરાશ કર્યા અમને; પ્રીતમજી ન ઘટે તુમને, રસિલા સાથે અમે રમશું. ૧ ઉઠી પ્રભાતે નમણું,નિત્ય જમાડી પછી જમશું રસી૨ એહ સગાઈ નવી કરવી, પિયુ ન ઘટે મત એ ધરવી;
પૂરવ નારી પરિહરવી. રસીલા. ૩ બાર વરસ સુખ સાંભરતાં, સાલે હઈડામાં બળતાં;
આંખે આંસુડાં ઝરતાં. રસીલા. ૪ માસ અસાડે અનેક ફળ, દવ દાઝેલ તરૂવેલ વળે;
વલ્લભ વિરહે દેહ બળે. રસીલા. ૫ શ્રાવણ સીચે ધરતી, મેલડી ટહુકા કરતી;
વાદળી કામ વિશે ઝરતી. રસીલા. ૬ ભાદરવે ભરજળ વરસે, પંખી યુગલ માળે ઠરશે;
વિરહી નારી કીશું કરશે? રસીલા. ૭ આસો માસે દીવાળી, સાકર સેવ ને સુંઆળી;
છાંડી થાળી પિયુ ભાળી. રસીલા. ૮ ધ સીતા શશીભજનમાં, કાર્તિકે કેળીતણું વનમાં
દેખી સાલે છે મનમાં. રસીલા. ૯ માર્ગશિરે મન્મથ જાગે, મેહનાં બાણ ઘણું વાગે;
દુઃખ મેહન મળતાં ભાંગે. રસીલા. ૧૦ પિષ તે શેષ કરે ધાન, શું કરે સેપારી પાન;
વલ્લભ વિણુ ન વળે વાન. રસીલા. ૧૧
૧ દુધને સીતા-સાકર. ૨ રાત્રિભેજનમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૪૭ )
માહ માસે ટાઢ પડશે, શીતળ વાયુ વધુ ચઢશે;
કામ અનંગ ઘણું નડશે. રસીલા. ૧૨ ફાગુણે ખડખડતી હોળી, પહેરી ચરણ ને ચાળી;
કેસર ઘોળી મળી ટેળી રે. રસીલા૧૩ લોક વસંત મધુ રમશે, કેયલ અંબવને ભમશે;
તે દિન મુજ શાથી ગમશે? રસીલા ૧૪ વૈશાખે સરેવર જઈશું, કેતકી ચંદન વન રહીશું;
દેખી ચંદ્ર શીતળ થઈશું. રસીલા. ૧૫ પથી પશુ પ્રમદા મેળા, જાણીએ મધ્ય નિશિવેળા;
જેઠ બપોરે ભળી ભેળા. રસીલા. ૧૬ મેહન હાલે મહેર કરી, દયિતા દેખી દુઃખ ભરી;
બારે માસ વિલાસ ધરી. રસીલા. ૧૭ નાટક રંગ રસે કરશું, દાવ લહી દિલડું હરણું
કહે શુભવીર નવિ ચળશું. રસીલા. ૧૮ આ આખી કળાકૃતિમાં અનેક રસનું પિષણ બહુ સારી રીતે કરવામાં આવ્યું છે. અને પ્રત્યેકની દેશી લોકપ્રિય હોઈ ખબ રસથી ગવાય છે. એમાં વેશ્યા અને સ્થૂલિભદ્રનો સંવાદ છે તે વાંચતા શુક-રંભા સંવાદ યાદ આવે તેવો છે. તેમાં એક ચટકે ખાસ જોવા જેવો છે. એના લય પણ ખૂબ પ્રચલિત છે. વેશ્યા–નાગરની નિર્દય જાત, બોલે મીઠું રે
કાળજામાં કપટની ધાત, મેં પ્રત્યક્ષ દીઠું રે. ૧૦ સ્થિળિભદ્ર-શું કહીએ અનાણું લેકને, દુઃખ લાગે રે
ગ્રહી સાધુનાં તરૂ રેક, કહ્યું વીતરાગે રે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૮)
પંડિતશ્રી વેશ્યા-વીતરાગ શું જાણે રાગ, રંગની વાત રે;
આ દેખાડું રાગને લાગ, પુનમની રાતે રે. ૧૨ સ્થળ-શણગાર તજી અણગાર, અમે નિર્લોભી રે;
નવ કલ્પી કરશું વિહાર, મેલી તને ઉભી રે. ૧૩ વેશ્યા-વહાલા બાર વરસ લગે ઠેઠ, લાડ લડાવી રે;
કેમ ના ધરણ હેઠ, મેરૂએ ચઢાવી રે. ૧૪ સ્થળ-કાતાલીને દ્રષ્ટાંત, નરભવ લાધે રે;
થઈ પંચ મહાવ્રત વંત, મેરૂપરે વાધો રે. ૧૫ (૨) હિતશિક્ષા છત્રીશી
આ છત્રીશ ગાથાઓમાં–કડીઓમાં વ્યવહારને સારે ખ્યાલ આપે છે. એમાં સર્વસામાન્ય શિક્ષાઓ તથા સ્ત્રીઓની ખાસ શિક્ષાઓ આપી છે. એમાં કેટલાક સર્વમાન્ય સત્ય રજુ કર્યા છે અને કેટલીક સંવ્યવહારની વાતો કરી છે. જુની વાંચનમાનાની છઠ્ઠી ચોપડીમાં એ છત્રીશીનો કેટલોક ભાગ લેવામાં આવ્યું હતું. વ્યવહારકુશળતાને અંગે તેના એક-બે દાખલા આ લેખના અગાડીના ભાગમાં રજુ થઈ ગયા છે. (૩) ઢાળિયાં.
