________________
કવિશ્રીની કૃતિઓ
– – :: પદ્ય :
રાસો. (૧) સુરસુંદરીને રાસ. (મુદ્રિત) - આ રાસ વીરવિજ્યની યુવાનવયની કૃતિઓમાંનો એક છે. એ રાસ તેઓશ્રીએ અમદાવાદમાં સં. ૧૮૫૭ના શ્રાવણ શુદિ ૪ ગુરૂવારે પૂરો કર્યો તે વખતે તેમનું વય માત્ર ૨૮ વર્ષનું હતું, છતાં એ કૃતિમાં પદલાલિત્ય અને વર્ણનશૈલી ખૂબ સુંદર છે. એ રાસમાં નવે રસનું પિષણ છે. એ કૃતિ જોતાં કવિનું કવિત્વ ઝળકતું, વિકસતું અને યુવાનીને થનગનાટ કરતું દેખાય છે. (૨) બસ્મિલને રાસ. (મુદ્રિત)
કાવ્ય ચમત્કૃતિને આ નમુને સંવત ૧૮૬ના શ્રાવણ શુદ ત્રીજે પૂરો કર્યો. નિયમ લેવાથી કેટલા લાભ થાય છે તેનું તેમાં અદ્દભુત ચરિત્ર છે. તેની અંતર્ગત અગડદત્ત મુનિનું ચરિત્ર ખરેખર એક અદ્ભુત કથા છે અને તે ચરિત્રનાયકના મુખમાં જ મૂકવામાં આવ્યું છે. આ રાસનો અરધે ભાગ આ ચરિત્ર લે છે. આ રાસની પ્રશસ્તિમાં એણે ઈતિહાસ-વંશવેલિ વર્ણવેલી છે. એ પ્રશસ્તિ અને હવે પછી કહેવાના ચંદ્રશેખરના રાસની પ્રશસ્તિને એતિહાસિક વિભાગ એક સરખે હોવાથી અહીં તે ઉતારી લઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com