________________
( ૨૨ )
પંડિતશ્રી
વિજયદેવેદ્રસૂરીશ્વર રાજચે, ઢથી ભવી ક પ્રસિદ્ધિજી; રાજનગરમાં રહીય ચામાસુ, રાસની રચના કીધીજી. સંવત અઢારસે છન્નું વરસે, શ્રાવણ ઉજલી તીજેજી, આ ભવમાં પચ્ચખ્ખાણતાણુ ફળ,વરણવીયુ' મન રીઝેજી.
સત્યવિજય પંન્યાસના શિષ્ય કપૂરવિજય, તેના શિષ્ય ખીમા( ક્ષમા )વિજય ( એના વખતમાં કપૂરચંદ ભણશાળીની જગતમાં નામના થઇ ), તેના શિષ્ય સુજસવિજય, તેના શિષ્ય શુવિજય અને શુવિજયના શિષ્ય ૫. વીરવિજય ( કિવ ). આ રીતે એમનુ વંશવૃક્ષ શરૂઆતમાં જણાવ્યું તે સ્પષ્ટ થાય છે.
આખા રાસમાં અલકારા અન્ને પ્રકારનાં ખૂબ આવ્યાં છે. શબ્દાલંકાર તા પ્રત્યેક પાદમાં છે અને અર્થાલંકારાના પાર નથી. એમાં આડકથાએ, આખ્યાયિકાઓ, સુભાષિતા અને પૂર્વ દંતકથાના પાત્રાના નામેાલ્લેખાને પાર નથી, એની ઉપમાએ તાદૃશ્ય અને હૃદયંગમ છે, એની ગેયતા શ્રુતિને આનંદ આપનાર છે, એમાં વ્યાજોક્તિ અને ઝડઝમકના પાર નથી અને એ ગાતાં રામાંચ ખડાં થાય તેવી પદ્ધતિ જાળવી રાખી છે. આખા રાસ એવી પદ્ધતિએ બનાવ્યા છે કે ગમે ત્યાં અટકવામાં આવે તે બીજે દિવસે શ્રોતાને આકર્ષાઇને આવવું જ પડે. એ રાસ લગભગ અર્વાચીન ગુર ગિરામાં છે અને ખાસ વાંચવા લાયક છે. એના છાપેલ પુસ્તકના પૃષ્ઠ ૩૪૩ છે અને એની શ્લેાક સંખ્યા ૩૭૦૦ ઉપર છે, એના છ વિભાગ ( ખંડ ) પાડવામાં આવ્યા છે. એમાં દરેક ખંડમાં અનુક્રમે ૧૩, ૧૦, ૧૫, ૧૩, ૧૧ અને ૧૦ ઢાળેા છે. પ્રત્યેક ઢાળના પ્રારંભમાં દુહા આવે છે જેની સંખ્યા સરેરાશ દેશની હેાય છે. પ્રત્યેક ઢાળ ચાલુ ગુજરાતી ગરખાના રાગમાં ગાઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com