(a) શ્રી ડીપાર્શ્વનાથના ઢાળિયાં. ત્રંબાવતી (ખંભાત) માં આ ઢાળિયાં સંવત્ ૧૮૫૩ ના જેઠ શુદિ ૫ મે પૂરાં કર્યા છે. આની નકલ મને મળી નથી.
(b) મોતીશા શેઠે મુંબઈમાં ભાયખાળે પ્રતિષ્ઠા કરી તે હકીકતને આ ઢાળિયામાં અમર કરી છે. એ કૃતિ સં. ૧૮૮૮ આ શુદિ ૧૫ ને રોજ કરવામાં આવી છે. એ કૃતિ પણ ઘણાં વર્ષો થયા છતાં પ્રચલિત છે અને ખૂબ રસથી ગરબારૂપે ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૪૯) - (c) શેઠ હઠીસંગ કેશરીસગે અમદાવાદના વાડીના દેરાસરની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા) સંવત્ ૧૯૦૩માં કરી તેનાં ઢાળિયાં કવિએ બનાવ્યાં છે. એ પ્રતિષ્ઠા થયા પછી તુરત રેગને ભયંકર ઉપદ્રવ ચાલે તેનું પિતાની લાક્ષણિક શેલીમાં વર્ણન કરતાં કવિ લખે છે કે-“પૂરવધર વરસ્વામી, એકવીશ વાર પ્રતિમા વિરામી; દેવે જાવડશા હરી લીને, પૂરવી થઈને શું કીને ? એટલે સંવત્ ૧૦૮ માં શત્રુંજય પર મૂળ દેરાસરનો ઉદ્ધાર જાવડશા શેઠે કર્યો અને પછી ધ્વજા ચઢાવવા શિખર પર ચડ્યા ત્યાં અત્યંત હર્ષના આવેશથી તેના પ્રાણ ચાલ્યા ગયા એટલે દેવો ત્યાંથી પરભાર્યા તેના દેહને લઈ ગયા. તે વખતે પ્રતિષ્ઠા કરાવનાર પૂર્વધર હતા છતાં કાંઈ કરી શકયા નહિ તે અમારા જેવી સામાન્ય વ્યક્તિનું દેવ આગળ ગજું શું?” આ ઢાળિયાં પણ વાંચવા-સાંભળવા ગ્ય છે. | (a) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઉભી સેરઠને સંઘ કાઢો તેનાં ઢાળિયાં સંવત્ ૧૯૦૫ના મહા સુદિ ૧૫ને રેજ પૂરા કર્યા તે પણ એ જ કક્ષામાં આવે છે.
(e) શત્રુંજય તીર્થ પર અંજનશલાકા–પ્રાણપ્રતિષ્ઠા સંવત ૧૮૯૩માં થઈ તેનાં ઢાળિયાં પંડિત કવિએ તે જ વર્ષમાં બનાવ્યાં છે. એમાં શરૂઆતમાં મેતીશા શેઠ શેઠ મોતીચંદ અમીચંદ)નું વર્ણન કરતાં દેશના રાગમાં પ્રથમ ઢાળમાં કહે છે કે – અમીચંદ સાકરચંદતણ, કળજુગમાં કલ્પવૃક્ષ બન્યા? ઉપગારી તરૂછાયા ઘણુ, વિમળગિરિ રંગરસે સે. ૮ શેઠ મોતીશા ધનરાશે, પૂરે દીન દુઃખીઆ આશે;
કલકત્તા વળી મદ્રાસે. વિમળ૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
પંડિતશ્રી દરીઆ માંહી ઝાઝ ઘણું, ચીન દેશ વિલાયત સુણ્યા;
શેઠ મોતીશા નામ તણુ. વિમળ૦ ૧૦ સંવત ૧૮૮૮ માં કુંતાસરને ખાડે પૂરાવ્યું તેનું વર્ણન કરતાં લખે છે કે – ઢાળ બીજી –
સંવત અઢારશે અાશી માંહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે; કુંતાસરને ખાડે મેટે, શેઠજી નયણ નિહાળે. મનને મેજે છે. અંતરનયણાં નિહાળે. મનને મજે છે. ભવગણના પૂરણને હેતે, ખાંત મૂરત ત્યાં કીધું ; સર સરપાવ ઘણું જાચકને, દાન અતુલ
ત્યાં દીધું. મનને મજે . ૨ ચેાથે આરે બહુ ધનવંતા, પણ નવી ખાડે પૂરાવ્યો છે આ કાળે મોતીશા શેઠે, કનક રૂપઇએ ભરાવ્યો છે. મનને મજે છે. ૩
એ ખાડે પૂરી ત્યાં સ્વર્ગવિમાન જેવી ટુંક બનાવી. તેની પ્રતિષ્ઠા કરવાનું સંવત્ ૧૮૯૨ ને ભાદરવા માસમાં મુહૂર્ત નીરધાર્યું. ત્યારપછી શેઠ મોતીશા સ્વર્ગે ગયા, પરંતુ મુહૂર્ત ખેડવ્યું નહિ. સવાલાખ જેને એકઠા થયા. તેમના પુત્ર સંઘ લઈને પાલીતાણે આવ્યા. ત્યાં સંવત્ ૧૮૯૩ ના મહા સુદિ ૧૦ બુધવારે પ્રાણપ્રતિષ્ઠા અતિ આડંબરથી કરવામાં આવી. પંચકલ્યા
કને અદ્ભુત મહોત્સવ કરવામાં આવ્યું. પ્રભુના લગ્નના વરઘોડા પણ કાલ્યા. પહેરામણીઓ કરી. અમરચંદ શેઠ (મુનીમ) કન્યાપક્ષના અને ખીમચંદ શેઠ વરપક્ષના મુખ્ય થયા અને ૧૮૯૩ ના મહા વદિ ૧૦ ને જ પ્રવેશ મહત્સવ કર્યો. આ સર્વ પ્રસંગેનું અદભુત વર્ણન રાગમાં કરી સાતમી ઢાળમાં કહે છે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(49)
