________________
(૨૮)
પતિશ્રી એક દિન રાજ કચેરીએ, આવ્યું આભિરાળ; ટેળું નટનું નાચતું, ગાવે ગીત રસાળ. ૪ દાસી હજુરી રાયની, બેસે ભૂપતિ પાસ; ભૂલચૂક બતલાવતી, કાન ધરી મુખ પાસ. ૫ રાગરંગ કરી પૂછતા, ભૂપને નર્તકી જામ; દાસી વયણે નૃપ કહે, રાગતણું તે નામ. ૬ રાગ આલાપી પૂછતાં, નર્તકી નૃપને જમ; દાસીકથિત રાજા કહે, પંચમ રાગ તે નામ. ૭ કાર્યવશે દાસી ગઈ. મંદિરમાં લહી લાગઃ નૃપ કહે નર્તકી પૂછતાં, એ સહી છમ રાગ. ૮ દાસી આવી ઉતાવળી, કહે એ ગેડી રાગ વળતું રાજસભા વચ્ચે, બોલે મૂખ પ્રવાદ. ૯
(રાજા કહે-હે દાસિ!) એહી રાગ તે ગેડી પણ જે તુમ નાયાત દેડી; બંદા વીસ તલક ચઢતે, પણ નાહીં પીછે વલંતે.” એમ સુણી સર્વ સભા હસી, એ મૂરખની રીત; નાટકીઆ નાઠા સવે, જાણી મૂરખની ભીત. ૧૦ તે માટે એ કુમરને, વિદ્યા ભણવા હેત; પંડિત પાસે મૂકીએ, નરને વિઘા નેત. ૧૧
(બીજી ઢાળ-પ્રથમ ખંડના દુહા)
૧ આશાભરેલું. ૨ આવી ન હતી તે. ૩ નેત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com