________________
વીરવિજયજી.
(૨૩)
(૩) ચંદ્રશેખરને રાસ.
. આ કવિરાજની છેલ્લી રામપ્રસાદી છે. એ રાસ સંવત ૧૯૦૨માં વિજયાદશમીને દિવસે રાજનગરમાં પૂરો કર્યો. એને વિષય “મુનિદાન ”ના મહિમાને છે. એને કેંદ્રસ્થ વિચાર
ન્યાયપાર્જિત દ્રવ્યથી કરેલા દાનને છે. એમાં અંતરકથાઓ ઘણું છે. ચિત્રસેન પદ્માવતીનું ચરિત્ર અને શીલવતી ચરિત્ર ત્રીજા ખંડમાં છે. ચોથા ખંડમાં જયરથ રાજાનું સ્ત્રી–ચરિત્રદર્શક ચરિત્ર, તે જ ખંડમાં વીરસેન મંત્રીનું સ્ત્રી–ચરિત્રદર્શક ચરિત્ર અને લેભ પર શંગદત્ત શેઠનું ચરિત્ર ખાસ બોધક છે અને કવિત્વનાં નમુનાઓ છે. એમાં ચાર ખંડ પાડવામાં આવ્યા છે. કુલ ગાથા ૨૨૪૩ છે અને પ્રત્યેક ખંડમાં અનુક્રમે ૯, ૧૧, ૧૭ અને ૨૦ ઢાળે છે. આ રાસ દુનિયાના અનુભવને અંતે લખાયેલું હોવાથી કવિએ તેમાં ખૂબ દક્ષતા બતાવી છે, વ્યવહાર અને ધર્મનું એમાં અભુત ઐક્ય કર્યું છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે તે વાત અનેક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિએ પણ વ્યવહારૂ રીતે બતાવી છે. આબાલવૃદ્ધ સર્વને આનંદ થાય તે કથારસ તેમાં જમાવ્યું છે અને રાસ હાથમાં લીધા પછી પૂરે કર્યા વગર છોડી શકાય નહિ તે રસ તેમાં જમાવી તેને સાર્વત્રિક કર્યો છે. આખો રાસ વાચતાં
એક પણ સ્થાને કંટાળો આવે તેમ નથી અને એક એક ચિત્ર - હૃદય પર લાક્ષણિક અસર કરે એવી ભવ્ય રચના કરીને બહુ
સુંદર કૃતિ જીવનના છેવટના ભાગમાં કવિશ્રીએ પ્રકટ કરી છે. * રાસસાહિત્યને જે યુગ જેન કવિઓમાં ચાલે તેની આ
છેવટની કૃતિ લગભગ કહી શકાય. વિક્રમની વિશમી શતાબ્દિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com