મડપ ઉભા એમ કહે મનમેાહનજી, કાંઈ સંઘવી સંઘવણ દોય, મનડુ' માથું રે મનમેાહન જી. ભવેાભવ શરણ તુમારડુ, મન૦, આદેસર અમને હાય, મનડ જન્મ સફળ અમે માનy', મન, જિનમ`ડળી મુખડાં દેખ. મનડું ભૂષણુ ચામર છત્રભુ, મન, પ્રભુ આગળ ભેટ વિશેષ, મનડું॰ ર્ સમેાસરણની વાનગી, મન, સિદ્ધગિરિ ઉપર મેં કીધ; મનડુ ં ત્યાં સાહેબને પધરાવીઆ, મન, પ્રભુ આગળ ભેટ વિશેષ, મનડું॰ ૩.
આખાં ઢાળિયાં ઐતિહાસિક છે, ભાષા અપૂર્વ છે અને વર્ણન રસાત્મક છે. આ ઢાળિયાં અત્યારે પણ સારી રીતે ગવાય છે. (૪) ચામાસી દેવ.
સંવત્ ૧૮૬૫ ના અશાડ શુદિ ૧ મે ચાતુર્માસની ચાદશને દિવસે વાંઢવાના દેવા બનાવ્યા છે. એમાં ૨૪ ચૈત્યવદન, પાંચ સ્તવન, ૧૯ છુટી સ્તુતિ, પાંચ સ્તુતિના જોડાંઓ અને પાંચ તીર્થનાં સ્તવના આવે છે. એ પ્રત્યેક કૃતિ ખૂબ રસીલી છે અને અત્યારે પણ પ્રભુસ્તુતિમાં સારી રીતે પ્રચલિત છે. એના રાગેા આકર્ષક છે અને કૃતિ ખૂબ ખેંચાણુકારક છે. એના એક નમુને રજુ કરીએ; સાળમા શાંતિનાથનું ચૈત્યવંદન:—
સર્વાર્થ સિદ્ધે થકી, ચવિયા શાંતિ જિણેશ હસ્તિનાગપુર અવતર્યાં, ચેાનિ હસ્તિ વિશેષ.
- માનવ ગણુ ગુણવંતને, મેષ રાશિ સુવિલાસ; ભરણીએ જન્મ્યા પ્રભુ, છદ્મસ્થા એગ વાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
૧
૨
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
( પર )
પંડિતથી કેવળ નંદિ તરૂ તળે એ, પામ્યા અંતરઝાણું; વીર કરમને ક્ષય કરી, નવ શતશું નિરવાણુ. ૩
આવાં ચોવીશે તીર્થકરોનાં ચૈત્યવંદન બનાવ્યાં છે. સ્તુતિઓ પૈકી એક સ્તુતિના જેડકલાનો એક ભાગ નમુના તરીકે આપીએ. | વીર જગતપતિ જન્મ જ થાવે, નંદન નિશ્ચિત શિખર રહા, આઠ કુમારી ગાવે; અડ ગજદતા હેઠે વસાવે, રૂચકગિરિથી છત્રીશ આવે, દ્વીપ રૂચક ચઉ ભાવે; છપ્પન દિકુમારી ફુલરાવે, સુતીકરમ કરી નિજ ઘર જાવે, શક સુષા વજાવે; સિંહનાદ કરી તિષી આવે, ભવણ વ્યંતર શંખ પડદે મિલાવે, સુરગિરિ જનમ મહાવે. ૧.
એની સર્વ સ્તુતિએ ખુબ મજા આપે તેવી છે. (૫) સ્નાત્ર.
આ એક પ્રકારની પૂજા છે. એમાં તીર્થકરના જન્મમહોત્સવનું વર્ણન હોય છે. એમાં કલ્પનાશક્તિ મેરૂ પર્વતના. શિખર સુધી જાય છે. એમાં પ૬ દિશાકુમારીને જન્મમહોત્સવ અને દેવકૃત મહોત્સવ અને ખાસ કરીને જન્માભિષેક ખૂબ સુંદર વર્ણવે છે. એ કૃતિની પછવાડે બનાવવાની સાલ આપવામાં આવી નથી. એ પણ સારી કળાકૃતિ છે. દિકુમારીનો મહોત્સવ વર્ણવતાં “કડખા” ના રાગમાં કહે છે કે –
સાંભળે કળશ જિન-મહેન્સવને હાં, છપ્પન કુમારી દિશિ-વિદિશિ આવે તિહાફ માય સુત નમીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૫૩) આણંદ આધકે ધરે, અષ્ટ સંવત વાયુથી કચરે હરે. ૧ વૃષ્ટિ ગંદક, અષ્ટ કુમરી કરે; અષ્ટ કળશા ભરે, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહ; ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેરીનાં, માય સુત લાવતી; કરણ શુચિકમ જળ-કળશે ન્ડવરાવતી; કુસુમ પૂજી અલંકાર પહેરાવતી; રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩ નમીય કહે માય તુજ-આળ લીલાવતી; મેરૂ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામીગુણ ગાવતી, નિજ ઘર જાવતી; તેણે અમે ઈંદ્ર-સિંહાસન કપતી. ૪.
