________________
( ૪૦ )
પંડિતશ્રી ઈહાં મેક્ષ ગયા કેઈ કેટી રે, આદીશ્વર અમને પણ આશા મેટી રે; આદીશ્વર શ્રદ્ધા સવેગે ભરિયો રે, આદીશ્વર મેં મેટે દરિયે તરિયે રે. આદીશ્વર સિ. ૩.
( અગ્યારમી પૂજા.)
તીરથની આશાતના નવી કરીએ, નવી કરીએ રે નવી કરીએ; પધ્યાન ઘટા અનુસરીએ, તરિયે સંસાર તીરથ૦ ૧. આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી; કાયા વળી રેગે ભરાણી, આ ભવમાં એમ, તીરથ૦ ૨. (૫) બાર વ્રતની પૂજા
આ કૃતિ સંવત ૧૮૮૭ની દિવાળી(આસો વદિ અમાસ)ને રોજ પૂરી થઈ છે. જૈનધર્મના નીતિવિભાગમાં-વર્તનવિભાગમાં સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બે વિભાગ છે. શ્રાવક (Laymen Jains) ને બાર વ્રત લેવાનાં હોય છે. એમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત હોય છે. એમાં વર્તનના માનસિક, વાચિક અને કાયિક સર્વ પ્રકારે, ત્યાગ, સંયમ અનેક પ્રકારે આવે છે. આવા શુષ્ક વિષયને કવિએ સુંદર રાગ-રાગણીમાં ગુંથી ખૂબ રસદાર બનાવ્યો છે. આમાં તેર પૂજા છે. એમાં અનેક સ્થાને કવિએ ખૂબ ઉચ્ચ ઉડ્ડયન ર્યું છે. દરેક પ્રસંગને ખૂબ સંસ્કારવાળે કર્યો છે.
બીજા અસત્યત્યાગ વ્રતની પૂજામાં–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com