________________
(૨૪)
પંડિતશ્રી
શરૂઆતની આ કલાકૃતિ રાસસાહિત્યને છેલ્લે શબ્દ છે એમ કહી શકાય. ત્યારપછી કઈ મહત્વને રાસ બન્યું હોય એમ જાણવામાં નથી. આ રાસમાં પરિભાષા લગભગ નવીન છે એટલે નર્મદ-દલપત યુગની ઉષા એની ભાષામાં દેખાય છે અને એના રસની જમાવટ અનિર્વચનીય હોઈ, એનાં વર્ણને અસરકારક છે, એનું શબ્દગાંભીર્ય શોર્યમય છે, એને રસપ્રવાહ અવિહત છે અને એમાં અનુપ્રાસ કાવ્યના સુપ્રસિદ્ધ નિયમને અનુસરનારા છે.
કવિના કવિત્વના ખાસ ચૂંટેલા ફકરા એ રાસના જોઈ જઈએ. વારાંગના વર્ણન (ધમ્મિલ રાસ, પ્રથમ ખંડ, ચેાથી ઢાળ.) ચતુર ચિત્રામણ ચાતુરે, ચિતરી ચિત્રશાળી; ચમકે નર ચિત્ત ચિતવી, ચતુરા ચરચાળી. ૧ વિનયવતી વારાંગના, વચને વીંધાણે; વિકસિત વનજ વનાશ્રયે, અલ યું લપટાણે. ૨ વિકસ્યો ફઅર વિહાયસે, વચ્ચે વીજળી ભાળી; લલિત લીલાવતી લીલમાં, લાધી લટકાળી. ૩ લાંબી વેણુ વિલોકીને, ભૂમિ ભોરિંગ પેઠે લંક કટિતટ કેસરી, વનમાં જઈ બેઠે. ૪ પાણું ચરણ સુકુમાળતા, જળ કમળ તે દેખી. રંભા લઘુ ઉંચી ગઇ, એ સુર અનિમેખી. ૫ દળમંડણ ગજરાજ છે, સેહે રાજ દુવાર; પણ નબળે એક લક્ષણે, નાખે શિર છાર, ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com