આ કૃતિમાં મલિકતા નજરે પડતી નથી. પૂર્વકાળના મુનિઓના કરેલા સ્નાત્રાનું આમાં અનુકરણ જ છે અને તેમાં ઘણાખરા અલંકારે પણ ચાલુ જ વપરાયા છે. એ કૃતિ સારી છે, છતાં કવિની પ્રતિભાને અનુરૂપ વિશિષ્ટ કૃતિ તરીકે અને ખાસ કરીને માલિકતાની નજરે, એને ભાગ્યે જ અસાધારણ કૃતિની કક્ષામાં મૂકી શકાય. (૬) સ્તવને.
સ્તવનોના બે પ્રકાર છે. એકમાં ભક્તિભાવથી માત્ર પ્રભુની સ્તવિના હેય છે અને બીજા પ્રકારમાં અમુકતિથિને કે તીર્થને મહિમા * ગાવાદ્વારા પ્રભુની પ્રશંસા હોય છે. આવા બન્ને પ્રકારનાં
સેંકડો સ્તવનો કવિ વીરવિજયે બનાવ્યાં છે. એવી કૃતિમાંથી કેટલા• કને કાળ મળે છે, કેટલાકને મળતો નથી. તેમનાં કેટલાંક રતવને નીચે પ્રમાણે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૫૪ )
પતિશ્રી (a) જેની તારિખ મળે છે તેવાં સ્તવને. ૧ અઠાણું (અલ્પબદુત્વ) બોલનું સ્તવન. સં. ૧૮૫૫ના
માગશર વદિ ૧૦ ૨ શ્રી વિરપ્રભુનું પાંત્રીશ વાણીના ગુણનું સ્તવન. સંવત્ ૧૮૫૭
ના શ્રાવણ શુદિ ૪. ૩ અક્ષયનિધિ તપનું સ્તવન. સંવત્ ૧૮૭૧ શ્રાવણ વદિ. ૪ શ્રી સિદ્ધાચળનું સ્તવન. સંવત્ ૧૮૭૩. ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન. સંવત્ ૧૮૭૭ માગશર વદિ ૧. શંખેશ્વર સાહિબ સાચે, બીજાને આશરે કાચે રે.શં
આ સ્તવનમાં સંઘનું વર્ણન સુંદર છે અને શંખેશ્વર પ્રતિ કવિની ખાસ ભક્તિ તો એમની પ્રત્યેક કૃતિમાં ઝળકે છે તેથી ખૂબ રસથી આ સ્તવન બનાવ્યું છે. આ પ્રસંગે જણાવવું ઉચિત છે કે દરેક મોટી કૃતિમાં શ્રી વીરવિજયે શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ શરૂઆતમાં કરી છે જે કૃતિઓ વાંચવાથી માલુમ પડશે. તેમની શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિ વિશેષ ભક્તિ હતી. ૬ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન કૃતિ સં.૧૮૭૮માગશર શુદિ૧૧ ૭ શ્રી વિમળાચળનું સ્તવન. નવાણું યાત્રાનું સંવત્ ૧૮૮૪
મહા સુદિ ૧૧. યાત્રા નવાણું કરીએ વિમળગિરિ, યાત્રા ૮ શ્રી મહાવીરસ્વામીનું સત્તાવીશ ભવનું સ્તવન. સંવત્
૧૯૦૧ શ્રાવણ શુદિ ૧૫ (b) જેની તારિખ મળતી નથી તેવાં સ્તવન – ૧ શ્રી સીમંધર જિન સ્તવન. “ગુણનિધિ સાહિબ વંદીએ.” ૨ , “ ગુણ અનંત અનંત બિરાજે'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૫૫). ૩ શ્રીશંખેશ્વર જિન સ્તવન. અતિશય મહિમા. ગાથા ૧૫. ઢાળ ૩
સીમંધર તુજ મિલને. ” છ
ગાથા ૮ ધ્યાનમાં ધ્યાનમાં ધ્યાનમાં રે,
જિનરાજ લિયા મેં ધ્યાનમાં. ” ૫ શ્રી સિદ્ધચક સ્તવન. ગાથા ૧૧ “અતિશય ચઉતીશ શોભતા” ૬ , ગાથા ૧૦ “ સકળ સુરાસુરવંદ્ય નમીજે.”
૭ શ્રી સિદ્ધ સ્તવન. ગાથા ૫. સિદ્ધ જગત શિર શોભતા, રમતા આતમરામ; લક્ષ્મી લીલાની લહેરમાં, સુખિયા છે શિવઠામ. સિદ્ધ ૮ શ્રી ઝષભદેવ સ્તવન ગાથા “નાભિ નરિદનનંદન વંદિયે રે.”
ગાથા ૭ “ઉભે રહેતે હે જીઉરા.” ૧૦ શ્રી સિદ્ધાચળ સ્તવન. “જિતારી અભિગ્રહ લીધે. ગાથા ૧૧
બહુધા આ સ્તવન ઉપર જણાવેલ (a) ૪ વાળું જ છે. ગાથા ૯ “મન તનના મેળા કરી લેજો.” ગાથા ૧૧ “શીતળવર સિદ્ધાચળ છાયા.” ગાથા ૧૫ “વિવેકી વિમળાચળ વસીએ.” ગાથા ૯ “સુહંકર સિદ્ધાચળ શેરી.”
ગાથા ૭ “વિમળાચળ વિમળા પાણી.” આ સ્તવન હાલ પણ ખૂબ પ્રચલિત છે. એની પ્રથમ ગાથા – વિમળાચળ વિમળા પાણું, શીતળ તરૂ છાયા કરાયું; રસધક કંચન ખાણું, કહે ઈદ્ર સુણે ઈંદ્રાણું;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૫ )
પડિતશ્રી
સનેહી સંત! એ ગિરિ સેવા, ચાઇ ક્ષેત્રમાં તીરથન એવા. સનેહી સત ! એ ગિરિ સેવા. ૧.
૨૧
૧૬ શ્રી સંભવનાથ સ્તવન. ગાથા ૫ ‘મનમેાહન લાગે શેલડી જી’ ૧૭ શ્રી સુવિધિનાથ સ્તવન. ગાથા ૧૧ ‘ગુણવંત સલુણા સ્વામી.’ ૧૮ શ્રી વિમળનાથ સ્તવન. ગાથા ૮‘સ્વામી વિમળ વિમળ જિનનામે. ૧૯ શ્રી શાંતિનાથ સ્તવન ગાથા ૯ ‘તુમ દેખત અમ આશા ફળીરી.’ ૨૦ શ્રી નેમિનાથ ગીત, ગાથા ૩ ‘ શ્રી નેમિનાથ વદનકી શેાભા.’ ગાથા ૭ ‘તારણ આઇ કયુ ચલે રે ?’ ગાથા ૭ ‘સુણા સિખ સજ્જન ના વિસરે.’ ગાથા ૮ · સખિ શ્રાવણની છઠ ઉજળી ’ ગાથા ૯ ‘ રિશન દીઠે દિલડાં ઠરિયાં. ’ ગાથા ૯ ‘મત જાએ મત જા મત જાએ રાજ.’ ૨૬ શ્રીપાર્શ્વ જિનસ્તવન. ગાથા ૬ ‘મન મીઠડી મૂરત પ્યારી વશી આ. ૨૭ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. ગાથા ૯ ‘ સહજાનંદી શીતળ
૨૨
(
૨૩
૨૪
૨૫
સુખ ભાગી તા. ’
૨૮
99
""
99
""
99
ગાયા છ સાર કર સાર કર
સ્વામી શખેશ્વરા.’ ૨૯ શ્રી ભાભા પાર્શ્વનાથ સ્તવન. ગાથા ૬ ‘જ્ઞાનાગારઅરિહા
શનિરિહા. ’
""
99
૩૦ શ્રીગાડીપાર્શ્વનાથસ્તવન. ગાથા ૫ ‘વામાનંદન જિનવર ગાડી.’ ૩૧ શ્રી વીરજિન સ્તવન. ગાથા ૫ ૮ રસિયા શ્રી અરિહંત પ્રભુ ભગવત નમાસ્તુ તે રે લેા. (આમલકી ક્રીડાનું) ગાથા ૯ ‘માતા ત્રિશલા નંદકુમાર’
૩ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૧૭ )
( જન્મકુંડળીનું ) ગાથા ૧૦ ‘ સેવિધ સંચ ઉવેરીઆ.
""
,
( દીવાળીનું) ગાથા ૭ ‘જય જિનવર જગ હિતકારી રે.
,,
33
૩૪
૩૫
) ગાથા ૭ ‘ સકળ સુરાસુરસેવિત સાહિબ. ’
,,
૩૬
૩૭
,,
૪૦
(પીસ્તાળીશ આગમનુ ગાથા૧૫‘મુજવંદનન દનત્રિશલારે.’ (સમવસરણનું) ગાથા ૧૫ ‘દરશને નયન ઠરાવજો જિષ્ણુ ધ્રુજી.’ ૩૮ આંગીવ ન સ્તવન. ગાથાપ‘આંગીચ ગીઆજનીસુખલડુચેરે.’ ૩૯ વૈરાગ્ય સ્તવન. ગાથા ૬ ‘કાયા ધરીછેકારમીરે,પ્રભુદિલમાંધરીએ.’ ગાથા ૩ ૪ સાંઇસે દિલ લગા પ્રાણી, ’ ૪૧ વસંતસ્તવન.(નેમરાજુલનું)ગાથા૧૧ આયાવસ તહસંતસાહેલી.’ ૪૨ ,, (સુમતિનાથનું) ગાથા ૭ ‘સાચાદેવ ભજન મન કર હા.’ ૪૩,, ( વીરપ્રભુનુ) ગાથા ૧૪ ‘ચૌદ સહસ મુનિ વિષ્ણુજ વેપારી. ૪૪ સર્વાર્થસિદ્ધ વન ગભિત ઋષભદેવ સ્તવન. ગાથા ૧૨ • સમિતિ પામી દશ ભવ વામી. ૪૫ વસંત (વાસુપૂજ્યન્તુ) ગાથાછ‘ચંપા ભાગસી ચંપા વાસસી.’ ૪૬ વસંત હારી (નેમિનાથ) ગાથા ૯ ‘શિવાન ંદનકુ હિર ગારી.’ (૭) સ્વાધ્યાય.
?
"
";
""
(
"
""
જૈનપરિભાષામાં એને સઝાય કહેવામાં આવે છે. એ આત્મગુણવિકાસ માટે લખાયલી હાય છે. એ પાંચથી પદર ગાથાની સાધારણ રીતે હેાય છે. ગાથાની સંખ્યા લેખકની ઈચ્છાને આધીન હેાય છે. એ સર્વ ગેય હાય છે.
(a) તારિખ સાથે આ કવિની નીચેની એક જ સઝાય મને પ્રાપ્ત થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પંડિતથી
( ૫૮ )
૧ દશાર્ણભદ્રની સઝાય. સં. ૧૮૬૩ મેરૂત્તેરશ (પિસ શુદિ ૧૩) લીંબડી.
(b) તારિખ જેની મળતી નથી તેવી નીચેની સઝાય છે. ૧ શ્રી ગણધરની સઝાય. ગાથા ૭ ૨ દશ શ્રાવકની સઝાય. ગાથા ૯
ગાથા ૯ ૪ સહજાનંદીની સઝાય. ગાથા ૧૧ આ સઝાય ખૂબ વૈરાગ્યમય છે. પ્રથમ ગાથા. સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નચિંત રે; મેહતણું રણ આ ભમે, જાગ જાગ મતિવંત રે; લુંટે જગતના જત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કેઈ વિરલા ઉગરંત રે.
સહજાનંદી રે આતમાં. ૧ એની પ્રત્યેક ગાથામાં ખૂબ સુંદર દષ્ટાંત આપી તે પર નુકતેચીની કરી છે. ૫ વૈરાગ્યની સઝાય.ગાથાદ “સુણસોદાગર બે! દિલકી વાત હમેરી.” ૬ મુહપત્તિના પચાસ બોલની સઝાય. ગાથા ૬ ૭ સમકિતની સઝાય. ગાથા ૧૧ “સમકિતના પંચ ભેદ એ,
સુણજે સાજન લેક રે.” ૮ સામાયિકના બત્રીશ દેષની સઝાય. ગાથા ૯ “શુભ ગુરૂ
ચરણે નામી શિશ.” ૯ મિચ્છાદુક્કડ સઝાય. ગાથા ૧૪“ગુરૂ સન્મુખ રહી વિનય વિવેકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૫૯ ) - ૧૦ રહનેમિ સઝાય. ગાથા ૧૩ “રહનેમિ રાજુલ દીયર ભેજાઈ.” ૧૧ રહનેમિ રાજુલની સઝાય. ગાથા ૪૦
આ સઝાય રહનેમિ અને રાજમતીના સંવાદરૂપ એકેક ગાથાવાળી છે. તેમાં ચતુરાઈ ઉપરાંત ઉપદેશક ભાવ પણ ખૂબ ભરેલ છે. તેની થોડીક વાનકી જોઈએ. રહનેમિ અંબર વિણ રાજુલ દેખી જો, મદદય મોહ્યા મુનિ ચિત્ત રાખી જે, કહે સુંદરી સુંદર મેળે સંસારમાં જે
રહ૦ જશે ખરા પણ બાળપણના જોગી જે,
વાત ન જાણે સંસારી કે ભેગી જે,
ભુક્તભેગી થઈ અને સંયમ સાધશું જે. ૨૩. રાજુ સાધશું અને સંજમ તે સવિ છેટું જો,
જરાપણુનું દુઃખ સંસારે મેટું જે,
વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા જે. ૨૪. રહ૦ ગયા નરકે તે જેણે ફરી વત નવિ ધરિયા જે,
ભાગ્યે પરિણામે સંયમ આચરિયા જે,
ચારિત્ર ચિત્ત ઠરશે ઈચ્છા પૂરણે જે. ૨૫. રાજુ ઈચ્છા પૂરણ કેઈ કાળે નવિ થાવે જે,
સ્વતણું સુખવાર અનંતી પાવે છે,
ભવભય પામી પંડિત દીક્ષા ની તજે જે. ૨૬. રહ૦ નવિ તજે તે પૂરવધર કિમ ચૂક્યા ? રહી ઘરવાસને તપજપ વેશ જ મૂક્યા જે, અરિહા વાત એકાંતે શાસન નવિ કહે જે. ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પંડિતશ્રી
રાજી કહે એકાંતે બ્રહ્મચય જિનવરિયા જે, વ્રત તજી પૂરવધર નિગેાદે પડિયા જો વિષ ખાતાં સંસારે કોણ સુખિયા થયા જો ? ૨૮. રહ॰ થયા જિનેશ્વર સુખ વિલસીસ'સારે જો,
કેવળ પામી પછી જગતને તારે જે. દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જો. ૨૯. રાજી॰ કિરિયા સંયમ જિન આણા શિર ધારા જો,
ચળ ચિત્ત કરીને ચરણતણું ફળ હારા છે, વમન ભખતા શ્વાન પરે વાંછા કરા જો. ૩.
( ૮ ) ગહુળિ—ગુરૂગુણસ્તુતિ ગેય.
દરરાજ પ્રભાતે પ્રવચન થાય ( સાધુ વ્યાખ્યાન વાંચે ) તેમાં વચ્ચે દશ મીનિટને આંતરે પડે છે તે વખતે સ્ત્રીઓની ગાવાની રચનાને ગહુળ કહેવામાં આવે છે. આ કવિરાજે ઘણી ગહુળિઓ બનાવી છે. કહે છે કે પ્રચલિત પ્રત્યેક ગરબીગરખાના રાહ પર એમણે ગહુળિએ બનાવી છે. મને નીચેનાં નામેા મળ્યાં છે. વધારે શેાધખાળ ચાલુ છે. આ ગહુળિ ખાસ સાંભળવા યાગ્ય હાય છે.
૧ શ્રીજીભવિજયજીના અમદાવાદના શ્રાવકેાનાં નામસૂચક ગહુળિ. સ. ૧૮૫૮ ના અસાડ શુદ્ધિ ૧૪ પછીના ચાતુર્માસમાં બનેલી. ૨ સિદ્ધચક્રની ગહુળિ. ગાથા ૧૨ ‘આવા સખિ સજમિયા ગાવા.’ ૩ ભગવતી સૂત્રની ગહુળિ ગાથા છ · વીરજી આયા રે ગુણશીલ ચૈત્ય મેઝાર. ’ ૪ અઠ્ઠાવીશ લબ્ધિની ગડું ળિ. ગાથા હું ગણુધર શ્રી ગોતમ પ્રભુ રે. ૫ પર્યુષણની ગડું`ળિ. ગાથા ૯ ‘જી રે લલિત વચનની ચાતુરી. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
( ૬૧ ) - ૬ મુનિની ગહૃળિ. ગાથા ૯ “મુનિવર મારગમાં વસિયા. '
૭ ગુરૂની ગëળિ. ગાથા ૫ “ચરણ કરણશું શુભતા.” ૮ સુકૃતની ગહું ળિ. ગાથા ૬ “સુકૃત તરૂની વેલિ વધારવા રે.” ૯ સાધુજીની ગહૃળિ. ગાથા ૬ “જ્ઞાનદિવાકર શોભતા.” ૧૦ દર દેવની ગહેળિ. ગાથા ૮ “રાજગૃહી વનખંડ વિચાલ.” ૧૧ મુનિની ગહું ળિ. ગાથા ૭ ૧૨ અષ્ટાંગયેગની ગëળિ. ગાથા ૭ “મુદિતા મુનિ મંડળીએ વસ્યા.” ૧૩ અંબડ તાપસની ગëળિ, ગાથા ૬ “અરિહા આયા રે
ચંપા વનકે મેદાન.” ૧૪ પર્યુષણની ગહુળિ. ગાથા ૫ “સખિ પર્વ પજુસણ આવિયા.” ૧૫ સામાન્ય ગહેળિ. ગાથા ૬ “ચતુરા ચતુરી ચાલશું રે
ચલી ચોખે ચીરે.” ૧૬ જયંતિપ્રશ્ન ગëળિ–ગાથા ૯ ચિત્તહર ચાવીશમા જિનરાજ.”
થી ૪
(૯) પરચુરણ
અનેક નાની મોટી છૂટક પદ્યકૃતિ આ વિભાગમાં આવે છે. (૧) સ્તુતિઓ.
a વીશ સ્થાનિક સ્તુતિ. ગાથા ૪ “પૂછે ગૌતમ વીર જિર્ણોદા.” 5 શ્રી સીમંધર સ્તુતિ ગાથા ૪ “શ્રી સીમંધર દેવ સહેકર.”
c શ્રી સિદ્ધચક સ્તુતિ. ગાથા ૧ “સિદ્ધચક નમી પૂછ ભણુએ.” (૨) ચૈત્યવંદને. a શ્રી મહાવીરનું ચૈત્યવંદન. ગાથા ૩ “વર્ધમાન જગદીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૬૨)
પંડિતશ્રી 'b ૧૪પર ગણધરનું ચૈત્ય ગાથા ૬ “ગણધર ચૌરાશી કહ્યા.” c સિદ્ધાચળનું ચૈત્યવંદન. ગાથા ૭ “સિદ્ધાચળ શિખરે ચઢી.” તે બાવન જિનાલયનું ચૈત્યવંદન.ગાથા ૩ “શુદિ આઠમ ચંદ્રાનન.” e પર્યુષણનું ચૈત્યવંદન. ગાથા ૯ “પર્વ પજુસણ ગુણનીલે.” ૩ નેમિનાથને વિવાહલે. સંવત્ ૧૮૬૦ના પિસ વદિ ૮. ૪ શુભલિ . સંવત ૧૮૬૦ના ચૈત્ર શુદિ ૧૧.
આમાં પિતાના ગુરૂ શ્રી શુભવિજયજીના ગુણનું વર્ણન છે. ૫ કૂણિકનું સામૈયું. એમાં કૂણિકરાજાએ કરેલા વિરપ્રભુના
અપૂર્વ સામૈયાનું વર્ણન છે. ૬ છપન્ન દિકુમારી રાસક્રીડા. ઢાળ ૨. “માતાજી તમે
ધન્ય ધન્ય રે.” ૭ લાવણી. a શ્રી પાર્શ્વનાથજીની લાવણું. ગાથા ૧૦. “સુણે સયણ
એસે સાંઈ સલુણે. ” 6 શ્રી સ્થળિભદ્રની લાવણી ગાથા ૯ “સુણે સખીરી રંગ
મહેલમાં મેં ફીરતી'તી દિવાની.” (૮) આરતિ.
શ્રી પાર્શ્વનાથની આરતી. ગાથા આરતી કાજે પાસ કુમરકી.” (૯) રગણુકિત ૬૩૬ અક્ષરાત્મક કાવ્ય.
આમાં આ રગણુ જ વાપર્યો છે. ગુરુ લઘુ ગુરૂએ રગણ થાય છે. આખા કાવ્યમાં એ એક જ ગણુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
વીરવિજયજી.
(૬૩) (૧૦) દુહા.
(a) સિદ્ધાચળ ખમાસમણ. દુહા ગાથા ૩૯ ખૂબ પ્રચલિત છે. (b) અક્ષયનિધિ તપ ખમાસમણ. દુહા ગાથા ૨૬ (૯) દિવાળી પૂજન દુહા. ( d ) નવ અંગ પૂજાના દુહા. ગાથા ૧૦ “ જલભરી
સંપુટ પત્રમાં. ” ૧૧ સ્થૂળભદ્રનાટક. “પાડલિપુરને રાજિયે,નંદ નરેશર નામ, ૧૨ જસ્વામીના કુલડાં. ગાથા ૮. “સખી રે મેં કેતુક દીઠું, ૧૩ હરિયાળી. ગાથા ૯ “ચેતન ચેતે ચતુર ચખેલા.” ૧૪ નેમિનાથ રામતીના ૧૨ માસ. ગાથા ૧૮ “સખિ તેરણ આઈ કંત ગયા નિજ મંદિરે.”
ગદ્ય સાહિત્ય. પંડિત કવિ વીરવિજયજીએ કરેલાં ગદ્ય સાહિત્યમાં મને નીચેનું એક જ ઉપલબ્ધ થયું છે – ૧ અધ્યાત્મસારને બે કૃતિ સં. ૧૮૮૧ના ચિત્ર શુદિ ૧૫.
સાદી ગુજરાતીમાં આ ગદ્ય છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય વધારે સંભવે છે, તપાસ ચાલુ છે.
સંસ્કૃત સાહિત્ય. આ સંબંધમાં માત્ર એક પ્રશ્નચિંતામણિ નામને તેમનો કરેલો ગ્રંથ ઉપલબ્ધ થયેલ છે. કર્તાએ એના બે વિભાગ પાડેલા છે. બંને વિભાગમાં ૧૦૧–૧૦૧ પ્રશ્નો છે. આ પ્રશ્નો કેઈના કરેલા નહીં પણ સ્વયં ઉદભવ કરીને તેના ઉત્તરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
(૬૪)
પંડિતશ્રો શાસ્ત્રાધાર સાથે આપવામાં આવ્યા છે. એમાંના ઘણા પ્રશ્નો ખાસ વાંચવા ને વિચારવા તેમજ સમજવા લાયક છે. એમાં આપેલા સૂત્રો ને ગ્રંથોના આધારે કવિશ્રીનું બહુશ્રુતપણું બતાવે છે. પ્રસંગોપાત્ એમાંના કેટલાક પ્રશ્નો ઉત્તરો સાથે આપવા ઈચ્છા વતે છે. આ ગ્રંથ છપાયેલ છે. તેનું ભાષાંતર થયું છે અને તે પણ છપાયેલ છે.
આ સિવાય સંસ્કૃત ભાષામાં બીજું કાંઈ બનાવ્યું હોય તો મારા જાણવામાં કે જોવામાં આવેલ નથી.
છેવટે. આ સાહિત્યની વિશાળતા કેટલી છે તેને ખ્યાલ આપવાની જરૂર નથી. એમાં લગભગ સર્વ બાબતો આવે છે. પદ્ય સાહિત્ય સર્વદેશીય છે. એના વિસ્તારને સંગ્રહ કરવામાં આવે તો ઓછામાં ઓછા ૪૦૦૦ પૃષ્ઠ થાય એવી ગણતરી છે.
એના વિસ્તાર કરતાં એમાંની વસ્તુની નજરે જોઈએ તો એમાં સુંદર કવિત્વ છે. એ વિષયમાં રસ પાડવા જનતાને પ્રેરણા થાય તો આ પ્રયત્ન સફળ છે.
એમની કૃતિઓ રસપૂર્ણ હોવા સાથે ગંભીરાર્થવાળી છે. તેમની કરેલી પૂજાઓમાંથી બાર વ્રતની પૂજા અને નવાણું પ્રકારી પૂજા વિસ્તૃત અર્થ સાથે શ્રી જૈન આત્માનંદ સભાભાવનગરે છપાવી છે અને ચેસઠ પ્રકારી પૂજા કે જે કર્મગ્રંથના રહસ્યથી ભરેલી છે તે અર્થ અને કથાઓ સાથે ઘણા વિસ્તારથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલી છે કે જે કર્મગ્રંથના અભ્યાસીએ ખાસ વાંચવા ગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________ 1 ચશોહિ, alclobito なたと FINITE IT live ETITખતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com